Harikishan Sharma : પશ્ચિમ બંગાળ હાલમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના (MGNREGS) અમલીકરણમાં અનિયમિતતાઓને કારણે ચર્ચામાં છે, જેના પરિણામે કેન્દ્ર દ્વારા ભંડોળ અટકાવવામાં આવ્યું છે, નેશનલ લેવલ મોનિટરિંગ (NLM) રિપોર્ટ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય પાસે ઉપલબ્ધ છે. ઘણા રાજ્યોમાં ગ્રામીણ જોબ ગેરંટી યોજનાના અમલીકરણમાં અનિયમિતતા છે.
રિપોર્ટમાં એવા કામોની યાદી પણ છે જ્યાં MGNREGS ભંડોળનો ઉપયોગ કરીને કરવામાં આવેલ કામ અસ્તિત્વમાં નથી. NREGS MIS (મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ્સ) મુજબ આ કામો “ચાલુ છે અથવા પૂર્ણ થઇ ગયા છે ” તરીકે નોંધવામાં આવ્યા હતા.
NLM ગાઇડલાઇન્સ અનુસાર, ગ્રામીણ વિકાસ મંત્રાલય ત્રણ શરતોમાં NLM ને નિયુક્ત કરી શકે છે. મોટી યોજનાઓની નિયમિત દેખરેખ, વ્યક્તિગત યોજનાની વિશેષ દેખરેખ અને ફરિયાદો. સમગ્ર દેશમાં 2022-23 દરમિયાન ત્રણ તબક્કામાં MGNREGSનું વિશેષ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેના ત્રણ અલગ-અલગ રિપોર્ટ દિલ્હી સ્થિત CMI સામાજિક સંશોધન કેન્દ્ર દ્વારા સંકલિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Deoria Case : લોહી પર રાજનીતિ? દેવરિયામાં ભાજપ અને સપા કેમ સામસામે આવી ગયા, જાણો સમગ્ર મામલો
જાન્યુઆરી વર્ષ 2022માં અંતિમ સ્વરૂપ NLMs દ્વારા MG NREGSના વિશેષ દેખરેખનો પ્રથમ રિપોર્ટ ઓનસાઇટ વેરિફિકેશનની વિગતો આપે છે. રિપોર્ટ જણાવે છે કે, “આ દેખરેખ માટે ગ્રામ પંચાયત (GP) ની પસંદગી મંત્રાલય સ્તરે કરવામાં આવી હતી જો કે ચકાસવાના કામો NLM ટીમો દ્વારા રેન્ડમ ધોરણે ઓળખવાના હતા. મોટાભાગે, લગભગ તમામ જિલ્લાઓમાં, ચકાસાયેલ કામો હેઠળ આવેલી સંપત્તિઓ ગ્રાઉન્ડલેવલ અસ્તિત્વમાં હોવાનું જણાયું હતું.
જો કે, રિપોર્ટ અનુસાર રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં NLMsમાંથી રેન્ડમ રીતે પસંદ કરાયેલા 55 MGNREGA કામોમાંથી 23 “અસ્તિત્વમાં નથી” હોવાનું જણાયું હતું. ઝાલાવાડ (રાજસ્થાન) જિલ્લા માટેના NLM રિપોર્ટમાં આ સંદર્ભે કેટલાક ખૂબ જ ચોંકાવનારા કિસ્સા છે. 12 GPs માં NLM ટીમોએ 55 MGNREGA કામો ચકાસ્યા છે, રેન્ડમલી પસંદ કર્યા છે અને તેમાંથી 23 કામો ‘હાલના નથી’ તરીકે મળી આવ્યા છે.
NLM એ નોટિસ કર્યું છે કે ”આમાંના મોટા ભાગના કામો જળ સંરક્ષણ (Water conservation) અને જળ સંચય (water storage) ની પ્રવૃત્તિઓ જેવી કે માટીના ચેકડેમ/બંડિંગ/તળાવ/તળાવનું ડિસિલ્ટિંગ વગેરે હતા જ્યારે અન્ય કેટેગરીના કેટલાક કામો પણ અસ્તિત્વમાં ન હોવાનું જણાયું હતું.”
રિપોર્ટમાં જણાવ્યું છે કે, “NLM તારણો એ પણ સૂચવે છે કે આ કામો પર કરવામાં આવેલ ખર્ચ બોગસ હતો, બનાવટી બિલો બનાવવામાં આવ્યા હતા અને કામદારોને ચૂકવવામાં આવતા વેતનને વિવિધ સ્તરે કાર્યકર્તાઓ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા હતા.પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં બે MG-NREGS કામ ગ્રાઉન્ડ પર ગુમ થઇ ગયા છે.”
રિપોર્ટ અનુસાર, “વૃક્ષારોપણ માટે મંજૂર કરાયેલું કામ લાભાર્થી નામ શ્રી નોનીગોપાલ સરકાર માટે હતું અને NLM ટીમે સ્થળની મુલાકાત લેતા જણાયું કે કોઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી. લાભાર્થી શ્રી સરકાર મસ્ટર રોલમાં નામ ધરાવતા કામદારોથી બિલકુલ અજાણ હતા. તેણે સ્વીકાર્યું કે માત્ર 18 રોપાઓ પૂરા પાડવામાં આવ્યા હતા જે તેઓ તેમના ખેતરમાં રોપવા માગે છે.”
બીજો રિપોર્ટ, મે 2022 માં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જેમાં નોંધ્યું હતું કે 6,538 વર્કસાઈટ્સનું ઓઝર્વેશન કરવામાં આવ્યું હતું, તેમાંથી 23 પર કોઈ કામ શરૂ કરવામાં આવ્યું ન હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, “આ તમામ કામો MIS મુજબ ચાલુ અથવા પૂર્ણ થયા હોવાનું નોંધવામાં આવ્યું છે.” આ 23 કામોમાંથી 6 કર્ણાટકમાં, 5 બિહારમાં, 4 પંજાબ અને રાજસ્થાનમાં, બે પશ્ચિમ બંગાળમાં અને એક -એક હિમાચલ પ્રદેશ અને ઝારખંડમાં હતા. આ 23 ગુમ થયેલા કામોમાંથી એક ઉદાહરણ ટાંકીને, રિપોર્ટમાં નોંધ્યું છે કે, ગ્રેવેલ રોડ કન્સ્ટ્રક્શન ગુમ થયેલ જણાયું…NLM દ્વારા ઉપરોક્ત કાર્ય સ્થળના નિરીક્ષણ પર, એવું જાણવા મળ્યું કે આ કાર્ય પર MR [મસ્ટર રોલ] જનરેટ કરવામાં આવ્યો છે અને કુલ 1993 વ્યક્તિ દીઠ રોજગાર બુક કરવામાં આવે છે જેની સામે ₹ 4.31 લાખ કર્યા છે. એવું જાણવા મળ્યું કે આ સાઇટ પર કોઈ કાર્ય/પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી નથી.





