Maharashtra Politics : કાકા-ભત્રીજાની લડાઈ ઉકેલાશે? શરદ અને અજિત પવાર વચ્ચે એક કલાક ‘ગુપ્ત બેઠક’ ચાલી

Ajit Pawar Sharad Pawar meeting : અજિત પવાર અને શરદ પવાર વચ્ચે પુણેના ઉદ્યોગપતિ અતુલ ચોરડિયાના બંગલામાં એક કલાક બેઠક થઈ, જેને પગલે મહારાષ્ટ્રના રાજકારણ (Maharashtra Politics) માં અનેક અટકલો શરૂ થઈ.

Written by Kiran Mehta
August 12, 2023 22:08 IST
Maharashtra Politics : કાકા-ભત્રીજાની લડાઈ ઉકેલાશે? શરદ અને અજિત પવાર વચ્ચે એક કલાક ‘ગુપ્ત બેઠક’ ચાલી
શરદ અને અજિત પવાર વચ્ચે બેઠક

Maharashtra Politics : NCPમાં વિભાજન બાદ શરદ પવાર અને અજિત પવાર વચ્ચે બીજી મોટી બેઠક થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મુલાકાત પુણેમાં બંને વચ્ચે થઈ હતી, શું ચર્ચા થઈ હતી તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ કાકા-ભત્રીજા બંનેની અચાનક મુલાકાતથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં અટકળોને વેગ મળ્યો છે.

આ ગુપ્ત બેઠક પુણેના ઉદ્યોગપતિ અતુલ ચોરડિયાના બંગલામાં બંને નેતાઓ વચ્ચે થઈ હોવાનું જાણવા મળ્યું છે. વાસ્તવમાં અજિત એક પુલનું ઉદ્ઘાટન કરવા માટે પુણે આવ્યા હતા, જ્યારે શરદ પવાર પણ અન્ય કોઈ કામ માટે ત્યાં હાજર હતા. આ પછી બંને નેતાઓ બિઝનેસમેન અતુલ ચોરડિયાના બંગલે મળ્યા હતા. અહેવાલ છે કે, અજીત સાથે તેના જૂથના કેટલાક અન્ય સભ્યો પણ હાજર હતા. શું ચર્ચા થઈ તે સ્પષ્ટ નથી, પરંતુ તેનું રાજકીય મહત્વ મોટું હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચોIndian Code of Justice Bill 2023 : કલમ 302 હત્યા… 420 છેતરપિંડી, આ બધું બદલાશે, જાણો સરકારના નવા બિલમાં ઈરાદો શું છે

મોટી વાત એ છે કે, આ પહેલા પણ કાકા-ભત્રીજા વચ્ચે આવી જ મુલાકાત થઈ ચૂકી છે. NCP ચીફને મનાવવાના પ્રયાસો અનેક પ્રસંગોએ જોવા મળ્યા છે. હવે એ જ એપિસોડમાં થયેલી આ બેઠકને પણ અજીતના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. પરંતુ આ પ્રયાસો વચ્ચે શરદ પવારે હજુ સુધી પોતાના રાજકીય પત્તા ખોલ્યા નથી. તે સ્પષ્ટ નથી કે, તે પોતાના ભત્રીજા સાથે જશે કે પછી પોતાની પાર્ટી માટે નવી લડાઈ લડશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ