નીરજા ચૌધરી : શરદ પવારની 50 વર્ષથી વધુની રાજનીતિ છે, તેઓ રાજકારણની દરેક ટ્રીકને સારી રીતે જાણે છે. એટલે જ અનેક પ્રસંગોએ તેમણે મોટા-મોટા ખેલ કર્યા છે. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. એક સમયના ગુગલી માસ્ટર હવે પીડિત બન્યા છે. એક એવા રાજકારણનો ભોગ બન્યો છે જ્યાં પદની મહત્વાકાંક્ષાએ પાર્ટીને જ વિભાજિત કરી દીધી છે. ઘણા વર્ષો પછી મહારાષ્ટ્રમાં તેમની ઘટી રહેલી રાજનીતિનો અહેસાસ કરાવ્યો છે.
એનસીપીમાં ભાગલા અને ભાજપની રણનીતિ
માનવામાં આવે છે કે વિપક્ષની એકતાનો પહેલો પાયો પટનામાં નાખવામાં આવ્યો હતો. તેવા સમયે શરદ પવાર સાથે થયેલી આ રાજકીય રમતે જમીન પર બધું જ બદલી નાખ્યું છે. સ્થિતિ એ છે કે અજિત પવારના એક દાવે ભાજપની નવી રણનીતિને ખૂબ જ સ્પષ્ટ કરી દીધી છે. પ્રાદેશિક પક્ષોને તોડવા, તેમને પોતાના પક્ષમાં લાવવા અને એનડીએને ફરી મજબૂત કરવું. હાલ આ મિશન સાથે ભાજપ 2024 માટે આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો – શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે બની એનસીપીમાં બળવાનું કારણ? પ્રફુલ્લ પટેલે જણાવી બધી વાત
પહેલા જે રીતે શિવસેનાના બે ભાગલા કરવામાં આવ્યા. તેને જોતાં એવું માનવામાં આવે છે કે ભાજપ 2024 પહેલાં કોઈ પણ ભોગે ફરી પોતાને મજબૂત કરવા માગે છે. એવી પણ અટકળો છે કે બિહારમાં પણ કોઈ ગેમ રમાઇ શકે છે. કારણ કે એવા સમાચાર છે કે નીતિશ તેજસ્વીને આગામી સમયમાં બિહારના મુખ્યમંત્રી બનાવી શકે છે. આ ડીલથી જેડીયૂના કેટલાક નેતા ખુશ નથી. આવી સ્થિતિમાં ભાજપ તે નારાજગીનો ફાયદો ત્યાં પણ ઉઠાવી શકે છે. ભાજપના એક નેતાએ તો ત્યાં સુધી કહ્યું છે કે જો સીધી આંગળીથી ઘી ન નીકળે તો ડબ્બામાં જ કાણું પાડવું જોઈએ. એટલે કે એક તરફ પક્ષ વિપક્ષને એક થવાથી રોકી રહ્યો છે તો બીજી તરફ પોતાનો આધાર વધારવાનો પ્રયાસ કરી રહી છે.
પવારના મનમાં શું ચાલી રહ્યું છે?
હવે ભાજપ સંપૂર્ણ રીતે તૈયાર હોય તેમ લાગે છે, પરંતુ શરદ પવારની ગેમ હજી પણ યોગ્ય રીતે સમજી શકાતી નથી. ઘણા પ્રશ્નો ઊભા થાય છે, પરંતુ જવાબ હજુ સ્પષ્ટ થયો નથી. સવાલ એ છે કે શું શરદ પવારે પોતે જ પાર્ટીને અલગ થવા દીધી હતી? કારણ કે પવાર પોતાની દીકરી સુપ્રિયા સુલેને આગળ વધારવા માગતા હતા એ વાત કોઈનાથી છૂપાયેલી નથી એટલે અજિતને હટાવીને રસ્તો સાફ થઈ રહ્યો છે. મોટી વાત એ છે કે એનસીપીમાં અજિત પવારના વિભાજનથી કોઈને આશ્ચર્ય થયું નથી. આનું કારણ એ છે કે અજિતનો આ દાવ તો આવવાનો જ હતો, બસ ક્યારે આવશે તે જ સવાલ હતો.
શરદ પવારે જે રાજીનામાનો દાવ ખેલ્યો હતો, તે પણ અજિતની કસોટી લેવાનો જ હતો એમ જાણકારો માની રહ્યા છે. તેમની સામે ઇડીના કેસ હતા, તેઓ સીએમ બનવા માંગતા હતા, જેથી તેઓ પક્ષ બદલી શકતા હતા. હવે તો આવું થઉ ગયું છે. પરંતુ વિવાદ એટલો વધી ગયો છે કે શરદ પવારને ગુગલી માસ્ટર ગણી શકાય નહીં, હાલની પરિસ્થિતિમાં તેઓ વધુ પીડિત વધારે લાગે છે.