કમલનાથ ભાજપમાં જોડાશે? પુત્ર નકુલનાથે બાયોમાંથી ‘કોંગ્રેસ’ કાઢ્યું, દિગ્વિજય સિંહે કહ્યું – આવું ન થઈ શકે

મધ્ય પ્રદેશનું રાજકારણ ગરમ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ કમલનાથ ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્.ું આવું ન બની શકે.

Written by Kiran Mehta
Updated : February 17, 2024 15:36 IST
કમલનાથ ભાજપમાં જોડાશે? પુત્ર નકુલનાથે બાયોમાંથી ‘કોંગ્રેસ’ કાઢ્યું, દિગ્વિજય સિંહે કહ્યું – આવું ન થઈ શકે
કમલનાથ ભાજપમાં જોડાઈ શકે છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. આવી અટકળો ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. મધ્ય પ્રદેશ બીજેપી ચીફ વીડી શર્માએ એક દિવસ પહેલા જ દાવો કર્યો હતો કે, કમલનાથ કોંગ્રેસથી નારાજ છે. આ દરમિયાન મીડિયાને સમાચાર મળ્યા કે, તેમનો દિલ્હી આવવાનો કાર્યક્રમ છે અને તેમના પુત્ર નકુલ નાથે સોશિયલ મીડિયા પરના તેમના બાયોમાંથી કોંગ્રેસ હટાવી દીધુ છે, આનાથી ચર્ચાને વધુ વેગ મળ્યો છે.

હાલમાં કમલનાથ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કમલનાથ આજે મોડી સાંજે નવી દિલ્હીમાં જશે અને અહીં જ તેઓ કોઈ પ્રકારનું પગલું ભરી શકે છે. જો કે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું છે કે, આ માત્ર અફવા છે અને કમલનાથ ક્યારેય આવું પગલું ન ભરી શકે.

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું, “કમલનાથ છિંદવાડામાં છે

દિગ્વિજયસિંહે કહ્યું કે, કમલનાથસાથે ગઈ રાત્રે વાત કરી હતી, તે છિંદવાડામાં છે. નહેરુ-ગાંધી પરિવાર સાથે તેમની રાજકીય કારકિર્દી શરૂ કરનાર વ્યક્તિ એવા સમયે તેમની પડખે ઊભા હતા, જ્યારે સમગ્ર જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર ઈન્દિરા ગાંધીને જેલમાં મોકલી રહી હતી. તમે કેવી રીતે આશા રાખી શકો કે, તેઓ સોનિયા ગાંધીના પરિવારને છોડી દેશે.

ભાજપના નેતાની પોસ્ટ- જય શ્રી રામ

બીજી તરફ મધ્યપ્રદેશ ભાજપના પ્રવક્તા અને કમલનાથના પૂર્વ મીડિયા સલાહકાર નરેન્દ્ર સલુજાએ કમલનાથ-નકુલ નાથનો ફોટો પોસ્ટ કરતી વખતે ‘જય શ્રી રામ’ લખ્યું છે, જેના પછી અટકળોનું બજાર ગરમ છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ ટૂંક સમયમાં આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે, પરંતુ તે પહેલા તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે. જ્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કાઢી રહ્યા છે. તે જ સમયે, કેન્દ્રમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષમાં કરેલા કાર્યોને લોકો વચ્ચે લઈ જઈ રહી છે. એટલું જ નહીં, મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી લોકસભામાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો છે.

જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપ અને શિવસેનામાં જોડાયા હતા, બિહારમાં બિહારના સીએમ નીતિશ કુમાર કે જેઓ ભારત ગઠબંધનના સહયોગી હતા તેઓ ફરી એકવાર એનડીએમાં જોડાયા હતા, જ્યારે ઉત્તર પ્રદેશના જયંત ચૌધરી પણ એનડીએમાં જોડાયા હતા. ભારત ગઠબંધન છોડીને એનડીએમાં સામેલ થવાના છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ સાથે જયંતની સીટની ફોર્મ્યુલા પણ લગભગ નક્કી થઈ ગઈ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ