Manipur Violence | મણિપુર હિંસા : અન્ય રાજ્યોના લોકો ફસાયા, જેઓને મણિપુરમાં પ્રેમ અને જીવન બંને મળ્યું

Manipur Violence : મણિપુર હિંસામાં અન્ય રાજ્યોના અહીંયા સ્થળાંતરિત થયેલા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. તેઓ સ્થાનિક મહિલા સાથે લગ્ન કરી અહીં સ્થાયી થતાં હવે આ હિંસાના કારણે ફંસાઇ ગયાનો અહેસાસ થાય છે.

Updated : July 24, 2023 13:35 IST
Manipur Violence | મણિપુર હિંસા : અન્ય રાજ્યોના લોકો ફસાયા, જેઓને મણિપુરમાં પ્રેમ અને જીવન બંને મળ્યું
Manipur Violence : મણિપુરમાં લગભગ છેલ્લા ત્રણ મહિનાથી હિંસાનો સિલસિલો હજુ પણ યથાવત છે.

Manipur Violence News |  Deeptiman Tiwary : મણિપુરમાં લગભગ છેલ્લા ત્રણ મહિનાથી હિંસાનો સિલસિલો હજુ પણ યથાવત છે. પૂર્વોત્તરના રાજ્યમાં મેઇતેઇ અને કુકી સમાજો વચ્ચે હિંસક ઘટનાઓ શાંત પડવાને બદલે વધુ ઉગ્ર બનતી જોવા મળી રહી છે. રવિવારે ફરી એક વખત ચુરાચાંદપુરના કંગબઈ વિસ્તારમાં ગોળીબાર અને આગ લગાવવાની ઘટનાઓ ઘટી હતી, જેને પગલે આખા રાજ્યમાં તંગદિલી ફેલાઈ છે.

મણિપુરના ચુરાચંદપુર વિસ્તારમાં મુખ્ય રસ્તાની એકબાજુ કુકી સમાજના ગામ છે તો બીજીબાજુ મેઈતેઈ સમાજના ગામ છે. બંને સમાજોએ પોત-પોતના ગામોમાં બંકર બનાવીને હથિયારો મૂક્યા છે અને એકબીજા પર હુમલા કરે છે. મણિપુરમાં જાતીય હિંસા ભડક્યા પછી અત્યાર સુધીમાં 160થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. મોટી સંખ્યામાં લોકોને ઈજા પહોંચી છે. બીજીબાજુ કુકી સમાજની બે મહિલાઓની નગ્ન પરેડ કરાવવાનો વીડિયો જાહેર થયા પછી મેઈતેઈ સમાજના લોકો માટે આસામ અને મિઝોરમમાં રહેવું પણ મુશ્કેલ થઈ ગયું છે.

બિહારના મોતિહારીના 47 વર્ષીય રવિંદર 30 વર્ષ પહેલા મણિપુર આવ્યાં હતા અને ત્યાં જ કુકી સમાજની એક યુવતી સાથે લગ્ન કરી ઇમ્ફાલ ઘાટીના લેંગોલ વિસ્તારમાં સ્થાયી થઇ ગયા, જે ઘણી હદ સુઘી મઇતેઇ ક્ષેત્ર છે. આવી સ્થિતિમાં જૂન મહિનામાં બપોરે લગભગ 2 હજાર લોકોનું ટોળું રવિન્દરના ઘરની બહાર એકઠું થયું અને ઘરને સળગાવી દેવાની ધમકી આપીને પરિવારને છોડી દેવાનું કહ્યું હતું.

રવિન્દરે પોતાના ધરે તાજેતરમાં થયેલા હુમલા અંગે જણાવ્યું હતું કે, જ્યારે હુમલાખોરોનુ ટોળું મારા ઘરે આવ્યું હતું તે સમયે હું ઘર પર હાજર ન હતો. પરંતુ સુરક્ષા દળોએ હું ધરે પહોંચ્યો અને કોંઇક રીતે અમને બચાવી સલામત સ્થળ રાહત શિબિર ખાતે ખસેડવામાં આવ્યાં હતા.

વધુમાં રવિન્દરે જણાવ્યું હતું તે, જ્યારે રાજ્યમાં 3 મેના રોજ હિંસા ભડકી હતી ત્યારે તેઓ ભયભીત થયા ન હતા. કારણ કે તે મૂળ અહીંનો નથી. તેથી તેને એવો વિચાર આવ્યો કે અમ સુરક્ષિત છીએ. આ સિવાય મારા મકાન માલિક મૈતેઇએ કહ્યું હતું કે, તે અંહીથી ન જાય. કારણ કે તેઓ મારી અને પરિવારની સુરક્ષા કરશે. પરંતુ હુમલાખોરો મારા ઘર સુધી પહોંચી ગયા. જ્યારે તેને આ ધર મઇતેઇનું હોવાનો ખ્યાલ આવ્યો એટલે તેણે તેને બચાવી લીધા હતા.

હાલમાં રવિન્દરે તેની પત્ની અને ત્રણ બાળકો સાથે જિરીબામના કૂકી પ્રભુત્વવાળા વિસ્તારમાં સ્થળાંતર કર્યું છે. પરંતુ રવિન્દર પોતના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઇમ્ફાલ પાછો ફર્યો છે.

મણિપુર યુનિ.ના એક પ્રોફેસરે ઓળખ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાંથી લોકો અડધી સદીથી રાજ્યમાં સ્થાયી થઈ રહ્યા છે. જેની શરૂઆત મારવાડીઓ અને પંજાબીઓથી થઇ છે. કારણ કે તેઓ અહીંયા વેપાર માટે આવતા હતા.

આ પછી બિહારના લોકો, મજૂર અથવા સુરક્ષા અને અર્ધ લશ્કરી કર્મચારીઓ આવ્યા. વધુમાં પ્રોફેશરે જણાવ્યું હતું કે, આ પ્રદેશમાં આ યાત્રા બંગાળી, મુસ્લિમો અને નેપાળીઓના આગમન સાથે સંકળાયેલું હતું, જેઓ મણિપુરના ભાગોમાં નોંધપાત્ર સંખ્યામાં સ્થાયી થયા હતા.

આ ઉપરાંત પ્રોફેશરે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, મણિપુમાં વેપાર અર્થે આવેલા મારવાડીઓ અને પંજાબીઓ મોટાભાગે ઇમ્ફાલના થંગલ બજાર વિસ્તારમાં સ્થાયી થયા હતા. જે પૈકી અમુક લોકો જ આ વિસ્તારમાંથી બહાર નીકળતા હતા, છતાં સ્થંળાતરિત થયેલા લોકોમાંથી અમુકે સ્થાનિક મૈઇતી અથવા કુકી સમાજની મહિલા સાથે લગ્ન કર્યા અને મણિપુર સમાજનો ભાગ બની ગયા.

40 વર્ષીય થોન્ગાઈચિંગનો જન્મ આવા સંઘમાંથી થયો હતો. તેમના મારવાડી પિતા મુરારી લાલ અડધી સદી કરતા પણ વધુ સમય પહેલા મણિપુર આવ્યા હતા અને સુગનુમાં બિઝનેસ પ્રસ્થાપિત કર્યો હતો. થોંગચિંગના જણાવ્યા અનુસાર, મુરારી લાલ તેની માતા કુકીના પ્રેમમાં પડ્યા અને તેની સાથે લગ્ન કરી ત્યાં જ સ્થાયી થઇ ગયા. વધુમાં થોંગાઇચિંગ જણાવ્યું કે, જ્યારે આ સમસ્યા ઉત્પન્ન થઇ ત્યારે તે ઇમ્ફાલમાં સનારીથેલ રોડ પર આવેલા એક મૈતઇ ઘરમાં નિવાસ કરતી હતી, જ્યારે તેની માં કુકી પ્રભુત્વવાળા ચુરાચાંદપુર વિસ્તારમાં હતી.

આ સાથે થોંગાઇચિંગે કહ્યું હતું કે, સુગનુમાં અમારું પુસ્તેની ઘરને આગ લગાવી ભસ્મ કરી દેવાયું. તેમજ ઇમ્ફાલમાં તેના ઘરે કેટલાક લોકો પૂછતાજ માટે પણ આવ્યાં હતા. આ પછી તેના મકાન માલિકે થોંગાઇચિંગને હિંસાની આશંકાને પગલે અહીંથી ચાલ્યા જવા કહ્યું હતું.

ઝારખંડના 44 વર્ષીય દીપકની પણ આવી જ કહાની છે. એક સંસ્થાનો કર્મચારી જે કેન્દ્રીય મંત્રાલય સાથે જોડાયેલો છે. તે 17 વર્ષની ઉંમરે મણિપુર આવ્યો હતો. ટેંગનૌપલમાં એક પ્રોજેક્ટ પર કામ કરતી વખતે, તે તેની ભાવિ પત્નીને મળ્યો અને દંપતીએ વર્ષ 2001માં લગ્ન કર્યા. છેલ્લા ઘણા સમયથી તે પોતાના પરિવાર સાથે ઇમ્ફાલના લામફેલ વિસ્તારમાં રહે છે.

આ પણ વાંચો : Car Insurance : તમારી કાર કે બાઇક પૂર કે પાણીમાં ડુબે અથવા નુકશાન થાય તો, શું કરવું અને શું ના કરવું? વીમો પાસ થાય?

“6 જૂનની મધ્યરાત્રિની આસપાસ, મીરા પૈબીસ આવી અને આધાર કાર્ડ તપાસવાનું શરૂ કર્યું અને જાણવા મળ્યું કે કેટલાક કુકી પરિવારો ત્યાં રહે છે. તેણે કહ્યું કે લોકો અહીં આવી રહ્યા છે અને તેઓ તમને મારી શકે છે તેથી તમારે ભાગી જવું જોઈએ. અમે તરત જ ઘર છોડીને આ રાહત શિબિરમાં આવ્યા તેમ,” દીપકના મોટા પુત્રએ જણાવ્યું હતું. (અનુવાદિત માનસી ભુવા)

આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ