Maharashtra Cabinet Expansion: મહારાષ્ટ્રમાં આગામી અઠવાડીએ એકનાથ શિંદે સરકારના કેબિનેટનું વિસ્તરણ થશે. આ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. આ કેબિનેટ વિસ્તરણમાં શિંદે કેમ્પના આઠ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે. 9 ઓગસ્ટ, 2022ના રોજ એકનાથ શિંદેના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં 18 ધારાસભ્યોએ શપથ લેવડાવ્યા હતા. જેમાંથી નવ મંત્રી ભાજપના અને નવ મંત્રી શિંદે જૂથના છે. એકનાથ શિંદેએ 30 જૂને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર કેબિનેટમાં અત્યારે કોણ કોણ છે : ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર, ગિરીશ મહાજન, રાધાકૃષ્ણ વિખે પાટીલ, સુરેશ ખાડે, અતુલ સેવ, રવિન્દ્રવિન ચવ્હાણ, મંગલ લોઢા, વિજય કુમાર ગાવિત ભાજપના મંત્રીઓ છે. જ્યારે શિવસેનામાં શિંદે કેમ્પમાંથી સંદિપન ભુમરે, ઉદય સામંત, દાદા ભુસે, શંભુરાજ દેસાઈ, ગુલાબરાવ પાટીલ, સંજય રાઠોડ, તાનાજી સાવંત, દીપક કેસરકર અને અબ્દુલ સત્તાર છે.
મહારાષ્ટ્રમાં ભાજપ કાર્યકારિણીની બેઠક
મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલેએ ગુરુવારે કહ્યું છે કે, ભાજપે મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં 51 ટકા વોટ શેર મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. બાવનકુલેએ ભાજપ પ્રદેશ કાર્યકારિણીની બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. બાવનકુળેએ કહ્યું કે, તમામ નેતાઓ અને પાર્ટી કાર્યકર્તાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ભાગ લીધો હતો.
વિધાનસભામાં 200થી વધુ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક
બાવનકુલેએ કહ્યું કે, બેઠક દરમિયાન અમે મહારાષ્ટ્રમાં 51 ટકા વોટ શેર મેળવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું કે, મને આશા છે કે આ બેઠક બાદ અમારા નેતાઓ અને પાર્ટી કાર્યકર્તાઓ આગામી લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની તૈયારી માટે નવી ઉર્જા સાથે ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. અમે 288 વિધાનસભા બેઠકોમાંથી 51 ટકા વોટ શેર અને 200થી વધુ બેઠકો મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે.
આ પણ વાંચો – રાજસ્થાન ચૂંટણી 2023 : અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ખેંચતાણ ચાલુ, ભાજપને આપદામાં દેખાઈ રહ્યો અવસર
રાજ્ય ભાજપના વડાએ કહ્યું કે, ભાજપ અને શિવસેના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં તમામ 48 લોકસભા બેઠકો અને 288 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, અમારી લડાઈ કોંગ્રેસ, એનસીપી અને ઉદ્ધવ જૂથ સામે છે. અમે મહાવિજય 2024 મિશન હેઠળ રાજ્યમાં 51 ટકા વોટ શેરનું લક્ષ્ય નક્કી કર્યું છે. અમે ઘર ચલો સંપર્ક અભિયાન દ્વારા મતદારો સુધી પહોંચીશું.