Govt Warns TV channels: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે (Ministry of Information and Broadcasting) સોમવારે (9 જાન્યુઆરી, 2023) તમામ ટેલિવિઝન ચેનલોને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સામેની હિંસા સહિત અકસ્માતો, મૃત્યુ અને હિંસાની ઘટનાઓના રિપોર્ટીંગ વિરુદ્ધ એક એડવાઈઝરી જાહેર કરી છે. જેઓ પ્રસારણની મોડસ ઓપરેન્ડી સાથે સમાધાન કરી રહ્યા છે. ટેલિવિઝન ચેનલોની ઘણા કેસોમાં ખામી જોયા બાદ મંત્રાલય દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું છે કે, ટેલિવિઝન ચેનલોએ લોકોના મૃતદેહો અને ચારેબાજુ લોહીના છાંટા પડેલા, ઘાયલ વ્યક્તિઓના ફોટા/વિડિયો દર્શાવ્યા છે. આ સાથે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિતના લોકોને નિર્દયતાથી માર મારવામાં આવતા વીડિયો પણ બતાવવામાં આવ્યા હતા, જેમાં પીડિતો રડી રહ્યા છે, બાળકોને માર મારવામાં આવી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે, આવા વીડિયો અને તસવીરો પ્રત્યે સાવધાની રાખવને બદલે તેને લાંબા શોટમાં બતાવવામાં આવ્યા હતા અને તેને ભયાનક બનાવી દેવામાં આવ્યા હતા. ઘટનાઓની જાણ કરવાની રીત દર્શકો માટે અત્યંત પરેશાન કરનારી છે.
એડવાઈઝરી વિવિધ પ્રેક્ષકો પર આવા અહેવાલની અસરને પ્રકાશિત કરે છે. એવું કહેવામાં આવ્યું છે કે, આવા સમાચાર બાળકો પર પ્રતિકૂળ માનસિક અસર પણ કરી શકે છે. તે ગોપનીયતાના આક્રમણનો પણ એક મહત્વપૂર્ણ મુદ્દો પણ છે, જે સંભવિત રૂપે નિંદનીય અને નુકસાનકારક હોઈ શકે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ટેલિવિઝન એક એવું પ્લેટફોર્મ છે, જેને લોકો ઘર અને પરિવારમાં સાથે બેસીને જુએ છે.
મંત્રાલયે એ પણ અવલોકન કર્યું છે કે, મોટાભાગના કેસોમાં પ્રોગ્રામ કોડનું પાલન અને સાતત્ય સુનિશ્ચિત કરવા માટે વીડિયો સોશિયલ મીડિયામાંથી લેવામાં આવે છે અને સંપાદકીય અને એડિટીંગ કર્યા વિના પ્રસારિત કરવામાં આવે છે. મંત્રાલયે તાજેતરમાં પ્રસારિત સામગ્રીના ઉદાહરણોની યાદી પણ બહાર પાડી છે.
30.12.2022: અકસ્માતમાં ઘાયલ ક્રિકેટરની દર્દનાક તસવીરો અને વીડિયો બ્લર કર્યા વિના બતાવવામાં આવ્યા હતા.
28.08.2022: લોહીના છાંટા સાથે શરીરને ઘસેડીને જતા એક માણસના પરેશાન કરી દે તેવા ફૂટેજ બતાવવામાં આવ્યા હતા.
06-07-2022: બિહારની રાજધાની પટનામાં એક કોચિંગ ક્લાસમાં, એક શિક્ષક દ્વારા 5 વર્ષના છોકરાને બેરહેમીપૂર્વક માર માર્યો અને બેહોશ થઈ જાય ત્યાં સુધીનો તેનો વીડ્યો બતાવવામાં આવ્યો. ક્લિપ મ્યૂટ કર્યા વિના ચલાવવામાં આવી હતી, જેમાં દયાની ભીખ માંગતી બાળકની પીડાદાયક ચીસો સાંભળી શકાય છે. આ 09 મિનિટથી વધુ સમય માટે બતાવવામાં આવ્યું હતું.
04-06-2022: પંજાબી ગાયકના મૃતદેહના દર્દનાક ચિત્રો બ્લર કર્યા વિના બતાવ્યા.
આ પણ વાંચો – joshimath sinking News : જોશીમઠમાં વર્ષો પહેલા જ ખતરાની ઘંટી વાગી હતી, કેમ બની આ વિપરીત પરિસ્થિતિ?
આવા પ્રસારણ પર ચિંતા વ્યક્ત કરીને અને તેમાં સામેલ વિશાળ જાહેર હિતને ધ્યાનમાં રાખીને અને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત ટેલિવિઝન ચેનલોના દર્શકોની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને મંત્રાલયે તમામ ખાનગી ટેલિવિઝન ચેનલોને ભારપૂર્વક સલાહ આપી છે કે, તેઓ તેમની સિસ્ટમ અને રિપોર્ટિંગની પદ્ધતિઓને ધ્યાનમાં રાખે.