scorecardresearch

દિલ્હીમાં સતત વરસાદથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા, હવામાન વિભાગે મહારાષ્ટ્ર સહિત 17 રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું

imd rainfall alert : હવામાન વિભાગે (imd) ઉત્તરથી લઇ દક્ષિણ ભારત સુધીના ઘણા રાજ્યોમાં વરસાદ (rainfall) પડવાની આગાહી કરી છે. શનિવારથી સતત વરસાદ (monsoon) વરસતા દિલ્હી (delhi)- એનસીઆરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા.

દિલ્હીમાં સતત વરસાદથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા, હવામાન વિભાગે મહારાષ્ટ્ર સહિત 17 રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું

ચોમાસા (monsoon)ની સત્તાવાર વિદાય વચ્ચે પણ ભારતના ઘણા રાજ્યોમાં આસો મહિનામાં અષાઢી વરસાદ (rainfall) નો માહોલ સર્જાયો છે. છેલ્લા ઘણ દિવસથી ગુજરાત, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે દિલ્હી- મહારાષ્ટ્રમાં યલો એલર્ટ (yellow alert)ની ચેતવણી આપવાની સાથે સાથે 17 રાજ્યોમાં રવિવારે વરસાદ પડવાની આગાહી કરી છે.

હવામાન વિભાગે ઉત્તરથી લઇ દક્ષિણ ભારત સુધીના ઘણા રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. દિલ્હી- એનસીઆરથી લઇને મુંઇ સુધી વિવિધ શહેરોમાં વરસાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. તો પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાર વરસી રહ્યો છે.

દેશની રાજધાની દિલ્હી (delhi), ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાજિયાબાદ, એનસીઆરમાં શનિવાર ઝરમર વરસાદ પડ્યો હતો. સતત વરસાદ પડવાને કારણે કેટલાંક સ્થળોએ પાણી ભરાઇ ગયા હતા.

દિલ્હી- એનસીઆરમાં છેલ્લાં ત્રણ દિવસથી ધીમે ધારે વરસી રહેલા વરસાદથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદ વરસતા દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ગુરુગ્રામમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. જો કે વરસાદના પગલે એર ક્વોલિટી સુધરવાની સાથે સાથે તાપમાન પણ ઘટી ગયુ છે. હવામાન વિભાગે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હજી 2-3 દિવસ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.

હવામાન વિભાગે 17 રાજ્યોમાં આગાણી બેથી ત્રણ દિવસ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દિલ્હી- એનસીઆરમાં આજે 9 ઓક્ટોબરના રોજ ભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે. તો દેશના પૂર્વ વિસ્તારોમાં ભારે ઝડપી પવન ફૂંકાતા હવાનું દબાણ રહેશે. ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ સાથે યેલો એલર્ટ જારી કર્યુ છે.

ક્યાં વિસ્તારોમાં વરસાદ વરસશે?

હવામા વિભાગની આગાહી મુજબ દક્ષિણ-પૂર્વ દિલ્હી, નોઇડા, દાદર, એનસીઆર, ફરીદાબાદ, માનેસર, બલ્લભગઢ, પાનીપત, ગોહાના, સોહાના, પલવલ અને નજીકના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડીશકે છે. તો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર, ચાંદપુર, મુરાદાબાદ, બદાયુ, નંદગાંવ, મથુરા, અલીગઢ સહિતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત રાજસ્થાનમાં પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

Web Title: Monsoon news imd yellow alert issues for delhi and maharashtra

Best of Express