Muslims education : કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે તેઓએ તેમની હાલત માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં રવિવારે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું, “આધુનિક શિક્ષણને ઈસ્લામ વિરુદ્ધ માનવામાં આવતું હતું. તેઓ કાં તો તેના પર પ્રતિબંધ મૂકવા માંગતા હતા અથવા મુસ્લિમ વિદ્યાર્થીઓને તેને વાંચતા-લખતા અટકાવવા માંગતા હતા.”
ઈસ્લામિક કટ્ટરપંથીઓ પર હુમલો કરતા આરિફ મોહમ્મદ ખાને કહ્યું, “તેઓએ કહ્યું કે તેઓ એવા મુસ્લિમો વિરુદ્ધ કાર્યવાહી કરશે જેમણે તેમના બાળકોને આધુનિક શિક્ષણ મેળવવા મોકલ્યા.”
આ પણ વાંચો – Joshimath: જોશીમઠ ફક્ત 12 દિવસોમાં 5.4 સેમી ધસી ગયું, ISROની સેટેલાઇટ ઇમેજથી સામે આવી માહિતી, જાણો આવું કેમ થયું હશે
એએમયુની સ્થાપના કરનાર સર સૈયદનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું, “સર સૈયદે કહ્યું કે, આપણે (મુસ્લિમો) આપણા પછાતપણા માટે ખુદ જ જવાબદાર છીએ, તેમણે દોષ થોપવાનો પ્રયાસ કર્યો ન હતો. તેમણે એમ પણ કહ્યું કે, જો મુસ્લિમો શિક્ષણની બાબતમાં પછાત રહેશે તો તેઓ સમગ્ર દેશ માટે સમસ્યા બની જશે.