મણિપુર પોલીસે આસામ રાઇફલ્સ વિરુદ્ધ કેમ દાખલ કરી FIR? લગાવ્યો ગંભીર આરોપ

Manipur Violence : આ પહેલા સોમવારે 7 ઓગસ્ટના રોજ મણિપુર સરકારે બિષ્ણુપુર જિલ્લાના મોઈરાંગ લમખાઈમાં એક ચોકી પર આસામ રાઈફલ્સના જવાનોને હટાવવાનો આદેશ આપ્યો હતો

Written by Ashish Goyal
August 08, 2023 21:37 IST
મણિપુર પોલીસે આસામ રાઇફલ્સ વિરુદ્ધ કેમ દાખલ કરી FIR? લગાવ્યો ગંભીર આરોપ
અહેવાલો અનુસાર પોલીસે અર્ધસૈનિક દળ પર તેમના વાહનો રોકવાનો પણ આરોપ લગાવ્યો છે (ફાઇલ ફોટો)

Manipur Police file FIR against Assam Rifles : ગયા અઠવાડિયે બે જૂથો વચ્ચેના વિવાદ બાદ મણિપુર પોલીસે આસામ રાઇફલ્સ સામે એફઆઈઆર નોંધી છે. અહેવાલો અનુસાર પોલીસે અર્ધસૈનિક દળ પર તેમના વાહનો રોકવાનો પણ આરોપ લગાવ્યો છે. જોકે સુરક્ષા સૂત્રોએ એફઆઈઆરને ન્યાયની મજાક ગણાવી હતી અને કહ્યું હતું કે આસામ રાઇફલ્સને કમાન્ડ હેડક્વાર્ટર્સ દ્વારા કુકી અને મૈતેઇ જિલ્લાઓ વચ્ચેના બફર ઝોનની સુરક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

પોલીસે આસામ રાઇફલ્સને દોષી ઠેરવી

એફઆઈઆર 5 ઓગસ્ટે નોંધાઈ હતી. પોલીસે આરોપ લગાવ્યો હતો કે આસામ રાઇફલ્સે બિષ્ણુપુર જિલ્લાના ક્વાક્ટા ગોથોલ રોડ પર તેમના વાહનોને અટકાવ્યા હતા. એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે પોલીસ કુકી આતંકવાદીઓની શોધમાં આર્મ્સ એક્ટ કેસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવા માટે ક્વાકાટા સાથે ફોલજંગ રોડ પર જઈ રહી હતી ત્યારે આસામ રાઇફલ્સે તેના કર્મચારીઓને આગળ વધતા અટકાવ્યા હતા.

પોલીસે દાવો કર્યો હતો કે તેના કર્મચારીઓને 9 આસામ રાઇફલ્સ દ્વારા રોકવામાં આવ્યા હતા. જેમણે પોતાનું કેસ્પર વાહનને વચ્ચે પાર્ક કરીને રસ્તો રોકી દીધો હતો. આ મામલે પ્રતિક્રિયા આપતા સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે આસામ રાઇફલ્સ કુકી અને મૈતેઇ વિસ્તારો વચ્ચેના બફર ઝોનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કમાન્ડ હેડક્વાર્ટર દ્વારા આપવામાં આવેલું કાર્ય કરી રહી હતી.

આ પણ વાંચો – મણિપુર હિંસાનું એક કારણ ગેરકાયદેસર પ્રવાસીઓની સતત થતી એન્ટ્રી, પરંતુ સરકારે શું પગલાં લીધાં?

આ પહેલા સોમવારે 7 ઓગસ્ટના રોજ મણિપુર સરકારે બિષ્ણુપુર જિલ્લાના મોઈરાંગ લમખાઈમાં એક ચોકી પર આસામ રાઈફલ્સના જવાનોને હટાવવાનો આદેશ આપ્યો હતો. આ ઘટનાક્રમ ઘાટીના જિલ્લામાં નાગરિકો પ્રત્યે ક્રુરતાનો આરોપ લગાવતા સેંકડો મહિલા કાર્યકરો દ્વારા કેન્દ્રીય અર્ધલશ્કરી દળ સામે કૂચ કર્યા પછી થયો છે. આ આદેશ એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) દ્વારા જારી કરવામાં આવ્યો હતો. પોલીસ અને સીઆરપીએફના એકમો બિષ્ણુપુર-કાંગવાઈ રોડ પર ચેકપોઇન્ટ પર તાત્કાલિક અસરથી 9 આસામ રાઇફલ્સની જગ્યા લેશે.

સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ત્રણ પૂર્વ મહિલા જજોની કમિટી બનાવી

મણિપુરમાં ચાલી રહેલી હિંસાને લઈને સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની ત્રણ પૂર્વ મહિલા જજોની કમિટી બનાવી છે. આ સમિતિ સીબીઆઈ અને પોલીસ તપાસથી અલગ કેસોની તપાસ કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ત્રણ પૂર્વ જજોની કમિટીની અધ્યક્ષતા જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ કરશે અને તેમાં જસ્ટિસ શાલિની જોશી, જસ્ટિસ આશા મેનન પણ સામેલ હશે. સીબીઆઈએ તપાસની દેખરેખ માટે એક પૂર્વ અધિકારીની નિમણૂંક કરી છે. સીજેઆઈ (સીજેઆઈ) ડીવાય ચંદ્રચુડે આદેશ આપ્યો હતો કે સીબીઆઈ તપાસની દેખરેખ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર દત્તાત્રેય પટસાલગીકર કરશે.

હિંસાની શરૂઆત 3 મેથી થઈ હતી

મણિપુરમાં 3 મેના રોજ પ્રથમ વખત વંશીય હિંસા ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધીમાં 160 થી વધુ લોકો માર્યા ગયા છે અને સેંકડો લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે તેના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ