narendra modi vs rahul gandhi pm post survey : દેશમાં લોકસભાની ચૂંટણી નજીક છે, તમામ પક્ષોએ જમીની સ્તરે તૈયારીઓ તેજ કરી દીધી છે. આ સમયે એક તરફ ભાજપ સત્તામાં વાપસી માટે મહેનત કરી રહ્યું છે, ત્યારે ઇન્ડિયા ગઠબંધન પણ સખત સ્પર્ધા આપવા માટે તૈયાર જોવા મળી રહ્યું છે. આ દરમિયાન દરેકના મનમાં એક જ સવાલ છે – આ વખતે પ્રધાનમંત્રી કોને જોવા છે – નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી? હાલમાં જ એક મોટો સર્વે કરવામાં આવ્યો છે જેમાં લોકોએ આ સવાલ પર પોતાનો મત આપ્યો હતો.
સર્વેના આંકડા શું કહે છે?
સી વોટરે હાલમાં જ દેશભરમાં એક સર્વે કર્યો હતો જેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું કે પીએમ પદ માટે નરેન્દ્ર મોદી હજુ પણ પહેલી પસંદ છે. હિન્દી બેલ્ટ રાજ્યોમાં પીએમ મોદીએ રાહુલ ગાંધી પર લીડ વધારી દીધી છે. સર્વેના આંકડા દર્શાવે છે કે 59 ટકા લોકો હજુ પણ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે ચૂંટવા માંગે છે. જ્યારે માત્ર 32 ટકા લોકો જ રાહુલ ગાંધીને આ પદ પર જોવા માંગે છે.
હાલમાં જ છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે પોતાની સરકાર બનાવી છે. આવી સ્થિતિમાં હિન્દી પટ્ટીના આ ત્રણ રાજ્યોમાં પણ માહોલ પીએમ મોદીના પક્ષમાં જતો દેખાઈ રહ્યો છે. હાલના સમયે એમપીમાં 66 ટકા લોકો પીએમ મોદીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે, જ્યારે રાહુલ ગાંધી માટે આ આંકડો 28 ટકા છે. આ જ રીતે છત્તીસગઢમાં 67 ટકા લોકો મોદીનું સમર્થન કરે છે, જ્યારે 29 ટકા રાહુલ ગાંધીને પીએમ તરીકે જોવા માંગે છે. રાજસ્થાનમાં 65 ટકા લોકો મોદીનું સમર્થન કરે છે જ્યારે 32 ટકા લોકો રાહુલ ગાંધીનું સમર્થન કરે છે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણીમાં ‘મોદી ગેરંટી’ કેમ ભજવશે મહત્વની ભૂમિકા, ભાજપે શું બનાવ્યો પ્લાન?
ઇન્ડિયા ગઠબંધન તરફથી વડા પ્રધાનના ઉમેદવાર કોણ છે?
આમ જોવા જઈએ તો સર્વેમાં એ સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે ઇન્ડિયા ગઠબંધન તરફથી કોને પીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ. તેના જવાબમાં રાહુલ ગાંધી હજુ આગળ છે. 34 ટકા લોકોનું માનવું છે કે વિપક્ષે રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ. મોટી વાત એ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બીજા નંબર પર છે, જેમને 13 ટકા લોકો પીએમ તરીકે જોવા માંગે છે. જે લોકોએ કોઈનું નામ નથી લીધું તેમનો આંકડો 34 ટકા ચાલી રહ્યો છે.