scorecardresearch

રાજકારણમાં કાકા-ભત્રીજાની લડાઈ જૂની છે, ક્યાંક અજીત પવાર સાથે ન ખેલાઈ જાય ‘રાજ ઠાકરે’ જેવો ખેલ

Maharashtra politics : શરદ પવાર (Sharad Pawar) ના રાજીનામાના સમાચાર બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એનસીપી (NCP) માં અજીત પવાર (Ajit Pawar) નું શું રહેશે સ્થાન તેની ચર્ચા ચાલી રહી છે. લોકો શિવસેના (Shivsena) માં વર્ષો પહેલા રાજ ઠાકરે (Raj Thackeray) અને બાલ ઠાકરે (Bal Thackeray) વચ્ચે થયેલા રાજકીય ધમાસણને યાદ કરી રહ્યા છે.

Maharashtra politics
મહારાષ્ટ્રના રાજકારણમાં કાકા-ભત્રીજાની લડાઈ (ફોટો – એક્સપ્રેસ ગ્રાફિક્સ)

સુધાંશુ મહેશ્વરી : મહારાષ્ટ્રના રાજકારણમાં એનસીપી પ્રમુખ શરદ પવારના એક નિવેદનથી મહારાષ્ટ્ર સહિત દેશના રાજકારણમાં તોફાન મચી ગયું છે. પાર્ટીની બેઠકમાં પવારે જાહેરાત કરી છે કે, તેઓ ટૂંક સમયમાં અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપશે. તેમના આ એક નિવેદનથી પાર્ટી જ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. હજુ પણ NCP પ્રમુખની ખુરશી પર શરદ પવાર સિવાય અન્ય કોઈ ચહેરો જોઈ શકતી નથી, તેમ છતાં પવાર વિના NCPની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ શરદ પવાર પોતાના નિર્ણય પર અડગ દેખાઈ રહ્યા છે, આ સ્થિતિમાં પાર્ટીએ ભવિષ્યની રણનીતિ વિશે વિચારવું પડશે.

અજિત પહેલા રમ્યો, શું ફરી કંઈ થવાનું છે?

જો કે, આ સમયે એનસીપીમાં જે સ્થિતિ ચાલી રહી છે, નિષ્ણાતો તેના માટે અજિત પવારને પણ જવાબદાર માને છે. આ તો આ માત્ર મીડિયાની અટકળો રહી, પરંતુ એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અજીત ફરી એકવાર ભાજપ સાથે હાથ મિલાવવા માંગે છે. તેઓ મહારાષ્ટ્રમાં મોટી રાજકીય રમત રમવાની તૈયારી કરી રહ્યા છે. તેમની પાસે NCPના ઘણા ધારાસભ્યોનું સમર્થન છે, જેની સાથે તેઓ ભાજપ સાથે મિત્રતા કરી શકે છે. આ દાવાઓ પર શરદ પવારે મીડિયા સામે ખુલ્લેઆમ કશું કહ્યું ન હતું અને તેમના ભત્રીજા અજિત પવારનો પણ બચાવ કર્યો હતો, પરંતુ પાર્ટીની અંદર હલચલ તેજ હતી. આ કારણથી હવે જ્યારે શરદ પવાર પ્રમુખ પદ છોડવાની વાત કરી રહ્યા છે ત્યારે રાજકીય નિષ્ણાતો તેને કાકા-ભત્રીજા વચ્ચેની ખેંચતાણ સાથે જોડીને જોઈ રહ્યા છે. બાય ધ વે, કાકા-ભત્રીજાની ટગ ઓફ વોર ભારતીય રાજનીતિનો મહત્વનો ભાગ રહી છે.

રાજ ઠાકરેનો ઉલ્લેખ શા માટે જરૂરી છે?

વાસ્તવમાં જ્યારે પણ કાકા-ભત્રીજાની વાત થાય છે, ત્યારે શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરે અને તેમના ભત્રીજા રાજ ઠાકરેનો ઉલ્લેખ કરવો પડે. બાળાસાહેબ ઠાકરે અને રાજ ઠાકરે એક સમયે શિવસેનાનું રાજકારણ એકસાથે સંભાળતા હતા. કોઈ પણ રેલી હોય, મોટી સભા હોય કે નિર્ણયો લેવાના હોય, રાજ ઠાકરેને બાળ ઠાકરેની સૌથી નજીક માનવામાં આવતા હતા. પરંતુ પુત્રમોહ કહો, રાજનીતિ કહો કે બીજું કંઈક, જ્યારે શિવસેનાના આગામી પ્રમુખની પસંદગી કરવાની વાત આવી, અને શિવસેનાની બાગડોર સોંપવાની વાત આવી ત્યારે બાળ ઠાકરેએ તેમના ભત્રીજા રાજ ઠાકરેની અવગણના કરી અને પુત્ર ઉદ્ધવને રાજકારણમાં સક્રિય બનાવ્યા. હવે રાજનીતિની આ કહાની પોતાનામાં જ એક નાટકીય છે.

જ્યારે કાકા-ભત્રીજાનો એક જોવો અંદાજ, ત્યારે દિલ કેમ ન મળ્યા?

આની શરૂઆત 90 ના દાયકાથી થઈ હતી, જ્યારે બાલ ઠાકરે મહારાષ્ટ્રના રાજકારણમાં સંપૂર્ણ રીતે ડૂબી ગયા હતા, કહી શકાય કે, તે પરાકાષ્ઠાએ પહોંચી ગયા હતા. તેમના જ પડ્યા બોલ ઝીલાતા હતા, તેમની સૂચના પર જ કામ થતું હતું અને મુંબઈમાં તો પૂરી રીતે તેમનું જ વર્ચસ્વ હતુ. હવે તે સમયે બાળ સાહેબ ઠાકરે રાજકીય શિખરે હતા તો તેમના ભત્રીજા રાજ ઠાકરેએ પણ રાજકારણની યુક્તિઓ શીખી લીધી હતી. કાકાનો પહેરવેશ, એમના જેવી જ વાણી, એ જ શૈલી, દરેક રીતે તેઓ બાળ ઠાકરેના બીજા રૂપ જેવા લાગતા હતા. ત્યારે નિષ્ણાંતો એવી વાતો કરતા હતા કે, શિવસેનાની અંદર પણ રાજ ઠાકરેને લઈને કોઈ મૂંઝવણ ન હતી. દરેક માટે, રાજને બાળ ઠાકરે પછી યોગ્ય અનુગામી તરીકે જોવામાં આવ્યા હતા. આ એ સમય હતો, જ્યારે ઉદ્ધવ ઠાકરે રાજકારણમાં સક્રિય તો હતા જ નહી, પરંતુ રાજકારણમાં પણ રસ દેખાડતા ન હતા, એટલે કે રાજ ઠાકરેનો રાજકીય રસ્તો એકદમ સ્પષ્ટ હતો.

ઉદ્ધવની રાજકીય એન્ટ્રી થઈ અને રાજ ઠાકરે એકલા પડી ગયા

હવે ઉદ્ધવને કદાચ રાજકારણમાં એટલો રસ ન હતો, પરંતુ બાલ ઠાકરે તેમના પુત્રને રાજકારણમાં જોવા માંગતા હતા. પરંતુ, તેમના પુત્રની શૈલી શિવસેના કરતાં શાંત લાગતી હતી, એટલે કે, ઉદ્ધવનું વ્યક્તિત્વ આક્રમક નહોતું, પરંતુ તેમ છતાં બાળ ઠાકરે માટે ઉદ્ધવ જ સર્વસ્વ હતા. આ જ કારણસર 2002માં જ્યારે BMCની ચૂંટણી થઈ ત્યારે શિવસેનાના સંચાલનની જવાબદારી તેમના શિરે આપવામાં આવી હતી. ઉદ્ધવ એ કસોટીમાં પાસ થયા, પાર્ટીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું અને શિવસેનામાં ઉદ્ધવની સક્રિયતા પણ વધી. હવે એક તરફ ઉદ્ધવ સક્રિય થયા છે, જ્યારે રાજ ઠાકરે પોતાની પાર્ટીમાં અલગ થવા લાગ્યા છે. 1997માં રાજ ઠાકરેને એ વાતનો અહેસાસ થવો જોઈતો હતો, જ્યારે BMC ચૂંટણીમાં તેમના ઘણા સમર્થકોની ટિકિટ કાપવામાં આવી હતી. પરંતુ રાજે એવું ન વિચાર્યું અને રાજ ઠાકરે પોતાની આશાઓ સાથે પાર્ટીની પડખે જ ઉભા રહ્યા. તેમની લોકપ્રિયતામાં ઘટાડો ન થતાં, પાર્ટી માની રહી હતી કે, બાળ ઠાકરે ટૂંક સમયમાં રાજને તેમના અનુગામી તરીકે જાહેર કરશે.

રાજ ઠાકરેએ શું વિચારીને નવો પક્ષ બનાવ્યો?

પરંતુ આ નાટકીય રાજનીતિમાં બાળ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના આગામી અધ્યક્ષ જાહેર કરીને વધુ એક અધ્યાય ઉમેર્યો હતો, એટલે કે પક્ષની કમાન 40 વર્ષની ઉંમર સુધી રાજકારણથી દૂર ભાગી રહેલા નેતાને સોંપવામાં આવી હતી, જેમને રાજકારણ કરતા ફોટોગ્રાફીમાં વધુ મજા આવતી હતી. પાર્ટી આ એક જાહેરાતથી આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ રાજ ઠાકરે તેનાથી પણ વધુ આશ્ચર્ય અને દુઃખી થઈ ગયા. જે કાકા પાસેથી તેમણે રાજકારણની એબીસીડી શીખી હતી, તેમણે એક રીતે તેમને રાજકીય રીતે ખતમ કરવાનું કામ કર્યું. પરંતુ રાજે આ રાજકીય હાર ન સ્વીકારતા તેમણે એક મોટો નિર્ણય લીધો અને 2006માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રચના કરી. તેણે પોતાના કાકાની પાર્ટી શિવસેના છોડી દીધી. હવે રસ્તો ચોક્કસ બદલાઈ ગયો હતો, પરંતુ તેમના મગજમાં હતુ કે, શિવસેનાના ઘણા કાર્યકરો તેમને જ ઉત્તરાધિકારી તરીકે જુએ છે.

રાજ ઠાકરેની શરૂઆતમાં લોકપ્રિયતા અને પછી ગ્રાફ ઘટતો રહ્યો

આવી સ્થિતિમાં, જ્યારે રાજ ઠાકરે શિવસેનાથી અલગ થયા ત્યારે તેમણે કહ્યું કે, આ શિવસેનાએ તેની વિશેષતા ગુમાવી દીધી છે. તેમનો ટોણો ઉદ્ધવ સામે હતો, જે સ્વભાવમાં નરમ અને શૈલીમાં ખૂબ જ શાંત હતા. અલગ પક્ષ બનાવ્યા પછી, રાજ ઠાકરે અને તેમના MNSને શરૂઆતના કેટલાક ફાયદા થયા. તેમની પાર્ટીએ 2009ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત ચૂંટણી લડી હતી અને 13 બેઠકો જીતવામાં સફળ રહી હતી. પરંતુ તે એક સફળતા બાદ તેનો ગ્રાફ ઉપરથી નીચેની તરફ જ આવતો રહ્યો. રાજ ઠાકરે તેમના નિવેદનોને કારણે ચોક્કસપણે ચર્ચામાં રહેતા, પરંતુ તેઓ શિવસેનાનો વિકલ્પ બનવાનો જે પ્રયાસ કરી રહ્યા હતા, તેમાં તેઓ નિષ્ફળ ગયા.

શું શરદ પવાર પણ બાળ ઠાકરેની જેમ ‘પુત્રમોહ’ તરફ છે?

આ તો કાકા બાલ ઠાકરે અને ભત્રીજા રાજ ઠાકરેની રાજકીય કહાની હતી, જ્યાં ઘણા નાટકીય વળાંકો આવ્યા, ઉતાર-ચઢાવ આવ્યા અને પછી રસ્તાઓ અલગ થઈ ગયા. સવાલ એ થાય છે કે, શું અજિત પવાર પણ રાજ ઠાકરેના રસ્તે ચાલવાના છે? શું તે પણ NCP છોડી શકે છે? શું તેઓ NCPમાં બળવો કરીને ઘણા ધારાસભ્યોને તોડી શકે છે? ઘણા પ્રશ્નો છે, પરંતુ હજુ સુધી શરદ પવારે તેમના કાર્ડ જાહેર કર્યા નથી. તેઓએ માત્ર રાજકીય બોમ્બ ફોડ્યો છે. તેના પર અજિત પવારની પ્રતિક્રિયા પણ આવી છે, તેમણે આગ્રહ કર્યો છે કે, નવા નેતૃત્વને તક મળવી જોઈએ. પવાર સાહેબ ઈચ્છે છે કે, નવી પેઢી નેતૃત્વ કરે. અમે તેમનું સમર્થન મળતુ રહેશે. પવારના નેતૃત્વમાં નવું નેતૃત્વ કામ કરશે. તમામ નિર્ણયો શરદ પવારની સંમતિથી જ લેવામાં આવશે. નિર્ણય પાછો ખેંચવા માટે વારંવાર કહો નહીં. શરદ પવારે પક્ષ છોડ્યો નથી, તેમણે પદ છોડી દીધું છે.

આ પણ વાંચોSharad Pawar : શરદ પવારે NCPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત, ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવા માટે પેનલની રચનાની ભલામણ કરી

હવે જ્યારે એનસીપીના અન્ય નેતાઓ શરદ પવારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે અજિત અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ પગલાને યોગ્ય ગણાવતા તેઓ નવા નેતૃત્વને તક આપવાની વાત કરી રહ્યા છે. પરંતુ NCPના આગામી અધ્યક્ષ કોણ હશે? શું પવાર પરિવારનો કોઈ સભ્ય પાર્ટીની બાગડોર સંભાળશે? શિવસેનાની જેમ શું શરદ પવાર પણ અહીં તેમની પુત્રી સુપ્રિયા સુલેને આગળ કરશે? શું રાજ ઠાકરેની જેમ અજિત પવાર સાથે રાજકારણ રમી શકાય છે? સવાલો ઘણા છે, અટકળો પણ ઘણી છે, પરંતુ નિર્ણય આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે.

Web Title: Maharashtra politics ajit pawar sharad pawar raj thackeray bal thackeray uncle nephew war old

Best of Express