scorecardresearch

Coimbatore Blast Case: NIAએ એક સાથે 100 જગ્યાએ પાડ્યા દરોડા, ISIS વીડિયો દ્વારા આતંકીઓની કરી રહ્યું ભરતી

coimbatore blast case : કોઈમ્બતુર બ્લાસ્ટ કેસમાં એનઆઈ (NIA) એ 100થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા, સૂત્રોના જણાવ્યા પ્રમાણે ISIS વીડિયો દ્વારા યુવાનોની ભરતી કરી રહ્યું છે. હાલમાં જ NIAને આવા ઘણા વીડિયો વિશે માહિતી મળી હતી જેમાં યુવકોનું બ્રેઈનવોશ કરવામાં આવી રહ્યું છે.

Coimbatore Blast Case: NIAએ એક સાથે 100 જગ્યાએ પાડ્યા દરોડા, ISIS વીડિયો દ્વારા આતંકીઓની કરી રહ્યું ભરતી
કોઈમ્બતુર બ્લાસ્ટ કેસ – NIAએ એક સાથે 100 જગ્યાએ પાડ્યા દરોડા

Coimbatore Blast Case : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ એક સાથે તમિલનાડુ, કેરળ અને કર્ણાટક રાજ્યોમાં દરોડા પાડ્યા છે. ટીમો સવારથી 100 જેટલા સ્થળોએ દરોડા પાડી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ISIS વીડિયો દ્વારા યુવાનોની ભરતી કરી રહ્યું છે. હાલમાં જ NIAને આવા ઘણા વીડિયો વિશે માહિતી મળી હતી જેમાં યુવકોનું બ્રેઈનવોશ કરવામાં આવી રહ્યું છે. NIAની ટીમ કોઈમ્બતુર કાર સિલિન્ડર બ્લાસ્ટ કેસની પણ તપાસ કરી રહી છે. આ અંગે અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે.

કોઈમ્બતુર બ્લાસ્ટમાં એક આતંકવાદી માર્યો ગયો હતો

23 ઓક્ટોબર 2022 ના રોજ, તમિલનાડુના ઉક્કડમમાં કોટ્ટાઈમેડુ ખાતે કોટ્ટાઈ ઈશ્વરન મંદિરની સામે એક કારમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં શંકાસ્પદ આતંકવાદી જેમ્સ મુબીન માર્યો ગયો હતો. આ મામલામાં તપાસ એજન્સીઓએ મુબીનના ઘરેથી વિસ્ફોટકોનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુના કોઈમ્બતુરમાં અને કર્ણાટકના મેંગલુરુમાં ગત વર્ષે થયેલા બોમ્બ વિસ્ફોટોના સંદર્ભમાં શોધખોળ કરવામાં આવી રહી છે. વિસ્ફોટ ગયા વર્ષે 23 ઓક્ટોબર અને 19 નવેમ્બરે થયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, તમિલનાડુના કોડુંગયુર અને કેરળના મન્નાડી સહિત ત્રણ રાજ્યોમાં લગભગ પાંચ ડઝન સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

એનઆઈએના સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈમ્બતુર બ્લાસ્ટનું પ્લાનિંગ ઉમર ફારૂકે કર્યું હતું. તેની ધરપકડ કરવામાં આવી છે. આ આયોજનમાં મોહમ્મદ અઝહરુદ્દીન, શેખ હિદાયતુલ્લા અને સનોફર અલી પણ સામેલ હતા.

આ પણ વાંચોTransfer Pricing: ટ્રાન્સફર પ્રાઈસિંગ શું છે, BBC પર ઈન્કમ ટેક્સની કાર્યવાહી શા માટે થઈ રહી, દરોડો હજુ ચાલુ, શું મળ્યું?

તમનેજણાવી દઈએ કે જેમ્સ મુબીન પ્રેશર કુકરમાં રાખેલા આ બોમ્બને રિક્ષામાં રાખીને લઈ ગયો હતો. ત્યારે જ તેમાં વિસ્ફોટ થયો. આ અકસ્માતમાં મુબીન અને એક મુસાફર મોહમ્મદ શારિકનું મોત થયું હતું. જ્યારે ઓટો રિક્ષા ચાલક પુરૂષોત્તમ પૂજારીને ઈજા થઈ હતી. એજન્સીના જણાવ્યા અનુસાર, પ્રેશર કૂકર બોમ્બ દરિયાકાંઠાના પ્રદેશ અને રાજ્યમાં સાંપ્રદાયિક તણાવને વેગ આપવા અને મોટા પાયે હુમલો કરવા માટે બનાવવામાં આવ્યો હતો.

Web Title: Nia raids 100 places simultaneously isis is recruiting terrorists through videos

Best of Express