Store Keeper Unauthorized Property bhopal MP : મધ્યપ્રદેશના ભોપાલમાં લોકાયુક્તની ટીમે મંગળવારે અપ્રમાણસર સંપત્તિના કેસમાં કાર્યવાહી કરતી વખતે એક નિવૃત્ત સ્ટોર કીપરના ઘરે દરોડા પાડ્યા હતા. જે બાદ બહાર આવ્યું કે નિવૃત્ત સ્ટોર કીપર 10 કરોડથી વધુની સંપત્તિનો માલિક છે. ફરિયાદ બાદ લોકાયુક્તની ટીમે ભોપાલ અને વિદિશા જિલ્લામાં સ્ટોર કીપરના અલગ-અલગ ઘરો પર દરોડા પાડ્યા હતા.
આટલા પૈસા ક્યાંથી આવ્યા? ભ્રષ્ટાચારનો કેસ દાખલ
લોકાયુક્તની કાર્યવાહી બાદ એસપી મનુ વ્યાસે કહ્યું કે જે વ્યક્તિ પર કાર્યવાહી કરવામાં આવી છે તે એક સામાન્ય નાગરિક છે અને તેની સામે અપ્રમાણસર સંપત્તિની ફરિયાદ સામે આવી છે.
મનુ વ્યાસે જણાવ્યું હતું કે, “અશફાક અલી રહેવાસી લાતેરી, જે અગાઉ જિલ્લા હોસ્પિટલ રાજાગઢમાં સ્ટોર કીપર હતા. અમને તેમની સામે અપ્રમાણસર સંપત્તિની ફરિયાદ મળી હતી અને તપાસ બાદ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ત્યારપછીની તપાસમાં અલીની પત્ની, પુત્ર અને પુત્રીના નામે ઓછામાં ઓછી 16 સ્થાવર મિલકતોની ખરીદી સાથે સંબંધિત દસ્તાવેજો મળ્યા છે. એસપીએ કહ્યું કે, મંગળવારે સવારે ભોપાલમાં અલીના પરિસરમાં અને વિદિશા જિલ્લાને અડીને આવેલા લાતેરી વિસ્તારમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું.
અલીના ભોપાલના ઘરેથી મોટી રકમની રોકડ જપ્ત થવાને કારણે સર્ચ ટીમને રોકડ ગણવા માટે નોટ ગણવાનું મશીન લાવવું પડ્યું હતું.
ભોપાલ અને લાતેરીમાં શોધખોળમાં 21 લાખ રૂપિયાની રોકડ અને 42 લાખ રૂપિયાની કિંમતના ઘરેણાં, લાતેરીમાં ચાર બિલ્ડીંગ, જેમાં 14,000 ચોરસ ફૂટમાં બનેલ શોપિંગ કોમ્પ્લેક્સ અને એક એકરમાં 2500 ચોરસ ફૂટમાં બનેલ એક ભવ્ય મકાનનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, અશફાક અલીનો પગાર 45 હજાર હતો. આવી સ્થિતિમાં શંકા વધુ ઊંડી જાય છે. જો કે આ મામલે તપાસ ચાલી રહી છે.





