અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મમતા બેનર્જી કોલકાતામાં રેલી કાઢશે

Ayodhya Ram Mandir : મમતા બેનર્જીએ કહ્યું - હું 22 જાન્યુઆરીએ એક રેલી કાઢીશ. તેની શરૂઆત કાલી મંદિરથી થશે. અહીં હું મા કાલીની પૂજા કરીશ. આ પછી અમે હઝારાથી પાર્ક સર્કસ મેદાન સુધી એક સદ્ભાવ રેલી કાઢીશું. આ સમય દરમિયાન અમે રસ્તામાં આવતા મંદિરો, મસ્જિદો, ચર્ચ અને ગુરુદ્વારાઓને આવરી લઈશું

Written by Ashish Goyal
Updated : February 13, 2024 14:53 IST
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મમતા બેનર્જી કોલકાતામાં રેલી કાઢશે
મમતા બેનર્જી ફાઇલ તસવીર

Ayodhya Ram Mandir : લોકસભા ચૂંટણી 2024 પહેલા યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દ્વારા ભાજપ અન્ય વિરોધ પક્ષો પર મનોવૈજ્ઞાનિક લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપનો મુકાબલો કરવા માટે તમામ પાર્ટીઓ પોત-પોતાની રણનીતિ બનાવી રહી છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની પાર્ટીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસ માટે એક મોટો પ્લાન બનાવ્યો છે. મમતા બેનર્જીએ પોતે આ અંગે માહિતી આપી હતી.

મમતા બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે હું 22 જાન્યુઆરીએ એક રેલી કાઢીશ. તેની શરૂઆત કાલી મંદિરથી થશે. અહીં હું મા કાલીની પૂજા કરીશ. આ પછી અમે હઝારાથી પાર્ક સર્કસ મેદાન સુધી એક સદ્ભાવ રેલી કાઢીશું. આ સમય દરમિયાન અમે રસ્તામાં આવતા મંદિરો, મસ્જિદો, ચર્ચ અને ગુરુદ્વારાઓને આવરી લઈશું. આ રેલીમાં દરેક વ્યક્તિ સામેલ થઈ શકે છે. તે જ દિવસે મારા પક્ષના સભ્યો બપોરે 3 વાગ્યે દરેક જિલ્લાના દરેક બ્લોકમાં એક રેલી કાઢશે.

મમતા બેનર્જીએ કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા અને અન્ય ધાર્મિક ક્રિયાક્રમ પુજારીઓનું કામ છે. પ્રાણ પ્રતિષ્ઠા કરવી એ અમારું કામ નથી, આ સાધુઓનું કામ છે. અમારું કામ પાયાની સુવિધાઓને મજબૂત કરવાનું છે.

આ પણ વાંચો – અયોધ્યા રામ મંદિર : અડવાણીની રથયાત્રામાં સામેલ થવા માંગતા ન હતા અટલ બિહારી વાજપેયી

ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ યોજાશે. રામ મંદિર ટ્ર્સ્ટના મતે 12.20 મિનિટ પર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની શરૂઆત થશે. પીએમ નરેન્દ્ર મોદીને આ માટે મુખ્ય યજમાન બનાવવામાં આવ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ