વિપક્ષી દળોની બેઠકના બીજા દિવસે મંગળવારે અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની છે ત્યારે આ દિવસે દિલ્હીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ની બેઠક થશે. ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે એનડીએની બેઠકમાં 38 દળ સામેલ થશે. સોમવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં જેપી નડ્ડાએ કહ્યું કે એનડીએની મીટિંગમાં ભાગ લેવા માટે 38 દળોએ સંમત્તી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે એનડીએની મીટિંગ સાંજે થશે.
કર્ણાટકના બેંગ્લુરુમાં 17-18 જુલાઈએ મીટિંગ પહેલા વિપક્ષી દળોની ગત બેઠક 23 જૂને પટનામાં થઈ હતી. પહેલી અને બીજી બેઠક વચ્ચે રાજનીતિક સમીકરણ એક હદ સુધી બદલાઈ ગયા હતા.એક તરફ જ્યાં વિપક્ષી એક્તામાં મોટા નેતાઓ તરીકે દેખાતા શરદ પવારની પાર્ટી એનસીપી તૂટી ચુકી છે. અત્યારે પવાર પોતાની પાર્ટીને બચાવવાની કોશિશમાં લાગેલા છે. બીજી તરફ વિપક્ષ વિરુદ્ધ એનડીએની તાકાત દેખાડવા માટે છેલ્લા એક સપ્તાહમાં 6 નવા દળોએ પણ પોતાના હાથ જોડી દીધા છે. આ પાર્ટીઓનું એનડીએ સાથે જોડાવાની સાથે જ અનેક રાજ્યોના જાતિય સમીકરણો બદલાઈ ગયા છે.
શરદ પવાર વિપક્ષી દળોની બેઠકમાં તો અજિત NDAની મિટિંગમાં થશે સામેલ
વિપક્ષી દળોની બીજી બેઠકમાં આ સમયે એનસીપી નેતા શરદ પવાર સામેલ થશે. તો તેમના ભત્રીજા અજિત પવાર દિલ્હીમાં થનારી એનડીએની બેઠકમાં ભાગ લેશે. એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ પણ હવે એનડીએ બેઠકમાં સામેલ થશે.જ્યારે અપના દળની અધ્યક્ષ અનુપ્રિયા પટેલ 18 જુલાઈએ થનારી એનડીએની બેઠકમાં ભાગ લેશે. મીડિયા રિપોર્ટ અનુસાર અપના દળના બીજા ગ્રૂપની અધ્યક્ષ અને અનુપ્રિયાની માતા કૃષ્ણા પટેલ વિપક્ષની બેઠકમાં જઈ શકે છે.
એનડીએમાં સામેલ થશે છ નવા દળ
વિપક્ષની પટના બેઠકમાં સામેલ થયેલી અનેક પાર્ટીઓએ બેંગ્લુરુની બેઠકના પહેલા એનડીએનો હાથ પકડી લીધો છે. એનડીએમાં પહેલા 24 દળ સામેલ હતા. હવે છ નવા દળો જોડ્યા બાદ ગઠબંધનની દળોની સંખ્યા 30 થઈ ગઈ છે. એનડીએમાં હાલમાં સામેલ થનારા છ દળોમાં અજિત પવાર જૂથની એનસીપી, લોકજનશક્તિ પાર્ટી, હિન્દુસ્તાન આવામ મોર્ચા, આરએલએસપી, વીઆઈપી અને સુભાસપાનો સમાવેશ થાય છે.
ઉત્તર પ્રેદશનું દબલાશે સમીકરણ
ઓબીસી નેતાઓમાં મોટો ચહેરો માનવામાં આવતા ઓમ પ્રકાશ રાજભર રવિવારે એનડીએમાં સામેલ થયા છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા રાજભરનું એનડીએમાં સામેલ થવું બીજેપીની ચૂંટણી અભિયાનને મજબૂત કરશે. ઓપી રાજભર પૂર્વાંચલની લગભગ 32 લોકસભા સીટો ઉપર પોતાનો પ્રભાવનો દાવો કરી શકે છે. આવી સ્થિતિમાં સુભાસપા બીજેપી સાથે મેદાનમાં ઉતરે તો એનડીએ પૂર્વાંચલમાં પોતાના રાજકીય આધારને મજબૂત બનાવી શકે છે.
બિહારમાં કેવી રીતે બદલાઈ શકે છે સમીકરણ?
પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનનું એનડીએમાં સામેલ થવાનું લગભગ નક્કી છે. તેમની પાર્ટી ભોજપાની બિહારમાં દલિત સીટો ઉપર મજબૂત પક્કડ છે.





