‘તમે સરકારના રડાર પર છો…’, Apple એ એક સાથે 5 નેતાઓને મોકલ્યા મેસેજ, તમારો ફોન હેક થઈ રહ્યો, મહુઆ મોઇત્રાએ સ્ક્રીનશોટ શેર કરીને કર્યો દાવો

Mahua Moitra Claim Phone Hacking : મહુઆ મોઈત્રાએ એક્સ પર દાવો કર્યો છે કે, પોસ્ટના સ્ક્રીનશૉટ્સમાં જોઈ શકાય છે કે, એપલ તરફથી આ મેસેજ (Apple alert message) મળ્યો છે, તેમનો ફોન હેક કરવાની કોસિસ થઈ રહી છે, આ સિવાય પવન ખેડા (Pawan Kheda), સિતારામ યેચુરી (Sitaram Yechury), પ્રિયંકા ચતુર્વેદી (Priyanka Chaturvedi) ને પણ આવો મેસેજ મળ્યો હોવાનો દાવો.

Written by Kiran Mehta
Updated : October 31, 2023 12:24 IST
‘તમે સરકારના રડાર પર છો…’, Apple એ એક સાથે 5 નેતાઓને મોકલ્યા મેસેજ, તમારો ફોન હેક થઈ રહ્યો, મહુઆ મોઇત્રાએ સ્ક્રીનશોટ શેર કરીને કર્યો દાવો
મહુઆ મોઈત્રાએ એક્સ પર દાવો - મારો અને અન્ય ચાર નેતાઓનો ફોન અને ઈમેલ હેક કરવાની કોશિસ થઈ રહી

Mahua Moitra Phone Hacking Claim : ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ દાવો કર્યો છે કે, એપલે તેમને એક સંદેશ મોકલીને ચેતવણી આપી છે કે સરકાર તેમના ફોન અને ઈમેલ હેક કરી રહી છે. કેશ ફોર ક્વેરી કેસમાં સામેલ ટીએમસી સાંસદે X પરની એક પોસ્ટમાં આ દાવો કર્યો છે. જ્યાં મહુઆ મોઇત્રાએ લખ્યું કે, મને એપલ તરફથી ચેતવણીનો સંદેશ અને ઈમેલ મળ્યો છે કે સરકાર મારો ફોન અને ઈમેલ હેક કરવાનો પ્રયાસ કરી રહી છે, મને સરકારના ડર પર દયા આવી રહી છે.

તેમણે લખ્યું કે તેમના સિવાય અન્ય નેતાઓને પણ આવો સંદેશ મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહુઆ મોઇત્રા ઉપરાંત શિવસેના (UBT) ના પ્રિયંકા ચતુર્વેદી, AAP ના રાઘવ ચઢ્ઢા, CPI(M) ના મહાસચિવ અને પૂર્વ સાંસદ સીતારામ યેચુરી, કોંગ્રેસ નેતા અને પ્રવક્તા પવન ખેડા અને ધ વાયર ન્યૂઝ વેબસાઇટના સ્થાપક પણ સામેલ છે જેમને એપલ દ્વારા ચેતવણી પ્રાપ્ત થઈ છે.

એપલના મેસેજમાં શું લખ્યું છે?

મહુઆ મોઈત્રાએ એક્સ પર દાવો કર્યો છે કે, પોસ્ટના સ્ક્રીનશૉટ્સમાં જોઈ શકાય છે કે, એપલ તરફથી આ મેસેજ મળ્યો છે, જેમાં લખ્યું છે કે, એપ્પલનું માનવું છે કે, તમને રાજ્ય પ્રાયોજિત હમલાવર દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જે તમને Apple ID સાથે સંકળાયેલ iPhone ને દુરસ્ત રીતે ખતરામાં નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મેસેજમાં વધુમાં લખ્યું છે કે, આ ચેતવણીને ગંભીરતાથી લો.

શું કહે છે વિપક્ષી નેતા?

આ ચેતવણી આ તમામ નેતાઓને 30મી ઓક્ટોબરે રાત્રે 11:45 કલાકે તેમના મોબાઈલ પર એક સાથે પહોંચાડવામાં આવી હતી. આ મામલાને લઈને શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગૃહમંત્રીને ટ્વીટ કર્યું અને લખ્યું, “આશ્ચર્ય છે કે આ કોણ છે? શરમ આવવી જોઈએ.” કોંગ્રેસના નેતા પવન ખેડાએ ટ્વીટ કર્યું, “પ્રિય મોદી સરકાર, તમે આવું કેમ કરો છો?

શું આ ચેતવણી ગંભીર છે?

ન્યૂઝ વેબસાઈટ ધ વાયર સાથે વાત કરતા, ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન (આઈએફએફ) ના સ્થાપક નિર્દેશક અપાર ગુપ્તા કહે છે કે, એપલ તરફથી ધમકીની ગુપ્ત માહિતીના અહેવાલોને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે.

આ પણ વાંચોદિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ : અરવિંદ કેજરીવાલને EDની નોટિસ, 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા

IFF નીતિ નિર્દેશક પ્રતિક વાઘરેએ ધ વાયરને જણાવ્યું હતું કે, ભારતીયો – ખાસ કરીને પત્રકારો, સાંસદો અને બંધારણીય અધિકારીઓ – પણ ભૂતકાળમાં પેગાસસ દ્વારા કથિત રીતે નિશાન બનાવવામાં આવ્યા છે, જે આપણી લોકશાહી માટે ઊંડી ચિંતાનો વિષય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ