Wajid Ali Shah: લખનઉના નવાબ વાજીદ અલી શાહને હતી 365 બેગમ, એક જ દિવસમાં 27 પત્નીને આપ્યા હતા તલાક, જાણો કેમ

Lucknow Nawab Nawab Wajid Ali Shah: અંગ્રેજોએ લખનઉના છેલ્લા વાજીદ અલી શાહને ગાદી પરથી હટાવી કલકત્તા મોકલી દીધા હતા. આ સાથે બ્રિટિશ હુકુમત તેમને વાર્ષિક 12 લાખ પેન્શન ચૂકવતી હતી

August 01, 2023 18:26 IST
Wajid Ali Shah: લખનઉના નવાબ વાજીદ અલી શાહને હતી 365 બેગમ, એક જ દિવસમાં 27 પત્નીને આપ્યા હતા તલાક, જાણો કેમ
લખનઉના છેલ્લા નવાબ વાજીદ અલી શાહ (photo: lucknow.nic.in)

(યશી) Lucknow Nawab Wajid Ali Shah Life Style and 365 wives: લખનઉના છેલ્લા નવાબ વાજીદ અલી શાહ તેમના નવાબી શોખ માટે બહુ પ્રખ્યાત હતા. લખનઉના છેલ્લા નવાબ વાજીદ અલી શાહને જ્યારે અંગ્રેજોએ સત્તા પરથી હટાવ્યા ત્યારે તેમણે બ્રિટન જઈને રાણી વિક્ટોરિયા સમક્ષ આજીજી કરવાનો નિર્ણય કર્યો. નવાબે વિચાર્યું કે રાણી પોતે શાહી પરિવારની છે, તેથી તેમને સમજી શકશે. નવાબ વાજીદ અલી શાહ તેમની માતા મલિકા કિશ્વર બહાદુર ફખર-ઉઝ-જમાની ઉર્ફે જનાબ-એ-આલિયા, ભાઈ સિકંદર હસમત, નજીકના મંત્રીઓ અને સંબંધીઓ સાથે ઈંગ્લેન્ડ જવા માટે કલકત્તા પહોંચ્યા હતા.

કલકત્તા પહોંચતા જ નવાબનું મન બદલાઈ ગયું

ઈતિહાસકાર રુદ્રાંગશુ મુખર્જી લખે છે કે, ગાદી પરથી હટાવ્યા બાદ નવાબ વાજિદ અલી શાહ ખૂબ જ દુખી હતા. કલકત્તા જતા રસ્તામાં તેમણે “બાબુલ મોરા નૈહર છૂટો જાય…” ગીત લખ્યું હતું. નવાબ જ્યારે કલકત્તા પહોંચ્યા ત્યારે તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. તેમની એક બેગમ તેમના પુત્ર સાથે ઈંગ્લેન્ડ જવા રવાના થઈ.

રોયલ કલેક્શન ટ્રસ્ટ તરફથી ફોટો અને કૅપ્શન: 'આ પેઇન્ટિંગમાં, નવાબ તેમના સંગીતકારો સાથે જોડાયા અને સૌથી નિમ્ન કક્ષાના સંગીત વાદ્ય તબલા વગાડવા માટે સિંહાસન પરથી ઉભા થઇ ગયા. </p></p><amp-embed width=100 height=100
				type=taboola
				layout=responsive
				data-publisher='indianexpress-gujaratiindianexpress'
				data-mode='organic-thumbnails-mid-personalisation-amp'
				data-placement='Mid Article Personalisation 1x3 AMP'
				data-target_type='mix'
				data-article='auto'
				data-url=''>
				</amp-embed><p>
રોયલ કલેક્શન ટ્રસ્ટ તરફથી ફોટો અને કૅપ્શન: ‘આ પેઇન્ટિંગમાં, નવાબ તેમના સંગીતકારો સાથે જોડાયા અને સૌથી નિમ્ન કક્ષાના સંગીત વાદ્ય તબલા વગાડવા માટે સિંહાસન પરથી ઉભા થઇ ગયા.

બ્રિટિશ સરકારને ખબર હતી કે નવાબ વાજીદ અલી શાહને સત્તા પરથી હટાવી દેવામાં આવ્યા છે પરંતુ લખનઉ અને આસપાસના વિસ્તારોમાં તેમની ઠાક અકબંધ હતો. આનું ઉદાહરણ 1857ની ક્રાંતિમાં જોવા મળ્યું હતું. 1857ની ક્રાંતિની આગ જ્યારે અવધ સુધી પહોંચી ત્યારે અંગ્રેજ સરકારને લાગ્યું કે નવાબ વાજીદ અલી શાહનો તેમાં હાથ હોઈ શકે છે. નવાબને કેદ કરવામાં આવ્યો અને તેને ફોર્ટ વિલિયમ મોકલવામાં આવ્યો, જ્યાં તે લગભગ બે વર્ષ રહ્યા.

1857ની ક્રાંતિ અને જેલમાંથી છૂટ્યા બાદ બંગલો નંબર-11 મળ્યો

નવાબ વાજીદ અલી શાહને ફોર્ટ વિલિયમમાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે અંગ્રેજોએ તેમને કલકત્તા શહેરથી દૂર હુગલી પાસેના મટિયાબુર્જમાં રહેવા માટે જગ્યા આપી. આ સાથે દર મહિને એક લાખ રૂપિયાનું પેન્શન પણ બાંધવામાં આવ્યું હતું. નવાબને જે બંગલો નંબર 11 મળ્યો હતો તે એક સમયે કલકત્તાના મુખ્ય ન્યાયાધીશ સર લોરેન્સ પીલ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો અને પાછળથી બર્દવાનના રાજા ચાંદ મહેતાબ બહાદુરને સોંપવામાં આવ્યો હતો.

ઇમામબારા સિબતનાબાદ, જેનું નિર્માણ વાજીદ અલી શાહ દ્વારા કરવામાં આવ્યુ હતુ. (તસવીરઃ સુદીપ્તા મિત્રા)</p></p><p>
ઇમામબારા સિબતનાબાદ, જેનું નિર્માણ વાજીદ અલી શાહ દ્વારા કરવામાં આવ્યુ હતુ. (તસવીરઃ સુદીપ્તા મિત્રા)

લખનઉના નવાબ વાજીદ અલી શાહને હતી 365 પત્નીઓ

ઈતિહાસકાર રોઝી લેવેલીન-જોન્સ તેમના પુસ્તક ધ લાસ્ટ કિંગ ઈન ઈન્ડિયાઃ વાજીદ અલી શાહમાં લખે છે કે નવાબે કેટલાય કિલોમીટરમાં ફેલાયેલા આ વિશાળ બંગલાને સુલતાન ખાના નામ આપ્યું હતું અને અંદર એક ખાનગી મસ્જિદ પણ બનાવી હતી. નવાબ વાજીદ અલી શાહ લખનઉથી આવ્યા ત્યારે તેમની 365 પત્નીઓ, બાળકો, મંત્રીઓ, રસોઈયા, કુલીઓ, રક્ષકો અને નોકરો પણ તેમની સાથે કલકત્તા આવ્યા હતા.

વાજીદ અલી શાહ અને તેમની પત્નીઓ કાર્યક્રમને નિહાળી રહ્યા છે. (તસવીરઃ રોયલ કલેક્શન ટ્રસ્ટ)
વાજીદ અલી શાહ અને તેમની પત્નીઓ કાર્યક્રમને નિહાળી રહ્યા છે. (તસવીરઃ રોયલ કલેક્શન ટ્રસ્ટ)

વાજીક અલી શાહે એક સાથે 27 પત્નીઓને આપ્યા તલાક

ભલે અંગ્રેજો નવાબ વાજીદ અલી શાહને મહિને એક લાખ રૂપિયાનું ભથ્થું આપતા, પરંતુ તેનાથી તેમની જરૂરિયાતો માંડ માંડ પુરી થતી હતી. આ દરમિયાન, નવાબની એક બેગમ માશુક મહેલના પુત્રએ અંગ્રેજોને ફરિયાદ કરી કે નવાબે તેની માતાને તેના જીવનનિર્વાહ માટે પૂરતા પૈસા આપ્યા નથી. અંગ્રેજી સરકારે નવાબને માશુક મહેલના ભથ્થામાં મહિને 2500નો વધારો કરવાનો આદેશ આપ્યો.

The Life and Times of the Nawabs of Lucknow પુસ્તકના લેખક રવિ ભટ્ટ લખે છે કે, વાજીદ અલી શાહ અંગ્રેજોના આ આદેશથી બહુ ખોટુ લાગ્યું અને 31 જુલાઈ, 1878ના રોજ તેમણે માશુક મહેલ સહિત તેમની 27 પત્નીઓને એક જ દિવસે તલાક આપી દીધા હતા. અંગ્રેજોને કહ્યું કે તેમની સ્થિતિ સારી નથી અને તેમનો ખર્ચ ઉઠાવવામાં સક્ષમ નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ