Andheri East Bypolls: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે અંધેરી પૂર્વ વિધાનસભા ક્ષેત્ર માટે આગામી 3 નવેમ્બરે યોજાનાર પેટા ચૂંટણી માટે ભાજપા ઉમેદવારને મેદાનમાં ના ઉતારવા માટે વિનંતી કરી છે. જે દિવંગત ધારાસભ્ય રમેશ લટકેના નિધનથી ખાલી પડી છે. ફડણવીસને સંબોધિત કરીને લખેલો આ પત્ર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ ઠાકરેએ લખ્યું કે મનસે પેટાચૂંટણી લડશે નહીં.
મનસે પ્રમુખે કહ્યું કે આ સીટ પર રમેશ લટકે ધારાસભ્ય હતા. તેમના નિધનથી રમેશની પત્ની ઋતુજા લટકે આ સીટથી ઉમેદવાર છે. મારું તમને નિવેદન છે કે તમે આ સીટથી ચૂંટણી ના લડો. આમ કરીને તમે તેમની પત્નીને ધારાસભ્ય બનાવી શકો છો. સાથે દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ ગણાશે. મેં દિવંગત રમેશ લટકેના રાજનીતિક ક્ષેત્રમાં વિકાસ જોયો છે. રાજ ઠાકરેએ ભાજપાને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું કે ઋતુજા લટકે નિર્વાચન ક્ષેત્રથી ધારાસભ્ય બને, કારણ કે આ મહારાષ્ટ્રની રાજનીતિક સંસ્કૃતિ પ્રમાણે થશે.
ફડણવીસે કહ્યું- હું એકલો નિર્ણય ના કરી શકું
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મને રાજ ઠાકરેનો પત્ર મળ્યો છે. જે સારી ભાવના સાથે લખવામાં આવ્યો છે. જોકે હું એકલો પોતાની પાર્ટીમાં નિર્ણય લઇ શકું નહીં. અમારી પાર્ટીના ઉમેદવારે નામંકન દાખલ કરી દીધું છે અને ઉપરથી જાહેરાત થઇ ગઇ છે. આ પત્રનો જવાબ આપતા પહેલા અમારે પોતાના નેતૃત્વ સાથે વાત કરવી પડશે. અમારે અમારા સહયોગી બાલાસાહેબની શિવસેના સાથે પણ ચર્ચા કરવી પડશે. આ પછી જ હું આના પર ટિપ્પણી કરી શકું છું.
આ પણ વાંચો – સીબીઆઈ સમન્સ પર આમ આદમી પાર્ટીનો દાવો- કાલે મનિષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવશે
ડિપ્ટી સીએમ ફડણવીસે કહ્યું કે ભાજપા નેતા આશિષ શેલારે પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારનું સમર્થન કરવાની વિનંતી સાથે રાજ ઠાકરે સાથે તેમના નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી. રાજ ઠાકરેએ પણ શેલારને પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી કે ભાજપાએ ચૂંટણી ના લડવી જોઈએ. હવે તેમણે મને પણ પત્ર લખ્યો છે.
શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને સાંસદ અરવિંદ સાવતે કહ્યું કે હું રાજ ઠાકરેની અપીલનું સ્વાગત કરું છું પણ હવે મોડું થઇ ગયું છે. નામાંકન પહેલા જ દાખલ થઇ ગયા છે.