Barack Obama remarks : પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે બહુમતી હિન્દુ ભારતમાં મુસ્લિમ લઘુમતીનું રક્ષણ કંઈક એવું છે જેનો ઉલ્લેખ જો બિડેને પીએમ નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત દરમિયાન કરવો જોઈએ. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન ઓછામાં ઓછા છ મુસ્લિમ બહુમતી રાષ્ટ્રો પર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.
પત્રકારોના સવાલોના જવાબમાં નાણામંત્રીએ ઓબામાના આ નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને અમેરિકા સાથે સારા સંબંધોની ઇચ્છા પર ભાર મૂક્યો હતો. સીતારમણે ઓબામાના રાષ્ટ્રપતિ પદ દરમિયાન મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં થયેલા બોમ્બ વિસ્ફોટો પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે તેમના (ઓબામા) સમય દરમિયાન કદાચ 6 મુસ્લિમ-પ્રભુત્વ ધરાવતા દેશો પર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. 26,000થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. સીતારામને ભારતની ધાર્મિક સહિષ્ણુતા પર ઉઠાવવામાં આવેલી ટીકાઓને બિન-મુદ્દા તરીકે નકારી કાઢી હતી.
સીતારમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ પોતે અમેરિકામાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમની સરકાર સબકા સાથ, સબકા વિકાસના સિદ્ધાંત પર કામ કરે છે. આ ગર્વમેન્ટ કોઇ સાથે ભેદભાવ કરતી નથી.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીને ઇજિપ્તના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ થી સન્માનિત કરાયા, જાણો શું છે આ એવોર્ડ
કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો પર નિશાન સાધતા સીતારમણે તેમના પર આરોપ લગાવ્યો હતો કે તેઓ કર્ણાટકને બાદ કરતા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને વડાપ્રધાન મોદીનો ચૂંટણીલક્ષી રીતે મુકાબલો કરવામાં અસમર્થ છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે કારણ કે તેઓ ભાજપ અથવા પીએમ મોદીનો ચૂંટણીલક્ષી સામનો કરી શકતા નથી, કર્ણાટક એક અપવાદ છે, તેથી જ તેઓ આ અભિયાનો ચલાવી રહ્યા છે. પાછલી કેટલીક ચૂંટણીઓમાં આમાં કોંગ્રેસની મોટી ભૂમિકા રહી છે.
ઓબામાની આ ટિપ્પણી સીએનએનના ક્રિશ્ચિયન અમનપોર સાથેની એક મુલાકાત દરમિયાન આવી હતી. જેમાં તેમણે ચર્ચા કરી હતી કે બિડેને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડા પ્રધાન મોદી જેવા નેતાઓ સાથે કેવી રીતે જોડાવું જોઈએ. જેમને તેમણે “નિરંકુશ” અને “બિન-ઉદારવાદી લોકશાહી” તરીકે વર્ણવ્યા હતા. ઓબામાએ રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક હિતોને કારણે આવા નેતાઓ સાથે કામ કરવાની જરૂરિયાતનો સ્વીકાર કર્યો હતો પરંતુ સૂચન કર્યું હતું કે બિડેને લોકશાહી સિદ્ધાંતોને સમર્થન આપવું જોઈએ અને સંબંધિત વલણોને ધ્યાનમાં લેવા જોઈએ.





