Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024માં સંયુક્ત વિપક્ષના પડકારને ધ્યાનમાં રાખીને ભાજપ એનડીએને મજબૂત કરવામાં લાગેલું છે. ભાજપે NDAની બેઠકમાં ઘણી પાર્ટીઓને પણ આમંત્રણ આપ્યું છે. આ પક્ષોમાં ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) પણ સામેલ છે. હવે એવા સમાચાર છે કે, ચિરાગ પાસવાને ભાજપ સાથે ચૂંટણી લડવા માટે મોટી શરત મૂકી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચિરાગ પાસવાનની પાર્ટી વર્ષ 2019માં તેમના પિતાની પાર્ટીને આપવામાં આવેલી તમામ લોકસભા સીટો પર દાવો કરી રહી છે. આ સિવાય ચિરાગ પાસવાનની પાર્ટી રાજ્યસભા સીટની પણ માંગ કરી રહી છે. વર્ષ 2019 માં, ચિરાગના પિતા રામવિલાસ પાસવાન સાથેના કરારમાં, ભાજપે તેને 6 લોકસભા અને એક રાજ્યસભા બેઠક આપી. રામવિલાસના મૃત્યુ બાદ એલજેપીમાં ભાગલા પડી ગયા હતા.
એલજેપી (રામ વિલાસ) સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, ચિરાગ પાસવાન રવિવારે દિલ્હી જવા રવાના થયા તે પહેલા પટનામાં યોજાયેલી પાર્ટીની બેઠકમાં છ લોકસભા અને એક રાજ્યસભા બેઠકની માગણી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. એનડીએની બેઠકમાં પણ ચિરાગ પાસવાન આ “પરંપરાગત” બેઠકો અને તેમના વતી રાજ્યસભા બેઠક પર પોતાનો દાવો રજૂ કરી શકે છે.
ભાજપે શું કહ્યું?
જ્યારે બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરીને ચિરાગ પાસવાનની પાર્ટીની માંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, પાર્ટીની ટોચની નેતાગીરી (ભાજપ સેન્ટ્રલ લીડરશિપ) દિલ્હીમાં આ અંગે મંથન કરી રહી છે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : એનડીએને પુનઃજીવિત કરવાનો પ્લાન! ભાજપ 18 જુલાઈએ જૂના અને નવા સાથી પક્ષો સાથે બેઠક કરશે
તમને જણાવી દઈએ કે, રામવિલાસ પાસવાનના નિધન બાદ એલજેપી સાંસદે ચિરાગના કાકા પશુપતિ પારસનો પક્ષ લીધો હતો, ત્યારબાદ પશુપતિ પારસને કેન્દ્ર સરકારમાં મંત્રી પદ આપવામાં આવ્યું હતું, જ્યારે ચિરાગ એકલા પડી ગયા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચીરા અને પશુપતિ વચ્ચેની લડાઈથી ભાજપ નિરાશ છે. ભાજપ નેતૃત્વ ઈચ્છે છે કે કાકા-ભત્રીજા બંને તેમના મતભેદો ઉકેલે.





