scorecardresearch

Nepal Plane Crash: દુર્ઘટના પહેલા પ્લેનમાં મસ્તીભર્યો માહોલ હતો, એકા-એક ચીસો શરૂ, જુઓ અકસ્માત પહેલાનો ભયાનક VIDEO

Nepal Plane Crash : નેપાળ વિમાન દુર્ઘટનામાં 72 લોકોના મોત થયા છે, આ અકસ્માત (Accident) થયો તે પહેલાનો એક વીડિયો (Video) સામે આવ્યો છે, જુઓ કેવી રીતે લોકો ખુશી મનાવી રહ્યા હતા અને મોત કાળ બનીને આવ્યું.

Nepal Plane Crash: દુર્ઘટના પહેલા પ્લેનમાં મસ્તીભર્યો માહોલ હતો, એકા-એક ચીસો શરૂ, જુઓ અકસ્માત પહેલાનો ભયાનક VIDEO
નેપાલ પ્લેન ક્રેશ થતા પહેલા એક યાત્રીએ ફેસબુક પર લાઈવ કર્યું હતુ

Nepal Plane Crash: નેપાળમાં રવિવારે બપોરે થયેલા વિમાન દુર્ઘટનામાં તમામ 72 લોકોના મોત થયા છે. નેપાળની સેનાએ સર્ચ ઓપરેશન દરમિયાન 68 મૃતદેહો પણ કબજે કર્યા છે અને વિમાનનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. સોમવારે સેનાએ કહ્યું કે, એક પણ મુસાફર જીવિત નથી. યેતી એરલાઇન્સના પ્લેનમાં 4 ક્રૂ મેમ્બર સહિત 72 લોકો સવાર હતા. આ અકસ્માતમાં પાંચ ભારતીયોના પણ મોત થયા છે. તો, આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

પ્લેન ક્રેશ વખતે એક યુવક ફેસબુક લાઈવ કરી રહ્યો હતો

હકીકતમાં, આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ ભારતીયો ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના રહેવાસી છે. તો, સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, પ્લેન ક્રેશ થયું ત્યારે એક યુવક ફેસબુક લાઈવ કરી રહ્યો હતો. ફેસબુક લાઈવ કરનાર યુવકનું નામ સોનુ જયસ્વાલ છે અને તેનું પણ પ્લેન એક્સિડન્ટમાં મોત થયું છે.

સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સોનુ હસીને વીડિયો બનાવી રહ્યો છે. તો, પ્લેનની બારીની બહાર આગ દેખાય છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેનમાં હાજર તમામ મુસાફરો હસી રહ્યા હતા. પરંતુ અચાનક વિમાનમાં આગ લાગી. પછી સ્ક્રીન પર માત્ર આગ દેખાય છે અને ચીસો – બુમો સંભળાય છે.

ક્રેશ થયેલા વિમાનમાં સવાર પાંચ ભારતીયોની ઓળખ સોનુ જયસ્વાલ (35), અભિષેક કુશવાહા (25), વિશાલ શર્મા (22), અનિલ કુમાર રાજભર (27) અને સંજય જયસ્વાલ (35) તરીકે થઈ છે. જેમાંથી સોનુ જયસ્વાલ યુપીના વારાણસીનો રહેવાસી હતો. વિમાનમાં 5 ભારતીયો ઉપરાંત ચાર રશિયન અને એક આઇરિશ નાગરિક પણ સવાર હતા.

આ પણ વાંચોNepal Plane Crashes: પોખરામાં પ્લેન ક્રેશમાં 68 લોકોના મોત, નેપાળમાં આવી દુર્ઘટનાઓનો ઈતિહાસ કેમ છે? જાણો

ગાઝીપુરના પોલીસ અધિક્ષક અને જનસંપર્ક અધિકારી આલોક ત્રિપાઠીએ રવિવારે મીડિયાને જણાવ્યું કે વિશાલ શર્મા ભડેસર વિસ્તારના અલવલપુર ચટ્ટી ગામનો રહેવાસી છે. તેમણે જણાવ્યું કે સોનુ જયસ્વાલ આ દિવસોમાં સારનાથમાં રહેતો હતો.

Web Title: Nepal plane crash atmosphere before accident horrible video

Best of Express