નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ટેરર ફંડિંગ કેસમાં એક્સનમાં આવી ગઈ છે. એનઆઇએએ દિલ્હી, હરિયાણા, પંજાબ અને ગુજરાત સહિત સાત રાજ્યોમાં 70થી વધારે સ્થળો પર એક સાથે દરોપડા પાડ્યા છે. આ કાર્યવાહી ટેરર ફંડિંગમાં સામેલ ગેંગ્સ્ટર પર કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે પૂછપરછમાં અનેક લોકોના નામ સામે આવ્યા હતા. તપાસમાં એનઆઇએના કેટલાક પુરાવા પણ હાથ લાગ્યા હતા. એનઆઇએએ જે ગેંગસ્ટર પર દરોડા પાડ્યા હતા. તેમાં લોરેંસ બિશ્નોઇના સાથી દાર કુલવિંદર અને પીલીભીતમાં દિલભાગ સિંહ નામના એક વ્યક્તિના સ્થળનો પર સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં 10,800 નોકરી! ગુજરાત સરકારે રૂ. 9,852 કરોડના રોકાણ માટે 18 એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
સવારે 5 વાગ્યાથી ચાલું છે દરોડા
એનઆઇએના દરોડા સવારે 5 વાગ્યાથી ચાલું છે. ગેંગસ્ટર નેટવર્ક સામે એનઆઇએના આ ચોથા દરોડા છે. એનઆઇએના આ દરોડામાં કેનેડામાં બેસીને પંજાબમાં આતંક ફેલાવનારા લખબીર લંડા ઉપરાંત ગેંગસ્ટર લોરેન્સ અને ગોલ્ડ બરાડના નજીકના લોકોના સ્થળો ઉપર દરોડા પાડ્યા છે. એઆઇએએ થોડા દિવસ પહેલા લખબીર લંડાને આતંકવાદી ધોષિત કર્યો છે. ત્યાર બાદ ના નજીકના લોકો ઉપર સતત નજર રાખી રહી છે.
આ પણ વાંચોઃ- લવ, લુડો અને લાલચ : ભારત – પાકિસ્તાનના યુવક-યુવતીની પ્રેમ કહાની, તમામ હદો વટાવી, અંતે થયા વિખૂટા
ક્યાં ક્યાં થઈ છાપેમારી
એનઆઇએએ પંજાબના તરનતારન અને ફિરોઝપુરમાં અનેક જગ્યાઓ ઉપર છાપેમારી કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પ્રતાપગઢ અને પીલીભીતમાં દરોડા પાડ્યા છે. હરિયાણામાં ગેંગસ્ટર સુરેન્દ્ર ઉર્ફે ચીકૂના ગામ મોહનપુર સ્થિત નિવાસ અને નારનૌલના સેક્ટર -1માં મેના એક સંબંધીના ત્યાં દરોડા પાડ્યા છે. આ ઉપરાંત ગુજરાત અને રાજસ્થાનમાં પણ અનેક જગ્યાઓ ઉપર દરોડા પાડ્યા છે.