Maratha Reservation : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મરાઠા અનામતનો વિવાદ હવે ઠંડો પડી શકે છે. મરાઠા અનામતના નેતા મનોજ જરાંગેએ 9 દિવસ બાદ ઉપવાસ સમેટી લીધા છે. તેમના તરફથી તેમણે સરકારને બે મહિનાનું અલ્ટીમેટમ પણ આપ્યું છે. જો બે મહિના સુધી અનામતનો નિર્ણય નહીં લેવાય તો ફરી એક વખત ભૂખ હડતાળ શરૂ કરી શકાશે.
મરાઠા અનામતની માંગનું શું થયું?
મનોજ જરાંગેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે રાજ્ય સરકારે અમારી પાસે સમય માંગ્યો હતો. જ્યારે મેં 40 વર્ષ સુધી રાહ જોઈ ત્યારે થોડો વધુ સમય રાહ જોઈએ. પરંતુ હું સ્પષ્ટ કરી દઉં કે આ અનામત અટકશે નહીં, જે સમય તમને આપવામાં આવી રહ્યો છે તે આ છેલ્લી વાર છે. આ સમયે ઘણા લોકો સામે FIRનો વિવાદ પણ ચાલી રહ્યો છે, કેસ પાછા ખેંચવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જરાંગેએ આ વિશે કહ્યું છે કે સરકારે બે દિવસનો સમય માંગ્યો છે, તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવશે.
સોમવારે મરાઠા આંદોલનકારીઓએ રાજ્યના બીડ જિલ્લામાં એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસસ્થાન પર હુમલો કરીને તેને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન ઘરમાં ધારાસભ્ય સહિત તેમનો પરિવાર અને સ્ટાફ હાજર હતો. જોકે તેમને કોઇ પહોંચી નથી પણ સંપત્તિને ભારે નુકસાન થયું હતું. અહીં એ સમજવું જરૂરી છે કે રાજ્યમાં મરાઠા અનામતની માંગ ઘણી જૂની છે. તેને લઇને લોકો અનેક વખત રસ્તા પર ઉતરી આવ્યા છે.
આ પણ વાંચો – નીતિશ કુમારે કહ્યું – I.N.D.I.A. ગઠબંધનમાં નથી થઇ રહ્યું કામ, કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત છે
જૂની છે અનામતની માંગ
ગત સપ્ટેમ્બરમાં જાલનામાં આંદોલનકારીઓ પર થયેલા લાઠીચાર્જ બાદ કાર્યકરોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ હિંસામાં 42 પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અનેક બસોને આગ ચાંપી તોડફોડ કરવામાં આવી હતી. જોકે આ પહેલીવાર નથી જ્યારે મહારાષ્ટ્રમાં અનામતને લઇને આટલો હિંસક વિરોધ થયો હોય. ઘણા વર્ષોથી અનેક પાર્ટીઓ આ મુદ્દો ઉઠાવીને પોતાની રાજનીતિને પ્રોત્સાહન આપી રહી છે. એ અલગ વાત છે કે કાનૂની વિવાદોને કારણે એ અનામતને ક્યારેય મંજૂર કરી શકાતી નથી.





