હવે LPG સિલિન્ડર પર લાગશે QR કોડ, તેનાથી તમને શું ફાયદો થશે? જાણો

QR code on LPG cylinders : આગામી થોડાક દિવસોમાં તમારા ઘરે આવતા LPG સિલિન્ડર (LPG cylinders) પર QR કોડ છાપેલા હશે, સરકાર ત્રણ મહિનામાં આ નિયમનો અમલ કરશે

QR code on LPG cylinders : આગામી થોડાક દિવસોમાં તમારા ઘરે આવતા LPG સિલિન્ડર (LPG cylinders) પર QR કોડ છાપેલા હશે, સરકાર ત્રણ મહિનામાં આ નિયમનો અમલ કરશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update

તમારા ઘરે આવતા રાંધણગેસના સિલિન્ડરમાંથી ગેસ ઓછો હોવાની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. ગેસ સિલિન્ડર ડિસ્ટ્રીબ્યૂટર્સ એજન્સી કે LPG સિલિન્ડરની કસ્ટમરના ઘરે ડિલિવરી કરનાર વ્યક્તિઓ સિલિન્ડરમાંથી ગેસ કાઢી લેતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. એલપીજી સિલિન્ડરની ગેરકાયદેસર હેરાફેરી અને ગેસની ચોરીની ઘટનાઓ જેવી ગેરરીતિઓને રોકવા સરકાર નવો ઉપાય શોધી લાવી છે. સરકારે રાંધણગેસ સિલિન્ડર પર હવે QR કોડ લગાવવાનો નિર્ણય લીધો છે.

Advertisment
શું છે QR કોડ છે?

હાલ મોટાભાગની ચીજવસ્તુઓ પર QR કોડ છાપેલો હોયછે જેનાથી જે-તે વસ્તુ અંગેની માહિતી મોબાઇલ વડે સ્કેન કરીને સરળતાથી મેળવી શકાય છે. હવે સરકાર રાંધણગેસના સિલિન્ડર પર પણ QR કોડ લગાવવાની તૈયારી કરી રહી છે. QR કોડનું પુરું નામ ક્વિક રિસ્પોન્સ કોડ (Quick Response code) છે.

કેવી રીતે કામ કરશે QR કોડ

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, LPG સપ્તાહ 2022 દરમિયાન આ નવી અને યુનિક ફિચર લોન્ચ કરાયું છે. આ સંદર્ભે, એક ટ્વિટમાં, તેમણે કહ્યું કે ફ્યૂઅલને ટ્રેસ કરવાનો આ માર્ગ, આ એક જબરદસ્ત ઇનોવેશન છે. તે પહેલાથી ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરો ઉપર પર ચોંટાડવામાં આવશે, ઉપરાંત નવા સિલિન્ડરો ઉપર પણ તેને છાપવામાં આવશે. જ્યારે આ QR કોડ એક્ટિવ થઇ જશે, ત્યારે તેનાથી PLG સિલિન્ડરમાંથી ગેસની ચોરી, ટ્રેકિંગ અને ટ્રેસિંગની સાથે સાથે સિલિન્ડરોના ઇન્વેન્ટરી મેનેજમેન્ટને લગતી ઘણી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે.

publive-image
નિયમ ક્યારથી લાગુ થશે?

રાંધણગેસ સિલિન્ડર ઉપર QR કોડના નવા નિયમથી ગેસની ચોરીને રોકવા તેમજ ગેસ લીકીંગ અને સલામતી સંબંધિત સમસ્યાઓને ઉકેલવામાં મદદ મળશે. આ યુનિક QR કોડ આગામી ત્રણ મહિનાની અંદર અમલમાં આવશે, જેમાં હાલના જૂના અને નવા LPG સિલિન્ડર પર ફીટ કરવામાં આવશે. ઉપરાંત QR કોડમાં સિલિન્ડરને કેટલી વાર રિફ્યુઅલ કરવામાં આવ્યું છે, તે ક્યાંથી કરવામાં આવ્યું છે, સેફ્ટી ટેસ્ટ કેવી રીતે કરવામાં આવ્યો છે જેવી વિવિધ વિગતો હશે, જેને ગ્રાહકો સરળતાથી મેળવી શકે છે.

Advertisment

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે સરકાર તમામ LPG ગેસ સિલિન્ડરને QR કોડથી સજ્જ કરશે. ફેબ્રુઆરી 2023 સુધીમાં તમારા ઘરે QR કોડ વાળા LPG સિલિન્ડર આવતા થઇ જશે. આનાથી સિલિન્ડરનું ટ્રેકિંગ સરળ બનશે અને ગેસ ચોરો પકડાશે. સિલિન્ડર પરનો આ QR કોડ એ જ રીતે કામગીરી કરશે જે રીતે આધાર કાર્ડ કામ કરે છે. જો QR કોડવાળા ગેસ સિલિન્ડરમાંથી પણ ગેસ ઓછો હોવાની ફરિયાદ આવશે તો તેને સરળતાથી ટ્રેસ કરી શકાશે.

દેશમાં 30 કરોડ કસ્ટમરો અને 70 કરોડ LPG સિલિન્ડર

દેશમાં લગભગ 30 કરોડ એલપીજી ગ્રાહકો છે, જ્યારે ગેસ સિલિન્ડરોની સંખ્યા લગભગ 70 કરોડ છે. આમાંના મોટાભાગના ગ્રાહકો ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના છે. દેશમાં જેમ-જેમ ગેસના ભાવ વધી રહ્યા છે, તેમ-તેમ સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢવાની ઘટનાઓ પણ વધી રહી છે. QR કોડથી રાંધણગેસના સિલિન્ડરની બોટલિંગથી લઇને કસ્ટમરના ઘરે ડિલિવરી સુધીની સમગ્ર પ્રક્રિયા પારદર્શી બની જશે.

publive-image
1 LPG સિલિન્ડરની લાઇફ કેટલી?

નોધનિય છે કે, ઘરોમાં વપરાતા એલપીજી સિલિન્ડર BIS 3196 સ્ટાન્ડર્ડનાઆધારે બનાવેલા હોય છે. આ સિલિન્ડરની લાઇફ 15 વર્ષની હોય છે.આ સમયગાળામાં રાંધણગેસ સિલિન્ડરનું ટેસ્ટિંગ બે વખત કરવામાં આવે છે. પહેલું ટેસ્ટિંગ સિલિન્ડરના 5 વર્ષ પુરાં થાય ત્યારે અને બીજું ટેસ્ટિંગ 10 વર્ષ પુરા થાય ત્યારે કરાય છે.

દેશ