LPG Cylinder Price: ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, મોદી સરકારે સબસિડીની કરી જાહેરાત

LPG Gas Cylinder Price: ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો (Price reduction) કરવામાં આવ્યો છે, સરકારે સબસિડી (subsidy) જાહેર કરી છે. મોદી સરકારે રાંધણ ગેસમાં 200 રૂપિયાનો ઘટાડો કરી મહિલાઓને રાખડી ભેટ આપી.

LPG Gas Cylinder Price: ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો (Price reduction) કરવામાં આવ્યો છે, સરકારે સબસિડી (subsidy) જાહેર કરી છે. મોદી સરકારે રાંધણ ગેસમાં 200 રૂપિયાનો ઘટાડો કરી મહિલાઓને રાખડી ભેટ આપી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Lpg Gas Cylinder price Reduction ahmedabad

એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો છે (પ્રતિકાત્મક તસવીર)

LPG Cylinder Price: કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. મોદી સરકારે તમામ ગ્રાહકો માટે રાસોઈ ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તો, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે 400 રૂપિયાની કપાત કરવામાં આવી છે. જેના કારણે 33 કરોડ પરિવારોને ફાયદો થશે.

Advertisment

મોદી સરકારે મહિલાઓને રક્ષાબંધનની ગિફ્ટ આપી!

હાલમાં ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 1100 રૂપિયાની આસપાસ છે, પરંતુ હવે સામાન્ય ગ્રાહકો માટે તે 900 રૂપિયાની આસપાસ હશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક મહિનામાં પેટ્રોકેમિકલ કંપનીઓએ ઘણી સારી કમાણી કરી છે અને સમગ્ર ખોટ પણ નફામાં ફેરવાઈ ગઈ છે. મોદી સરકારે હવે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને આ ભેટ આપી છે.

ઓગસ્ટ મહિનામાં જ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારે 100 રૂપિયાનો કાપ મૂક્યો હતો. આ પછી સિલિન્ડરની કિંમત 1680 રૂપિયા થઈ ગઈ. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 19 કિલોનું છે.

આ વર્ષના અંત સુધીમાં ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં પણ સિલિન્ડરને લઈને જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે સત્તામાં આવતાં તે 500 રૂપિયામાં ઘરેલુ એલપીજી સિલિન્ડર આપશે. તો રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે સાવન મહિનામાં દરેકને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં આ સિસ્ટમને કાયમી બનાવવાનો પ્રયાસ કરશે.

Advertisment

લોકસભાની ચૂંટણીમાં પણ એક વર્ષથી ઓછો સમય બાકી છે અને વિપક્ષ મોંઘવારીને મોટો મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં મોદી સરકારનું આ પગલું સામાન્ય લોકોને મોટી રાહત આપી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ