સોશિયલ મીડિયા પર આજકલ સ્ટન્ટબાજીના વિડીયો વાયરલ થતા રહે છે. ક્યારેક રોડ પર ચાલતી બાઈક પર કિસ કરતા કપલનો વિડીયો વાયરલ થાય છે તો ક્યારકે કારની રૂફટોપ પર ઉભા રહીને ડાન્સ કરતા છોકરાનો વિડીયો વાયરલ થાય છે. હવે મુંબઈથી એક એવો વિડીયો સામે આવ્યો છે, જેમાં એક છોકરો 2 છોકરીઓને બાઈક પર બેસાડીને ખતરનાક સ્ટન્ટ કરે છે, વિડીયો વાયરલ થયો તો મુંબઈ પોલીસએ એકશન લીધી હતી.
એક અધિકારીએ જણાવ્યું કે બાઇકના રજીસ્ટ્રેશન નંબરના આધારે પોલીસ ટીમે આરોપીની ઓળખ કરી અને તેની એન્ટોપ હિલ સ્થિત નિવાસસ્થાનથી ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને ખરાબ કરવા માટે અપાઇ છે “સુપારી”! આ શબ્દ મૂળ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો?
વિડિયોમાં, હેલ્મેટ ન પહેરેલા કાદરી વ્હીલી ચલાવતા જોવા મળે છે જ્યારે એક છોકરી તેની આગળ બેઠી છે જ્યારે એક છોકરી તેની પાછળ બેઠી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો વાયરલ થયા બાદ મુંબઈ પોલીસને વીડિયોમાં ટેગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ ૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટ, અમર શહીદ ગનર, ડીએમટી રમેશ જોગલની વાત
ત્યારપછી પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી આરોપીની શોધ શરૂ કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી કાદરીની વિરુદ્ધ ભૂતકાળમાં બે ગુના નોંધાયેલા હતા અને તે શહેરમાંથી પણ બહાર કાઢવામાં આવ્યો હતો.
કાદરીને ખબર પડી કે પોલીસ તેને શોધી રહી છે, તેણે પોતાનું લોકેશન બદલતો રહ્યો હતો. આખરે, ટેકનિકલ બાતમીના આધારે, પોલીસે તે સાકી નાકા વિસ્તારમાં હોવાનું શોધી કાઢ્યું અને તેને પકડી લીધો હતો.