પારસનાથ હિલ્સ પર સમ્મેદ શિખરજી પછી નવો વિવાદ, આ મુદ્દે ઝારખંડ સરકારને ઘેરવાની તૈયારીમાં આદિવાસી મોરચો

Parasnath Hills - JBMમાં ઘણા પ્રમુખ સદસ્ય છે, જેમાં સત્તામાં રહેલી ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય લોબિન હેમ્બ્રોમ અને ઓલ ઝારખંડ સ્ટેૂડેંટ્સ યૂનિયનના પૂર્વ સદસ્ય નરેશ મૂર્મૂ સામેલ છે

Written by Ashish Goyal
January 22, 2023 16:44 IST
પારસનાથ હિલ્સ પર સમ્મેદ શિખરજી પછી નવો વિવાદ, આ મુદ્દે ઝારખંડ સરકારને ઘેરવાની તૈયારીમાં આદિવાસી મોરચો
પારસનાથ હિલ્સ (તસવીર -સોશિયલ મીડિયા)

ઝારખંડ બચાવો મોરચાના (JBM)બેનર હેઠળ ઘણા આદિવાસી નેતા રવિવારે ઝારખંડના દુમકામાં એક દિવસીય સંમેલન આયોજીત કરશે. જેમાં છેલ્લા 22 વર્ષોમાં આદિવાસી સમુદાયની ઉપેક્ષાને લઇને સવાલ ઉઠાવવામાં આવશે. જેમાં પારસનાથ પહાડીઓ (Parasnath Hills)પર પોતાના ધાર્મિક અનુષ્ઠાનોનો અભ્યાસ કરવા માટે પોતાના દાવાને પણ નેતા આગળ વધારશે.

નેતા સંવિધાનની પાંચમી અનુસૂચી અંતર્ગત આવનાર ક્ષેત્રોમાં અનુસૂચિત ક્ષેત્રોમાં પંચાયત વિસ્તાર (PESA)ના કાર્યાન્વયનની ઉણપના મુદ્દા પર પ્રકાશ પાડશે. PESA ગ્રામસભાઓને નોકરીઓ અને શિક્ષાની કમી સિવાય પોતાના અધિકારો અને સંસ્કૃતિનો દાવો કરવા અને ઘણા અન્ય મુદ્દા વચ્ચે છોટા નાગપુર ટેનેંસી એક્ટ અથવા સંથાલ પરગના ટેનેંસી (CNT, SPT)એક્ટને લાગુ કરવાનો અધિકાર આપે છે.

JBMમાં ઘણા પ્રમુખ સદસ્ય છે, જેમાં સત્તામાં રહેલી ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય લોબિન હેમ્બ્રોમ અને ઓલ ઝારખંડ સ્ટેૂડેંટ્સ યૂનિયનના પૂર્વ સદસ્ય નરેશ મૂર્મૂ સામેલ છે. જોકે સંમેલનના કેન્દ્રમાં જૈન સમુદાય દ્વારા ગિરિડીહ જિલ્લામાં પારસનાથ પહાડીયો પર એક તીર્થસ્થળ પર પોતાના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતાના દાવા અને કેટલાક આદિવાસી સમુદાયો દ્વારા પોતાની સ્વંયની ધાર્મિક સ્વતંત્રતા પર ભાર આપવા વચ્ચેનો સંઘર્ષ છે.

JBM દ્વારા પોતાના સદસ્યો વચ્ચે પ્રસારિત એક પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઝારખંડના ગિરિડીહ જિલ્લાના પીરટાંડ બ્લોકમાં સ્થિતિ પારસનાથ પર્વતના રુપમાં વિશ્વ પ્રસિદ્ધ બુરુ પર્વતને જબરજસ્તી સ્થાપિત કરવાનો દુર્ભાવનાપૂર્ણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. જ્યારે આ સ્થાન અનાદિકાળથી આદિવાસીયો (સંથાલો) નું એક પવિત્ર ધાર્મિક સ્થળ છે. જેનો ઉલ્લેખ બિહાર સરકારના 1957ના હજારીબાગ જિલ્લાના રાજપત્રમાં પણ છે. ત્યાં સુધી કે લંડનમાં પ્રિવી કાઉન્સિલે જૈન સમુદાયના દાવા સામે નિર્ણય સંભળાવ્યો હતો અને સંથાલોના પક્ષમાં રેકોર્ડ ઓફ રાઇટ્સ પ્રદાન કર્યું હતું. તેમ છતા વર્તમાન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આદિવાસીઓ અને ઝારખંડ સાથે આ પ્રકારનો ઘોર અન્યાય કેમ કરી રહી છે?

આ પણ વાંચો – એક સમયે 10,000 જાપાનીઓ કલકત્તામાં રહેતા હતા, હવે માત્ર યાદ અપાવવાની ઇમારતો જ રહી ગઈ

જૈન સમુદાય ચિંતિત છે કે ક્ષેત્રને પર્યટન સ્થળમાં પરિવર્તિત કરવાથી દારૂ અને માંસાહારી ભોજન પીરસાશે, જે તેમના ધર્મમાં પ્રતિબંધિત છે. ઝારખંડમા ગિરીડીહ જિલ્લામાં પારસનાથ પહાડીઓ પર સ્થિત સમ્મેદ શિખર દિગંબર અને શ્વેતાબંર બન્ને સંપ્રદાયો માટે એક પવિત્ર તીર્થ સ્થળ છે. જૈન સમુદાયના વિરોધ પછી કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પર્યાવરણ સંવેદનશીલ ક્ષેત્ર અધિસૂચનાની જોગવાઇ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને પર્યટન ગતિવિધિયોને પ્રતિબંધ કરવા માટે કહ્યું હતું. મુખ્યમંત્રી હેમંત સોરેને પણ ભૂપેન્દ્ર યાદવને આવું કરવા માટે કહ્યું હતું.

18 જાન્યુઆરીએ ઝારખંડના સીએમ હેમંત સોરેને વિપક્ષ પર હુમલો કર્યો અને ભાજપા પર વિભાજનકારી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. સોરેને કહ્યું હતું કે ધાર્મિક સ્થળ પર રાજનીતિ બર્દાશ્ત કરવામાં આવશે નહીં.

જોકે પોતાના મંચનો ઉપયોગ કરતા JBMએ આદિવાસી સમુદાયના અધિકારોની આસપાસ કેન્દ્રિત ઘણા અન્ય મુદ્દા પણ ઉજાગર કર્યા હતા. અખિલ ભારતીય સંથાલ પરિષદના કાર્યકારી અધ્યક્ષ અને JBMના પદાધિકારી નરેશ મુર્મૂએ પૂછ્યું કે આજ સુધી સીએનટી, એસપીટી અધિનિયમને કડકાઇથી લાગુ કરવામાં આવી રહ્યા નથી અને આદિવાસીયોથી સંબંધિત ભૂમિને સોંપવામાં આવી રહી નથી. આ માટે કોણ જવાબદાર? PESA અધિનિયમ લાગુ કરવામાં આવ્યો નથી. હેમંત સરકારની ડોમિસાઇલ પોલિસી ત્યાં સુધી લાગુ નહીં થાય જ્યાં સુધી કેન્દ્ર તેને 9મી અનુસૂચિમાં ના નાખી દે, આ વિશ્વાસઘાતી છે.

મુર્મૂએ કહ્યું કે રાજ્યની રચના પછી છેલ્લા 22 વર્ષોમાં ઘણા અધિકારોની માંગણીને લઇને આદિવાસી સમુદાય દ્વારા એક મોટું આંદોલન કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ