scorecardresearch

મહારાષ્ટ્રમાં ખેલાશે મોટો ‘ખેલ’, 40 ધારાસભ્યો સાથે ભાજપ સરકારમાં સામેલ થઇ શકે છે અજીત પવાર

BJP and NCP in maharashtra : સુપ્રિયા સુલેના નિવેદન બાદ હવે અટકળો આવી રહી છે કે એનસીપીના આશરે 30-40 ધારાસભ્યો અજીત પવારના સંપર્કમાં છે. આ ઉપરાંત અજીત પવારના નેતૃત્વમાં ભાજપ-શિંદે સરકારમાં સામેલ થઇ શકે છે.

maharashtra politics news, maharashtra BJP government
દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર (Express photo)

મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉલટફેર થવાની એંધાણ વર્તાઇ રહ્યા છે. સુપ્રિયા સુલેના નિવેદન બાદ હવે અટકળો આવી રહી છે કે એનસીપીના આશરે 30-40 ધારાસભ્યો અજીત પવારના સંપર્કમાં છે. આ ઉપરાંત અજીત પવારના નેતૃત્વમાં ભાજપ-શિંદે સરકારમાં સામેલ થઇ શકે છે. સૂત્રોનું કહેવું છે કે એનસીપીમાંથી બે તૃત્યાંશથી વધારે ધારાસભ્યો પોતાનું સમર્થ અજીત પવારને આપ્યું હતું. સૂત્રોનું એ પણ કહેવું છે કે શરદ પવાર પણ કેન્દ્રમાં મોદી સરકારમાં સામેલ થઇ શકે છે. એનસીપી સાંસદ અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ મોટું નિવેદન આપ્યું હતું કે સુપ્રિયાએ કહ્યું કે 15 દિવસમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં બે મોટો રાજકીય વિસ્ફોટો થશે.

સુપ્રિયા સુલેના નિવેદનથી અટકળો તેજ

સુપ્રિયા સુલેએ મોટા રાજકીય વિસ્ફોટની વાત કરી હતી જ્યારે તમને અજીત પવારનું ભાજપમાં સામેલ થવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે મૌન ધારણ કરી લીધું હતું. તેમણે કહ્યું કે આ વાત દાદાને પૂછો. મારી પાસે ગોસિપ માટે સમય નથી. જનપ્રતિનિધિના રૂપમાં મારી પાસે વધારે કામ છે એટલા માટે મને આની જાણકારી નથી.

આ પણ વાંચોઃ- ગુજરાત : ‘દાઢી હોય કે ન હોય, ચૌધરી યુવાનો સમાજના નિર્ણયને તોડશે નહીં’

પરંતુ મહેનત કરનાર નેતા હોય તો અજીત દાદાને બધા જોઇએ છે. એટલા માટે આ પ્રકારના નિવદેન આપવામાં આવે છે. તેમણે કહ્યું કે તમે બધી ચેનલવાળા એક યુનિટ અજીત દાદા પાછળ લગાવી દો. પ્રદેશમાં અનેક સમસ્યાઓ છે. રાજ્યમાં ખોટી રીતે કામ કરવામાં આવી રહ્યા છે એક કાર્યક્રમ રદ્દ કરવાથી આવું કંઇ જ નહીં થાય.

પહેલા પણ આપી ચૂક્યા છે ફડણવીસને સમર્થન

ઉલ્લેખનીય છે કે 2019માં ધારાસબ્ય ચૂંટણી બાદ જે કોઇપણ દળને બહુમતી નહીં મળે તો અજીત પવારને એનસીપીની પાર્ટી લાઇનથી અલગ જઇને ફડણવીસની સાથે શપથ લઇ લીધી. જોકે 72 કલાકમાં જ તેમને નાયબ મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અનેક અવસરો પર મેની ફડણવીસ સાથે નજીકતા સામે આવી ચૂકી છે.

આ પણ વાંચોઃ- કર્ણાટક ચૂંટણી 2023, દેવેગૌડા પ્લસ 7: પરિવારમાંથી ઘણા બધા હસન ટર્ફમાં JD(S) ને નુકસાન પહોંચાડી રહ્યા છે

એનસીપીના કુલ 53 ધારાસભ્ય છે. જેમાંથી 30-40 ધારાસભ્યો અજીત પવારની સાથે સરકારમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જે નેતાઓએ અજીત પવારને પોતાનું સમર્થન આપ્યું હતું તેમાં પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે, છગન ભૂજબળ, ધનંજય મુંડે જેવા પ્રમુખ ચહેરાઓનો સમાવેશ થયો છે.

Web Title: Maharashtra politics bjp and ncp mlas ajit pawar government supriya sule

Best of Express