આલોક દેશપાંડે : મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીએ પાંચમાંથી ત્રણ બેઠકો પર કબજો કર્યો છે. આ પરિણામથી માનવામાં આવે છે કે જૂની પેન્શન સ્કિમને લઇને મહાવિકાસ અઘાડી જે રીતે સમર્થનમાં ઉતર્યું હતું તેને તેનો લાભ મળ્યો છે. જ્યારે સત્તા પક્ષને ઓપીએસને લાગુ ના કરવાના ઇરાદાથી નુકસાન પહોંચાડ્યું છે.
ઓપીએસ પર ઘોષણા નુકસાનદાયક સાબિત થઇ
મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અને ભાજપા નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની વિધાનસભામાં આ સ્કીમને પાછી નહીં લાવવાની જાહેરાત કરી હતી. જે સત્તા પક્ષ માટે મોંઘી સાબિત થઇ છે. રાજ્યમાં અસંતોષ જોતા મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ બન્નેએ પહેલાની વાતમાં ફેરફાર કર્યો છે અને આશ્વાસન આપ્યું છે કે સરકારનો વિચાર ઓપીએસને લઇને નકારાત્મક નથી. જોકે સત્તા પક્ષના વલણમાં ભલે ફેરફાર આવ્યો હોય પણ ભાજપના ઉમેદવારો માટે ઘણું મોડુ થઇ ગયું હતું.
મતદાતા પેન્શનના મુદ્દાથી નાખુશ
પરિણામને લઇને મહારાષ્ટ્ર ભાજપા પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે સ્વીકાર કર્યો કે હા, એ સાચું છે કે 90 ટકા મતદાતા પેન્શનના મુદ્દાથી નાખુશ હતા. જોકે એ પણ જોવું જોઇએ કે 2005માં કોંગ્રેસ અને એનસીપીની સરકાર હતી જેમણે ઓપીએસને પરત લઇ લીધું હતું. આ અમારી સરકારની ભૂલ ન હતી. અમે તે કારણો પર આત્મનિરીક્ષણ કરીશું જેમના કારણે અમારે પરાજયનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો – મહારાષ્ટ્ર પેટા ચૂંટણી : બે સીટો અને ત્રણ દાવેદાર, શિવસેના, કોંગ્રેસ અને NCP વચ્ચે તણાવ વધશે
ભાજપના અન્ય એક મંત્રી સુધીર મુનગંટીવારે કોંગ્રેસ-એનસીપી પર આરોપ લગાવતા કહ્યું કે જો મતદાના નવી પેન્શન યોજનાથી નાખુશ છે તો તેમણે બીજેપી વિરુદ્ધ નહીં, કોંગ્રેસ-એનસીપી ઉમેદવારોની વિરુદ્ધ મતદાન કરવું જોઈતું હતું.
હાલમાં વિધાનસભાના સમાપ્ત થયેલા શીતકાલીન સત્રમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે સરકાર ઓપીએસને પાછી લાવશે નહીં. તેને લાગુ કરવાથી સરકારી ખજાના પર 1.10 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. ગુરુવારે પરિણામ આવવાના શરુ થયા તો મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ તકનો ફાયદો ઉઠાવતા કહ્યું કે રાહુલ ગાંધીએ ઓપીએસને પરત લાવવાનો વાયદો કર્યો હતો અને મતદાતા સમજે છે કે ફક્ત કોંગ્રેસ જ તેને લાગુ કરી શકે છે.
કઇ સીટો પર થઇ હતી ચૂંટણી
મહારાષ્ટ્રમાં જે એમએલસી સીટો પર ચૂંટણી થઇ હતી તેમાં નાસિક, નાગપુર, ઔરંગાબાદ, કોંકણ અને અમરાવતી સામેલ છે. જેમાં નાગપુર મંડલ શિક્ષક સીટ પર મહાવિકાસ અઘાડીના ઉમેદવાર સુધાકર અડબાલેએ જીત મેળવી હતી. નાસિકથી અપક્ષ ઉમેદવાર સત્યજીત તામ્બે અને ઔરંગાબાદથી એનસીપીના વિક્રમ કાલેએ જીત મેળવી હતી. કોંકણ સીટ પર ભાજપે જીત મેળવી હતી.