scorecardresearch

જીવિત છે LTTE નેતા વી પ્રભાકરણ, તમિલ નેતાનો દાવો- યોગ્ય સમય આવવા પર યોજનાઓની જાહેરાત કરશે

Ltte Leader Prabhakaran : વર્લ્ડ તમિલ ફેડરેશનના અધ્યક્ષ પાઝા નેદુમારને આ ચોંકાવનારો ખુલાસો કર્યો, શ્રીલંકાની સેનાએ 21 મે 2009ના રોજ દાવો કર્યો હતો કે LTTEના સંસ્થાપક નેતા વેલુપિલ્લઇ પ્રભાકરણને મોતને ઘાટ ઉતાર્યો હતો

જીવિત છે LTTE નેતા વી પ્રભાકરણ, તમિલ નેતાનો દાવો- યોગ્ય સમય આવવા પર યોજનાઓની જાહેરાત કરશે
લિબ્રેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ પ્રમુખ(LTTE Chief) વેલુપિલ્લઇ પ્રભાકરણ (Express File Photo)

LTTE Prabhakaran Alive: લિબ્રેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ પ્રમુખ(LTTE Chief) વેલુપિલ્લઇ પ્રભાકરણ જીવિત છે. વર્લ્ડ તમિલ ફેડરેશનના અધ્યક્ષ પાઝા નેદુમારને આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તમિલ નેતા નેદુમારને કહ્યું કે હું એલટીટીઇ પ્રમુખ વેલુપિલ્લઇ પ્રભાકરણ વિશે કેટલીક સચ્ચાઇ બતાવવા માંગીશ. તે જીવિત છે અને સ્વસ્થ છે. અમને વિશ્વાસ છે કે આનાથી તેમના માટે ઉત્પન થયેલી રહેલી અફવાઓ પર વિરામ લાગશે. તમિલનાડુના તંજાવુર પાસે વિલારમાં મુલિવૈકલ મેમોરિયલ યાર્ડમાં પ્રેસ કોન્ફરન્સ કરીને નેદુમારને કહ્યું કે પ્રભાકરણ જલ્દી સામે આવી શકે છે.

નેદુમારને કહ્યું – જલ્દી દુનિયાની સામે આવશે પ્રભાકરણ

ઇન્ટરનેટ પર રહેલા રિપોર્ટ્સ પ્રમાણે 18 મે 2009માં પ્રભાકરણનું મોત થયું હતું. તેનાથી ઉલટ કોંગ્રેસના નેતા રહી ચુકેલા પાઝા નેદુમારને કહ્યું કે મને એ જણાવતા ખુશી થઇ રહી છે કે આપણા તમિલ રાષ્ટ્રીય નેતા વેલુપિલ્લઇ પ્રભાકરણ જિવિત છે, ઠીક છે અને યોગ્ય સમય પર દુનિયાની સામે આવશે. નેદુમારને કહ્યું કે તે પ્રભાકરણના પરિવારના સંપર્કમાં પણ રહી ચૂક્યા છે. પ્રભાકરણ જીવિત હોવાના ખુલાસા પાછળ બધાની મંજૂરી છે.

તમિલોને કરી અપીલ

નેદુમારને કહ્યું કે આંતરરાષ્ટ્રીય હાલાત અને શ્રીલંકામાં રાજપક્ષે સરકાર સામે સિંહલિયોના તાકાતવર વિદ્રોહના કારણે પ્રભાકરણનો દુનિયા સામે આવવાનો આ યોગ્ય સમય છે. તેમણે કહ્યું કે તે જલ્દી તમિલ જાતિની આઝાદી માટે એક યોજનાની જાહેરાત કરવાના છે. નેદુમારને કહ્યું કે તમિલનાડુ સરકાર સહિત દુનિયાના બધા તમિલ લોકોએ મળીને પ્રભાકરણનું સમર્થન કરવું જોઈએ.

આ પણ વાંચો – જ્યારે આર્મી કમાન્ડર ધિલ્લોનનો રાત્રે 2 વાગ્યે ફોન આવ્યો, સવારે 7 વાગ્યે અમિત શાહ સાથે મુલાકાત અને 40 દિવસ પછી ઈતિહાસ રચાયો

હજારોની મોતનો જવાબદાર છે પ્રભાકરણ

રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ચારેય તરફ શ્રીલંકાની સેનાથી ઘેરાઇ ગયા પછી 300 લિટ્ટે સમર્થકો સાથે પ્રભાકરણે આત્મહત્યા કરી લીધી હતી. ઘણા અન્ય રિપોર્ટ્સમાં શ્રીલંકાની સેનાના હુમલામાં માર્યા ગયાની વાત પણ સામે આવી હતી. શ્રીલંકાની સેનાએ 21 મે 2009ના રોજ દાવો કર્યો હતો કે LTTEના સંસ્થાપક નેતા વેલુપિલ્લઇ પ્રભાકરણને મોતને ઘાટ ઉતાર્યો હતો. શ્રીલંકાના તમિલ બહુલ વસ્તી વાળા જાફના વિસ્તારને આ સાથે લિટ્ટના આતંકથી આઝાદ થયાની જાહેરાત કરી હતી.

પ્રભાકરણના મોત પછી લિટ્ટેએ માની લીધી હતી હાર

લિટ્ટેએ પ્રભાકરણના મોત પછી પોતાની હાર માનતા સશસ્ત્ર સંઘર્ષને રોકવાની જાહેરાત કરી હતી. લિટ્ટે પ્રમુખ પ્રભાકરણ એક રાષ્ટ્ર અધ્યક્ષ અને એક પૂર્વ પ્રધાનમંત્રીની હત્યા, શ્રીલંકાના અન્ય એક રાષ્ટ્રપતિની હત્યાનો પ્રયત્ન, સેંકડો રાજનેતાઓની હત્યા, ઘણા ફિદાયીન હુમલા, હજારો સૈનિકો સહિત સામાન્ય લોકોની હત્યા માટે ઘણા દેશોમાં કુખ્યાત છે.

Web Title: Ltte leader prabhakaran alive and safe claims tamil nationalist movement leader nedumaran

Best of Express