ઉદ્ધવ ઠાકરે કેમ્પમાં મચેલી ભાગદોડ હજુ ખતમ થવાનું નામ લેતી નથી. ઉદ્ધવ કેમ્પના 13માં સાંસદ ગજાનન કિર્તીકરે બળવો કરીને એકનાથ શિંદે કેમ્પમાં આવી ગયા છે. ગજાનન કિર્તીકર શુક્રવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નિવાસસ્થાન વર્ષા બંગલા પર ગયા હતા. જ્યાં તે શિંદે ગ્રુપમાં જોઈન થઇ ગયા છે. તે પછી સીએમ એકનાથ શિંદે અને પાર્ટીના અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં રવીન્દ્ર નાટ્ય મંદિરમાં આયોજિત એક કાર્યક્રમમાં આધિકારિક રુપથી પાર્ટીમાં સામેલ થયા હતા.
સીએમ એકનાથ શિંદેએ ટ્વિટ કરીને ગજાનન કિર્તીકરની પાર્ટીમાં સામેલ થવાની પૃષ્ટિ કરી હતી. મરાઠીમાં કરેલા ટ્વિટમાં શિંદેએ લખ્યું કે મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા ક્ષેત્રના એક લોકપ્રિય સાંસદ ગજાનન કિર્તીકર આજે બાલાસાહેબની શિવસેના પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. આ પ્રસંગે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને ભવિષ્યની સામાજિક અને રાજનીતિક યાત્રા માટે શુભકામના પાઠવી.
આ પણ વાંચો – પીએમ મોદીએ નાદપ્રભુ કેમ્પેગૌડાની 108 ફૂટની તાંબાની પ્રતિમાનું અનાવરણ કર્યું
મુંબઈના સાંસદના આ નિર્ણયથી ગ્રેટર મુંબઈ નગર નિગમની ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યૂબીટી) માટે એક મોટા ઝટકાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. કિર્તીકરને ઉદ્ધવ ઠાકરે સમૂહના એક વફાદાર સાંસદ માનવામાં આવતા હતા. જોકે તે શિંદે સમૂહમાં સામેલ થતા તેમના સમૂહ સાંસદોની સંખ્યા 13 થઇ ગઇ છે.
શિવાજી પાર્કમાં આયોજીત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરવું ભૂલી હતી. 6 સપ્ટેમ્બરે ગજાનન કિર્તીકર અને મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે ગુપ્ત મુલાકાતના સમાચાર હતા. રિપોર્ટ પ્રમાણે કિર્તીકર હાલના દિવસોમાં વિભિન્ન કારણોથી ઠાકરે કેમ્પથી ખુશ નથી.