મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હિંસક થયું, ધારાશિવમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો, ફડણવીસ-શિંદે વચ્ચે ચર્ચા, જાણો ખાસ વાતો

Maratha Reservation : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે મરાઠા અનામતના મુદ્દાને કાયદેસર રીતે ઉકેલવો જરૂરી છે અને આ માટે સરકારે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે

Written by Ashish Goyal
October 31, 2023 15:44 IST
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હિંસક થયું, ધારાશિવમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો, ફડણવીસ-શિંદે વચ્ચે ચર્ચા, જાણો ખાસ વાતો
સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ (એક્સપ્રેસ ફાઇલ)

Maratha Quota Protest : મરાઠા અનામત મુદ્દે આંદોલન હવે ઉગ્ર બન્યું છે. સોમવારે ભારે હિંસા અને આગચંપી થઈ હતી. વિરોધીઓએ ત્રણ ધારાસભ્યોના ઘરો અને કાર્યાલયોમાં તોડફોડ કરી અને આગ ચાંપી દીધી હતી. તેઓએ મ્યુનિસિપલ બિલ્ડીંગને પણ આગ ચાંપી હતી અને રોડ બ્લોક કરી દીધો હતો. બીડ જિલ્લામાં મરાઠા આરક્ષણ માટે ચાલી રહેલા આંદોલન દરમિયાન સોમવારે સાંજે હિંસાની અનેક ઘટનાઓ જોવા મળી હતી. એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે પોલીસે બીડમાં હિંસાના સંબંધમાં 49 લોકોની ધરપકડ કરી છે.

સીએમ એકનાથ શિંદેએ જારાંગે પાટીલને કહ્યું કે મરાઠા સમુદાયને કુનબી પ્રમાણપત્ર આપવા અંગે આજની કેબિનેટમાં નક્કર નિર્ણય લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે મરાઠા આરક્ષણના મુદ્દાને કાયદેસર રીતે ઉકેલવો જરૂરી છે અને આ માટે સરકારે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે. ANI એ અહેવાલ આપ્યો છે કે મુખ્યમંત્રી શિંદે સાથે સંતોષકારક ચર્ચા કર્યા પછી જારાંગે પાટીલે પાણી પીધું હતું.

  1. મરાઠા અનામત માટે ચાલી રહેલા આંદોલન દરમિયાન હિંસાની ઘટનાઓને પગલે મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસને કહ્યું કે આ આદેશ સીઆરપીસીની કલમ 144 (2) હેઠળ જારી કરવામાં આવ્યો છે.
  2. જિલ્લા કલેક્ટર સચિન ઓમ્બાસે સોમવારે કહ્યું હતું કે કર્ફ્યુ સમયગાળા દરમિયાન પાંચથી વધુ લોકો એકઠા થવાની મંજૂરી નથી. આગામી આદેશ સુધી જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ આદેશ ધારાશિવની શાળાઓ, કોલેજો અને દુકાનોને લાગુ પડશે.
  3. બીડમાં હાલમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીડના કલેક્ટર દીપા મુધોલ-મુંડેએ જણાવ્યું હતું કે શાંતિ ભંગ કરનાર કોઈપણ તોફાની તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે.
  4. મરાઠા આરક્ષણ મુદ્દે વિરોધ કરી રહેલા લોકોના એક જૂથે સોમવારે સાંજે બીડ શહેરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રકાશ સોલંકેના કાર્યાલયને કથિત રીતે આગ લગાવી દીધી હતી.
  5. કલ્યાણ કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (KKRTC) મહારાષ્ટ્ર માટે તેની બસ સેવાઓ સ્થગિત કરી દીધી છે કારણ કે મરાઠા અનામત માટે ચાલી રહેલા આંદોલન દરમિયાન તે રાજ્યના ઓમેરગામાં વિરોધીઓ દ્વારા તેની એક બસને આગ લગાવવામાં આવી હતી. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) એ પણ પૂણેથી મરાઠવાડાના બે જિલ્લાઓમાં તેની સેવાઓ સ્થગિત કરી દીધી છે.
  6. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ યવતમાલમાં કહ્યું કે મરાઠા સમુદાયે થોડી ધીરજ રાખવાની જરૂર છે. તેમણે સમુદાયને ઉગ્રવાદી વલણ ન અપનાવવા વિનંતી કરી અને તેમને સકારાત્મક નિર્ણય લેવાનું વચન આપ્યું છે. તેમણે લોકોને મરાઠા અનામતના નામે હિંસા ભડકાવવા સામે પણ ચેતવણી આપી અને કહ્યું કે કેટલાક લોકોના કારણે સમગ્ર આંદોલન પર શંકા પેદા થઈ રહી છે.
  7. મુખ્યમંત્રી એકનાથ શિંદે રાત્રે લગભગ 8 વાગે રાજ્યપાલ રમેશ બૈસને મળ્યા હતા. મળતી માહિતી મુજબ આ બેઠકમાં રાજ્યના કાયદો અને વ્યવસ્થા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
  8. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાત્રે 10 વાગ્યે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ચર્ચા કરી હતી. સરકાર આજે મળનારી મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં જસ્ટિસ સંદીપ શિંદેની કમિટીના રિપોર્ટને સ્વીકારી શકે છે. શિંદે કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક લાખ લોકોના દસ્તાવેજોની તપાસ કર્યા બાદ 11,530 મરાઠાઓ પાસે કુણબી હોવાના દસ્તાવેજો મળ્યા છે.
  9. મોડી રાત્રે સોલાપુર અને પંઢરપુરમાંથી પણ આગની તસવીરો સામે આવી છે. મરાઠા આંદોલનકારીઓએ રાજ્ય પરિવહન નિગમની બસને આગ ચાંપી દીધી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ