ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ રવિવારે એક દાવો કર્યો હતો. જેમાં પાર્ટીના 40 બાગી ધારાસભ્યમાંથી 22 ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેવો દાવો કર્યો છે. આ સાથે શિવસેનાના મુખપત્ર સામનામાં ડેપ્યૂટી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા હતા તેમજ CM એકનાથ શિંદ પર વાર કર્યો હતો. તો સામનાના સાપ્તાહિક કોલમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ પર પણ નિશાન સાધ્યું હતું.
સામનાના સાપ્તાહિક કોલમમાં ભગત સિંહ કોશ્યારી પર તેના કાર્યોને લઇ આરોપ લગાવવામાં આવ્યો છે. ભગત સિંહ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, જ્યારે મહારાષ્ટ્રમાં સૂખા આવ્યું હતું ત્યારે તેમણે કોઇ જવબાદારી નિભાવી નથી. આ સાથે શિવસેનાને દાવો કર્યો છે કે, એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવા એ ભાજપ દ્વારા કામ ચલાઉ વ્યવસ્થા છે. જેને ભાજપ બદલી નાંખશે.
આ ઉપરાંત સામનાના કોલમમાં એ પણ દાવો કરાયો છે કે, હવે એલોકો ખુબ સારી રીતે સમજી ગયા છે કે શિંદે પાસેથી ગમે તે ક્ષણ ખુરશી અને પદ બંને છીનવી લેવામાં આવશે. સમગ્ર મામલા પરથી લાગી રહ્યું છે કે ઉદ્ઘવ સરકાર પાસેથી મહારાષ્ટ્રની સત્તા છીનવી પોતાની પાસે રાખવા માટે કાવતરું ધડવામાં આવ્યું હતું.
સામનામાં એકનાથ શિંદે પર પ્રહાર કર્યા છે કે, “મહારાષ્ટ્રની ગ્રામ પંચાયત અને સરપંચ ચૂંટણીમાં શિંદે જૂથની સફળતાનો દાવો ખોટો છે. શિંદે જૂથના ઓછામાં ઓછા 22 ધારાસભ્યો નારાજ છે. જેને લઇને સ્પષ્ટ છે કે આમાંથી મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં જોડાશે.” કોલમમાં વધુમાં જણાવ્યું હતું કે એકનાથ શિંદેના કાર્યોથી મહારાષ્ટ્રને ઘણું નુકસાન થયું છે અને રાજ્ય તેમને ક્યારેય માફ નહીં કરે. ઉલ્લેખનીય છે કે, ભાજપ પોતાના ફાયદા માટે શિંદેનો ઉપયોગ કરતું રહેશે.
કૉલમમાં વધુમાં ઉલ્લેખ હતો કે, “મહારાષ્ટ્રના સીએમ તરીકે વિકાસમાં શિંદેનું યોગદાન ઝીરો છે. દેવેન્દ્ર ફડણવીસ જન કલ્યાણના કાર્યોમાં આગળ છે. શિંદેનો દિલ્હીમાં કોઇ પ્રભાવ નથી. ફડણવીસ મંગળવારે દિલ્હીની મુલાકાતે ગયા હતા. જે અંતર્ગત તેમણે મુંબઇને સ્લમ બહાર કાઢવા માટે મહત્વકાંક્ષી રણનીતિ હેછળ ધારાવી પુર્નવિકાસ પરિયોજના માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી રેલવેની જામીન માટે રેલ મંત્રાલયને પ્રસ્તાવ રજૂ કર્યો હતો. રેલવે મંત્રાલયે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી.
આ પણ વાંચો: અયોધ્યામાં સરયૂ કિનારે ભવ્ય દીપોત્સવ, પીએમ મોદીએ રામલલાના દર્શન કર્યા
દિલ્હીમાં શિંદેનો કોઈ પ્રભાવ નથી. ફડણવીસ મંગળવારે દિલ્હી ગયા હતા અને મુંબઈને ઝૂંપડપટ્ટીમાંથી બહાર લાવવાની મહત્ત્વાકાંક્ષી વ્યૂહરચના હેઠળ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર સરકાર માટે રેલવેની જમીન માટે રેલવે મંત્રાલય પાસેથી મંજૂરી મેળવી હતી.
સામનામાં દેવેન્દ્ર ફડણવીસના ભરી ભરીને વખાણ કરવામાં આવ્યાં હતા. જેમાં ધારાવી પુર્નવિકાસનો સમગ્ર શ્રેય ફડણવીસને જાય છે. રાજ્યના મુખ્યમંત્રીની આ મહત્વપૂર્ણ પરિયોજનાની ઘોષણામાં ક્યાંય સામેલ નથી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે 30 જૂન 2022 સુધી રાજનીતિક અને સામાજીક મુદ્દો પર આંદોલન સંબંઘિત તમામ ફોજદારી કેસોમે પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.
આ વચ્ચે એવી અટકળો લગાવાય રહી છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણ સહિત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોની ભાજપમાં એન્ટ્રીની શક્યતા છે. જોકે આ અંગે કોંગ્રેસને સવાલ કરતા તેમણે આ વાતને નકારતા કહ્યું હતું કે, આ એક માત્ર નિરાર્ધાર અફવા છે.