મહારાષ્ટ્ર રાજકારણ : વિવાદ ઉકેલવા પહોંચેલા ભાજપના MLA એ પોલીસ સ્ટેશનમાં જ શિવસનેના નેતા ઉપર કર્યું ફાયરિંગ

maharashtra politics, મહારાષ્ટ્રનું રાજકારણ : બંને નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમના સમર્થકો વચ્ચે ઝઘડો થયો અને ગણેશ ગાયકવાડે મહેશ ગાયકવાડ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું.

Written by Ankit Patel
February 03, 2024 08:44 IST
મહારાષ્ટ્ર રાજકારણ : વિવાદ ઉકેલવા પહોંચેલા ભાજપના MLA એ પોલીસ સ્ટેશનમાં જ શિવસનેના નેતા ઉપર કર્યું ફાયરિંગ
ગણેશ ગાયકવાડ @ X / @ganpatgaikwad9

Maharashtra Politics, મહારાષ્ટ્ર રાજકારણ શુક્રવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડે કથિત રીતે શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને ગોળી મારી દીધી હતી. હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં એક વરિષ્ઠ પોલીસકર્મીની કેબિનની અંદર ગોળીબાર થયો હતો જ્યાં બંને નેતાઓ અને તેમના સમર્થકો લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ અંગે ફરિયાદ નોંધાવવા માટે ભેગા થયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે બંને નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમના સમર્થકો વચ્ચે ઝઘડો થયો અને ગણેશ ગાયકવાડે મહેશ ગાયકવાડ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ઘટનામાં શિવસેનાના ધારાસભ્ય રાહુલ પાટીલ પણ ઘાયલ થયા છે.

Vadodara Husband Firing Bedroom
પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્ર રાજકારણ : શું છે સમગ્ર મામલો?

ઈન્ડિયા ટુડે અનુસાર, આ મામલો બંને પક્ષો વચ્ચે દલીલબાજી બાદ પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે ગણેશ ગાયકવાડે મહેશ ગાયકવાડ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.આ ઘટનામાં શિવસેનાના ધારાસભ્ય રાહુલ પાટીલ પણ ઘાયલ થયા હતા. ઘાયલ શિવસેનાના બંને નેતાઓ હાલ થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના બાદ મહારાષ્ટ્ર રાજકારણ ગરમાયું હતું.

મહારાષ્ટ્ર રાજકારણ : ગણપત ગાયકવાડની ધરપકડ

દરમિયાન, ગણપત ગાયકવાડની ધરપકડ કરીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસે વપરાયેલી બંદૂક પણ જપ્ત કરી લીધી છે. મહેશ ગાયકવાડને અગાઉ ઉલ્હાસનગરની મીરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, તેમની હાલત નાજુક બનતા તેમને રાત્રે 11 વાગ્યે થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ