MP Congress Politics : મધ્યપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે એ હાર બાદ કોંગ્રેસે જીતુ પટવારીને પોતાના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે, એટલે કે કમલનાથને બરતરફ કરવામાં આવ્યા છે. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે કોંગ્રેસ કમલનાથનું પદ છીનવી શકે છે. આવા અહેવાલો પહેલા પણ આવ્યા હતા, પરંતુ પછી કમલનાથે પોતે જ તેને નકારી કાઢ્યા હતા.
પરંતુ હવે જાહેરાત કરવામાં આવી છે કે, જીતુ પટવારીને મોટી જવાબદારી મળી છે. તેઓ હવે એમપી કોંગ્રેસના અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે, તેમની દેખરેખ હેઠળ પાર્ટી વધુ વિસ્તરણ કરવાની છે. અત્યાર સુધી, પૂર્વ સીએમ કમલનાથે આ જાહેરાત પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ કોંગ્રેસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની માહિતી આપી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે જીતુ પટવારી કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને તેઓ કમલનાથ સરકાર દરમિયાન મંત્રી પણ હતા.
રાઉ બેઠક પરથી જીતુ પટવારીને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તેમના અનુભવને ધ્યાનમાં લઈને કોંગ્રેસે તેમને આ મોટી જવાબદારી સોંપી છે. પાર્ટીએ છત્તીસગઢમાં વિપક્ષના નેતા તરીકે ચરણદાસ મહંતની પણ પસંદગી કરી છે. દીપક બૈજને પ્રદેશ પ્રમુખ બનાવાયા છે. આ વખતે છત્તીસગઢમાં પણ કોંગ્રેસને ભાજપના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો – BJP Politics : ભાજપે CM પદ માટે નવા નામો કેમ નક્કી કર્યા, લોકસભા ચૂંટણીને લઈને શું છે પ્લાન?
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023માં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપને સૌથી વધારે 48.55 ટકા વોટ શેર મળ્યા હતા. કોંગ્રેસને 40.40 ટકા વોટ શેર મળ્યા છે. આમ બન્ને વચ્ચેનો તફાવત લગભગ 8 ટકા છે. બીએસપીને 3.40 ટકા વોટ શેર મળ્યા છે. મધ્ય પ્રદેશની 230 વિધાનસભામાં સીટોમાંથી ભાજપે 166 બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસે 66 સીટ પર જીત મેળવી છે. ભારત આદીવાસી પાર્ટીએ 1 સીટ પર જીત મળી છે.





