Live

Maharashtra Politics Live Updates : એનસીપીમાં તૂટ પર શરદ પવારે કહ્યું – આવો બળવો પહેલા પણ જોયો, ફરી ઉભી કરીશ પાર્ટી

Ajit Pawar Deputy CM : એનસીપીના 9 ધારાસભ્યોએ મંત્રી પદની શપથ લીધા છે. જેમાં ઉપ મુખ્યમંત્રી અજિત પવાર સિવાય છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટિલ, દિલીપ બલસે પાટિલ, ધર્મરાવ અત્રામ, સુશીલ વલસાડ, અદિતી તટકરે, હસન મુશ્રીફનો સમાવેશ થાય છે

Written by Ashish Goyal
Updated : July 02, 2023 23:42 IST
Maharashtra Politics Live Updates : એનસીપીમાં તૂટ પર શરદ પવારે કહ્યું – આવો બળવો પહેલા પણ જોયો, ફરી ઉભી કરીશ પાર્ટી
શરદ પવાર (Express Photo by Pavan Khengre)

maharashtra politics : મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજનીતિક ડ્રામા જોવા મળ્યો છે. એનસીપીમાં અજિત પવારે બળવો કર્યો છે અને પાર્ટીમાં તુટ પડી છે. અજિત પવારે ભાજપ સાથે હાથ મિલાવ્યો છે અને મહારાષ્ટ્રમાં ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. એનસીપીના 9 ધારાસભ્યોએ મંત્રી પદની શપથ લીધા છે. જેમાં ઉપ મુખ્યમંત્રી અજિત પવાર સિવાય છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટિલ, દિલીપ બલસે પાટિલ, ધર્મરાવ અત્રામ, સુશીલ વલસાડ, અદિતી તટકરે, હસન મુશ્રીફનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા શરદ પવારની પ્રતિક્રિયા પણ સામે આવી છે. શરદ પવારે કહ્યું – મેં 6 જુલાઈએ તમામ નેતાઓની બેઠક બોલાવી હતી, જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી અને પાર્ટીની અંદર કેટલાક ફેરફાર કરવાના હતા, પરંતુ તે બેઠક પહેલા કેટલાક નેતાઓએ અલગ વલણ અપનાવ્યું છે.

શરદ પવારે કહ્યું – મને ઘણા લોકો, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને અન્ય લોકોના ફોન આવી રહ્યા છે. આજે શું થયું તેની મને ચિંતા નથી. આવતીકાલે હું વાય.બી.ચવ્હાણ (મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ)ને નમન કરીશ અને જાહેર સભા યોજીશ.

Read More
Live Updates

અજિત પવારના બળવા બાદ વિપક્ષનો પ્રહાર, ‘ભાજપના વોશિંગ મશીને ફરી શરૂ કરી દીધું તેનું કામ’

ajit pawar : શરદ પવારના ભત્રીજા અને એનસીપીના મજબૂત નેતા અજિત પવાર એકનાથ શિંદે-ફડણવીસ સરકારમાં સામેલ થઈ ગયા. અજિત પવારની સાથે 8 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા. આ સાથે જ અજિત પવારને રાજ્યના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)

Maharashtra Politics News : અજિત પવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા, તેમના નામે નોંધાયો રેકોર્ડ

Maharashtra Politics News : અજિત પવારે આજે રવિવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. અજિત પવારે 5મી વખત મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બન્યા છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)

આખી એનસીપી શરદ પવાર સાથે - જયંત પાટિલ

એનસીપી નેતા જયંત પાટિલે સ્પષ્ટ કરી દીધું છે કે આખી એનસીપી શરદ પવાર સાથે મજબુતીથી ઉભી છે. અજિત પવાર પાસે ફક્ત 9 લોકોનું સમર્થન છે જેમણે શપથ લીધા છે. 5 જુલાઇએ કાર્યકર્તાઓની એક બેઠક બોલાવવાની વાત પણ કહી છે.

એનસીપી સમર્થકોએ પોસ્ટર ઉપર કાળી સ્યાહી લગાવી

મુંબઈમાં એનસીપી સમર્થકોએ એનડીએ સરકારમાં સામેલ થયેલા પાર્ટી નેતાઓના પોસ્ટર ઉપર કાળી સ્યાહી લગાવી દીધી હતી.

હું પાર્ટીને ફરીથી મજબૂત કરીશ - શરદ પવાર

એનસીપી પ્રમુખે કહ્યું કે અમે પાર્ટીને ફરીથી મજબૂત કરવા માટે કામ કરીશું. બળવાખોર નેતાઓ સામે કોઈ પણ કાર્યવાહી અંગે નિર્ણય લેવા ધારાસભ્યો અને તમામ વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને નિર્ણય લેશે.અધ્યક્ષ તરીકે મેં પ્રફુલ્લ પટેલ અને સુનિલ તટકરેની નિમણૂક કરી હતી પરંતુ તેમણે પોતાની જવાબદારી નિભાવી ન હતી. તેથી મારે તેમની સામે કેટલાક પગલાં લેવા પડશે.આવો બળવો પહેલા પણ જોયો છે.

અમારી મુખ્ય તાકાત સામાન્ય જનતા છે - શરદ પવાર

એનસીપીના વડાએ કહ્યું કે વિપક્ષના નેતા અંગે નિર્ણય લેવાનો અધ્યક્ષનો અધિકાર છે. આગામી બે-ત્રણ દિવસમાં અમે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે સાથે બેસીને પરિસ્થિતિનું આકલન કરીશું. અમારી મુખ્ય તાકાત સામાન્ય જનતા છે, તેમણે અમને ચૂંટ્યા છે.

આવતીકાલે જાહેર સભા યોજીશ - શરદ પવાર

શરદ પવારે કહ્યું – મને ઘણા લોકો, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને અન્ય લોકોના ફોન આવી રહ્યા છે. આજે શું થયું તેની મને ચિંતા નથી. આવતીકાલે હું વાય.બી.ચવ્હાણ (મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ)ને નમન કરીશ અને જાહેર સભા યોજીશ.

મારા કેટલાક સાથીઓએ જુદું જ વલણ અપનાવ્યું - શરદ પવાર

શરદ પવારે કહ્યું – મેં 6 જુલાઈએ તમામ નેતાઓની બેઠક બોલાવી હતી, જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી અને પાર્ટીની અંદર કેટલાક ફેરફાર કરવાના હતા, પરંતુ તે બેઠક પહેલા કેટલાક નેતાઓએ અલગ વલણ અપનાવ્યું છે.

મહારાષ્ટ્રની રાજનીતિમાં શિંદે 2.0 બનશે અજિત પવાર? એનસીપીના નામ અને નિશાન પર શરદ પવારને સીધો પડકાર

ajit pawar news : અજીત પવારે મીડિયાને સંબોધિત કરતા કહ્યું – અમારા મોટાભાગના ધારાસભ્યો અમારા નિર્ણયથી સંતુષ્ટ છે. અમે એનસીપી પાર્ટી સાથે આ સરકારને ટેકો આપ્યો છે. અમે તમામ ચૂંટણી એનસીપીના નામે લડીશું (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)

કેટલાક અન્ય મંત્રી સરકારમાં થઇ શકે છે સામેલ - અજિત પવાર

અજિત પવારે કહ્યું કે અમે લગભગ બધા ધારાસભ્યો સાથે શિંદે-ફડણવીસ સરકારમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. અમે શપથ લીધા છે અને આવનાર દિવસોમાં કેટલાક અન્ય મંત્રી-સરકારમાં સામેલ થઇ શકે છે.

અજિત પવારે ટ્વિટર પર પોતાનો બાયો બદલ્યો

અજિત પવારે ટ્વિટર પર પોતાનો બાયો બદલી દીધો છે. તેમણે ટ્વિટર પર પોતાના બાયોમાં મહારાષ્ટ્ર ડિપ્ટી સીએમ લખ્યું.

અજીત પવારને એનસીપીના બધા 40 ધારાસભ્યોનું સમર્થન છે. આ સાથે 6 એમએલસી પણ તેમની સાથે છે - સૂત્ર

હવે મહારાષ્ટ્રમાં ટ્રિપલ એન્જીનની સરકાર - એકનાથ શિંદે

અજિત પવારે ડિપ્ટી સીએમ પદના શપથગ્રહણ કર્યા પછી મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે હવે અમારી પાસે 1 મુખ્યમંત્રી અને 2 ઉપ મુખ્યમંત્રી છે. ડબલ એન્જીનની સરકાર હવે ટ્રિપલ એન્જીનની બની ગઇ છે. મહારાષ્ટ્રના વિકાસ માટે હું અજીત પવાર અને તેમના નેતાઓનું સ્વાગત કરું છું. અજિત પવારનો અનુભવ મહારાષ્ટ્રને મજબૂત કરવામાં મદદ કરશે.

મહારાષ્ટ્રમાં જે ધારાસભ્યો ભ્રષ્ટ હતા અને જેલ ગયા હતા તે મંત્રી પદની શપથ લઇ રહ્યા છે - પ્રિયંકા ચતુ્ર્વેદી

શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુ્ર્વેદીએ બીજેપી પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપ દેશમાં વૈચારિક ગઠબંધનની વાત કરનાર આખરી પાર્ટી હોવી જોઈએ. તે ફક્ત રાજનીતિક અવસરવાદી છે. જે કોઇપણ કિંમતે સત્તા ઇચ્છે છે. મહારાષ્ટ્રમાં જે ધારાસભ્યો ભ્રષ્ટ હતા અને જેલ ગયા હતા તે મંત્રી પદની શપથ લઇ રહ્યા છે.

છગન ભુજબળે મંત્રી પદના શપથ લીધા

લોકો આ ગેમને વધારે દિવસો સુધી સહન કરશે નહીં - સંજય રાઉત

મહારાષ્ટ્રના આ રાજનીતિક ઘટનાક્રમ ઉદ્ધવ જુથના નેતા સંજય રાઉતે કહ્યું કે કેટલાક લોકોએ મહારાષ્ટ્રની રાજનીતિને સાફ કરવાનું બીડુ ઉઠાવ્યું છે. તેમને તેમના રીતે ચાલવા દો. મારી હાલમાં જ શરદ પવાર સાથે વાત થઇ છે. તેમણે કહ્યું કે હું મજબૂત છું. અમને લોકોનું સમર્થન પ્રાપ્ત છે. અમે ઉદ્ધવ ઠાકરે સાથે ફરથી બધું પુનર્નિર્માણ કરીશું. લોકો આ ગેમને વધારે દિવસો સુધી સહન કરશે નહીં.

અજીત પવારના શપથ ગ્રહણ સમારોહમાં એનસીપી નેતા પ્રફુલ પટેલ પણ સામેલ

અજીત પવારના શપથ ગ્રહણ સમારોહમાં એનસીપી નેતા પ્રફુલ પટેલ પણ સામેલ થયા. તેમને થોડા દિવસો પહેલા જ શરદ પવારે કાર્યકારી અધ્યક્ષની જવાબદારી આપી હતી

અજીત પવારે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા

અજિત પવારના જુથનો દાવો 40 ધારાસભ્યોનું સમર્થન

સૂત્રોના મતે અજિત પવારના જુથે દાવો કર્યો છે કે તેમની પાસે 40 ધારાસભ્યોનું સમર્થન છે.

એનસીપીના 9 ધારાસભ્યોએ મંત્રી પદની શપથ લીધા

એનસીપીના 9 ધારાસભ્યોએ મંત્રી પદની શપથ લીધા છે. જેમાં ઉપ મુખ્યમંત્રી અજિત પવાર સિવાય છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટિલ, દિલીપ બલસે પાટિલ, ધર્મરાવ અત્રામ, સુશીલ વલસાડ, અદિતી તટકરે, હસન મુશ્રીફનો સમાવેશ થાય છે.

એનસીપીમાં અજિત પવારે મહારાષ્ટ્રમાં ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા

મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજનીતિક ડ્રામા જોવા મળ્યો છે. એનસીપીમાં અજિત પવારે બળવો કર્યો છે અને પાર્ટીમાં તુટ પડી છે. અજિત પવારે ભાજપ સાથે હાથ મિલાવ્યો છે અને મહારાષ્ટ્રમાં ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ