New Parliament Building: નવા સંસદ ભવનમાં ચોમાસુ સત્ર યોજાઇ શકે છે; સુરક્ષા વ્યવસ્થા સહિત કેવી તૈયારીઓ છે

New Parliament Building: નવા સંસદ ભવનનો તમામ રેકોર્ડ, સદનની કાર્યવાહી ડિજિટલાઇઝ્ડ કરવામાં આવી રહી છે. ઉપરાંત ટેબલેટ અને આઈપેડ પણ હશે જેનાથી તે ઓપરેટ થશે.

Written by Ajay Saroya
June 30, 2023 22:23 IST
New Parliament Building: નવા સંસદ ભવનમાં ચોમાસુ સત્ર યોજાઇ શકે છે; સુરક્ષા વ્યવસ્થા સહિત કેવી તૈયારીઓ છે
સંસદ ભવનની ફાઇલ તસવીર

New Parliament Building Monsoon session : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 મે 2023ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. નવી સંસદ ભવન ત્રણ માળની છે અને તેનો બિલ્ટ-અપ એરિયા 64,500 ચોરસ મીટર છે. આ સંસદમાં મંત્રીઓ માટે 92 ઓફિસ બનાવવામાં આવી છે. લોકસભા ચેમ્બરમાં 888 બેઠકો હશે. નવી સંસદ ભવનનો આકાર ત્રિકોણાકાર છે. તેમજ નવા સંસદ ભવનને સંપૂર્ણ રીતે ડિજિટલાઇઝ્ડ કરવામાં આવશે અને પેપર વર્ક ખૂબ જ ઓછું થશે. આ દરમિયાન હવે ચોમાસું સત્રની શરૂઆત પહેલા ચાલુ અઠવાડિયે નવા સંસદ ભવનમાં ઘણી તૈયારીઓ ચાલી રહી છે.

કોરમ બેલ કેટલો જોરથી વગાડવો જોઈએ, એર કન્ડીશનિંને કયા તાપમાને સેટ કરવું જોઈએ, શું ઓટોમેટેડ સુરક્ષા વ્યવસ્થા યોગ્ય રીતે કામગીરી કરી રહી છે? આ અઠવાડિયે ચોમાસુ સત્ર પહેલા નવા સંસદ ભવનમાં તમામ સિસ્ટમનું પરીક્ષણ કરી રહેલા અધિકારીઓ આ તમામ બાબતોની ચકાસણી કરી રહ્યા છે. તેનું ઉદ્ઘાટન થયાના એક મહિના પછી, નવી સંસદમાં અધિકારીઓ દ્વારા પરીક્ષણ કરવામાં આવી રહેલી સિસ્ટમ ઉપરાંત થોડુંક ફિનિશિંગ પણ કામ ચાલુ છે.

નવી સંસદમાં ચોમાસુ સત્ર માટે કઇ – કઇ તૈયારીઓ ચાલી રહી છે

જૂના સંસદ ભવનની બાજુમાં બનેલી નવી ઇમારતમાં આગામી મહિને ચોમાસુ સત્ર યોજાય તેવી શક્યતા છે. જોકે, સરકારે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. ઉદ્ઘાટન પછીના મહિનામાં કારીગરોએ ભોંયરામાં અને મંત્રીઓના કાર્યાલયોને અંતિમ રૂપ આપવાનું ચાલુ રાખ્યું છે, તેમજ લોકસભા અને રાજ્યસભા ચેમ્બરમાં ઑડિયો, વિડિયો અને અન્ય સિસ્ટમ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

એક અધિકારીએ કહ્યું કે, હવે લોકસભામાં સાઉન્ડ સિસ્ટમ, માઇક્રોફોન, કૂલિંગ અને ડેસ્કની ગોઠવણીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેઓએ કહ્યું કે કોરમ બેલ એવુંસૂચવે છે કે કોઇ કોરમ નથી અથવા ઓછામાં ઓછા સાંસદોની સંખ્યા જરૂરી છે. સદનમાં બોલાર્ડ સહિતની સિસ્ટમનું ઓટોમેશન પણ કરવામાં આવી રહ્યું હતું. લોકસભાના એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ફિનિશિંગનું કામ ચાલી રહ્યું હોવા છતાં જૂની બિલ્ડિંગમાંથી નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવાનું કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચોઃ હિંસાનો ડર, બબાલનો ખતરો છતાં લીધા મોટા-મોટા નિર્ણયો, ક્રોનોલોજી સમજો તો યુનિફોર્મ સિવિલ કોડ ભાજપ માટે મોટી વાત નથી!

વિપક્ષે સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો હતો

નોંધનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 મે 2023 ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બદલે વડાપ્રધાન આ ઉદ્ઘાટન સમારોહની અધ્યક્ષતા કરવાના વિરોધમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત 20 વિપક્ષી દળો દ્વારા નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ