Loksabha Election 2024 Seat Sharing Bengal : પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે મતભેદ યથાવત્ છે. બેઠકોની વહેંચણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને તેના કારણે અધીર રંજન ગુસ્સે થયા છે. તેમના તરફથી સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે તેમને મમતા બેનર્જીની ભીખ જોઈતી નથી. કહેવામાં આવી રહ્યું છે કે ટીએમસી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર બે સીટો આપવા માટે તૈયાર છે, જ્યારે દેશની સૌથી જૂની પાર્ટી પોતાના માટે સાત સીટો ઈચ્છે છે.
લાંબા સમયથી આ કારણોસર સીટ વહેંચણીને લઇને કશું પણ ફાઇનલ થઇ શક્યું નથી. ઇન્ડિયા ગઠબંધન માટે એ પણ ચિંતાનો વિષય છે કે આ વિલંબના કારણે બંને પક્ષો વચ્ચે આક્રમક નિવેદનબાજી પણ જોવા મળી રહી છે. અધીર રંજન ચૌધરીએ ઘણા પ્રસંગોએ ટીએમસીની ટીકા કરી છે. હવે તેમણે કહ્યું છે કે કોંગ્રેસને મમતાની ભીખ જોઈતી નથી. આ પહેલા તેમના તરફથી કહેવામાં આવ્યુ હતુ કે ભાજપ મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીને સીએમ બનાવી શકે છે.
આ પણ વાંચો – China : ચીને ભારતની તાકાત માની, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વની ઘણી પ્રશંસા કરી
હવે આ વખતે અધીર રંજને કહ્યું કે મમતા બેનર્જીના અસલી ઇરાદાઓનો ખુલાસો થઈ ગયો છે. તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસને માત્ર બે જ બેઠકો આપવામાં આવશે. અમારી પાસે તે બેઠકો પર પહેલેથી જ સાંસદો છે. અમને નવું શું આપવામાં આવી રહ્યું છે. જે બે બેઠકો પર જીત મળી હતી તેમાં મમતા અને ભાજપ બંનેને હરાવ્યા હતા. તેઓ અમારા પર આવી રીતે શું ઉપકાર કરી રહ્યા છે? તેમના પર વિશ્વાસ કોણ કરી શકે. હું સ્પષ્ટ કરી દઉં કે મમતાને કોંગ્રેસની જરૂર છે. કોંગ્રેસ પોતાના દમ પર વધુ સીટો જીતી શકે છે. અમે બતાવીશું દઇશું, અમારે બે બેઠકો પર મમતાની ભીખ જોઇતી નથી.
મમતા અને કોંગ્રેસ વચ્ચે પીએમના ચહેરાઓને લઈને પણ અણબનાવ છે. કોંગ્રેસ લાંબા સમયથી રાહુલ ગાંધીને આગળ કરી રહી હતી, પરંતુ મમતાએ ઇન્ડિયા એલાયન્સની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ વધાર્યું હતું. આ કારણે જમીન પરની પરિસ્થિતિ બદલાઈ ગઈ અને ઘણી પાર્ટીઓ નારાજ પણ હોવાનું કહેવાય છે.





