Maharashtra’s Fire breaks out At Chhatrapati Sambhajinagar : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક ફેક્ટરીમાં આગ લાગવાની ગંભીર ઘટના બની છે. આ આગમાં દાઝી જવાથી છ લોકોના મોત થયા હતા. સંભાજીનગરમાં મોજા બનાવતી ફેક્ટરીમાં લાગી હતી. આગ લાગવાની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે કમનસીબે આગથી દાઝી જતા 6 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ફેક્ટરીમાં રાત્રે આગ લાગી, દાઝી જતા 6 લોકોના મોત
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના વલુજ MIDC વિસ્તારમાં એક કારખાનામાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર હાજર છે. વલુજ MIDCમાં હેન્ડ ગ્લોવ્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં આગ વિશે ફાયર ઓફિસર મોહન મુંગસેએ જણાવ્યું હતું કે, “અમને સવારે 2.15 વાગ્યે કોલ આવ્યો હતો. અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આખી ફેક્ટરીમાં આગ લાગી હતી. સ્થાનિક લોકોએ અમને જણાવ્યું કે અંદર છ લોકો ફસાયા છે. છ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.”
ફેક્ટરીમાં 15થી 16 લોકો હતા
કામદારોએ જણાવ્યું કે જ્યારે આગ લાગી ત્યારે ફેક્ટરી બંધ હતી અને કેટલાક કામદારો અંદર સૂઈ રહ્યા હતા. એક કર્મચારીએ જણાવ્યું કે જ્યારે આગ લાગી ત્યારે બિલ્ડિંગની અંદર 10-15 કર્મચારીઓ સૂતા હતા. કેટલાક લોકો ભાગવામાં સફળ રહ્યા હતા પરંતુ ઓછામાં ઓછા 6 અંદર ફસાયા હતા.





