Shaju Philip : ગુજરાતની અમૂલના પ્રવેશને લઈને કર્ણાટકમાં માહોલ ગરમાયો છે, કેરળની દૂધ સહકારીએ પડોશી રાજ્યની નંદિની બ્રાન્ડ દ્વારા ત્યાં પ્રવેશને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
કર્ણાટક મિલ્ક ફેડરેશન, જેણે તાજેતરમાં કેરળમાં થોડા આઉટલેટ્સ ખોલ્યા છે, તેણે સમગ્ર રાજ્યમાં ફ્રેન્ચાઇઝ આઉટલેટ્સને મંજૂરી આપવાની યોજના જાહેર કરી છે.
આનાથી કેરળ કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે લોકપ્રિય મિલમા બ્રાંડ ચલાવે છે, તેના મેનેજમેન્ટને તેની કેરળ યોજનાઓ વિશે મજબૂત રિઝર્વેશન દર્શાવતા નંદિની ખાતેના તેના સમકક્ષને પત્ર લખવા માટે પ્રેરિત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાયગઢમાં ખીણમાં ખાબકી બસ, 13 લોકોના મોત, અનેક લોકો ઘાયલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલું
કેરળ કોઓપરેટિવમાં 15 લાખ ડેરી ફાર્મર અને 3,000 જેટલી સહકારી સંસ્થાઓ છે. મિલ્માના ચેરમેન કે એસ મણીએ જણાવ્યું હતું કે કેટલાક રાજ્ય દૂધ માર્કેટિંગ ફેડરેશન (નંદિની) દ્વારા તેમના સંબંધિત ડોમેનની બહાર મુખ્ય ઉત્પાદનોનું માર્કેટિંગ કરવાનું વલણ વધી રહ્યું છે. મણિએ કહ્યું હતું કે, “આ ફેડરલ સિદ્ધાંતો અને સહકારી ભાવનાનું ઘોર ઉલ્લંઘન કરે છે જેના આધારે દેશની ડેરી સહકારી ચળવળનું નિર્માણ અને સંવર્ધન ત્રિભુવનદાસ પટેલ અને ડૉ. વર્ગીસ કુરિયન જેવા અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ પગલું સહકારી ભાવનાના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. અન્ય રાજ્યની બ્રાન્ડ આપણા બજારને અસર કરશે કે નહીં તે ગૌણ બાબત છે.”
તેમણે જણાવ્યું હતું કે દરેક ફેડરેશન પાસે તેનું નિર્ધારિત ડોમેન છે અને મિલમા માત્ર નંદિનીની લિક્વિડ મિલ્ક બ્રાન્ડના ક્રોસ બોર્ડર વેચાણ અંગે ચિંતિત છે, જ્યારે અન્ય ઉત્પાદનો બજારમાં પહેલેથી જ છે. તેમણે કહ્યું હતું કે, “કર્ણાટકમાં અમૂલ (ગુજરાત મિલ્ક કોઓપરેટિવ ફેડરેશન)ના તે રાજ્યમાં તેના ઉત્પાદનો વેચવાના પગલા સામે સખત પ્રતિકાર છે. જ્યારે કર્ણાટક મિલ્ક ફેડરેશનના હોદ્દેદારો તેમના માર્કેટમાં અમૂલના પ્રવેશનો સખત વિરોધ કરી રહ્યા છે, ત્યારે કર્ણાટક ફેડરેશનની કેરળમાં પ્રવેશને કેવી રીતે ન્યાયી ઠેરવી શકાય? આ અનૈતિક છે.”
મણિએ કહ્યું કે મિલમા કર્ણાટક ફેડરેશનના મુખ્ય ગ્રાહકોમાંથી એક છે. તેમણે કહ્યું હતું કે, “જ્યારે કેરળમાં દૂધની અછત હોય છે, ત્યારે અમે કર્ણાટકમાંથી જથ્થાબંધ ખરીદી કરીએ છીએ. એવા પ્રસંગો પણ ઘણા છે જ્યારે અમે નંદિની પાસેથી દરરોજ 2 લાખ લિટર દૂધ ખરીદીએ છીએ. કેરળમાં છૂટક વેચાણ શરૂ કરવાની તેમની બિડ અમારા હિતોને નુકસાન પહોંચાડશે અને તે પરસ્પર વિનાશક છે.”
તેમણે કહ્યું કે કેરળમાં ડેરી સેક્ટરમાં ઇનપુટ કોસ્ટ અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણી વધારે છે.
મિલ્મા તેના ટર્નઓવરના 83 ટકા તેના નેટવર્કમાં સહકારી મંડળીઓ દ્વારા ડેરી ખેડૂતોને આપે છે. ઉપરાંત, મિલ્માના સરપ્લસનો મોટો ભાગ ખેડૂતોને દૂધના ભાવ પર વધારાના પ્રોત્સાહન અને પશુઓના ખોરાક પર સબસિડી તરીકે આપવામાં આવે છે.
મિલ્માના ચેરમેને જણાવ્યું હતું કે, “વિવિધ રાજ્યોના ડેરી કોઓપરેટિવ ફેડરેશનના શ્રેષ્ઠ હિતમાં છે કે તેઓ સંબંધિત રાજ્યની બહાર દૂધ અને અન્ય મુખ્ય ઉત્પાદનો વેચવા માટે વેચાણ આઉટલેટ્સ ખોલવાની અથવા ફ્રેન્ચાઇઝીની વ્યવસ્થા કરવાની યોજનાઓથી દૂર રહે.