scorecardresearch

ટાટા-એરબસ પ્રોજેક્ટ ગુજરાતમાં આવ્યાના ત્રણ સપ્તાહ પહેલા કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ ટાટા ગ્રૂપના ચેરમેનને લખ્યો હતો પત્ર

tata Airbus C295 aircraft production vadodara: ટાટા-એરબસ પ્રોજેક્ટ ગુજરાતમાં આવ્યાના ત્રણ સપ્તાહ પહેલા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ તાતા ગ્રુપના ચેરમેનને પત્ર લખી અનુરોધ કર્યો હતો.

ટાટા-એરબસ પ્રોજેક્ટ ગુજરાતમાં આવ્યાના ત્રણ સપ્તાહ પહેલા કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ ટાટા ગ્રૂપના ચેરમેનને લખ્યો હતો પત્ર
સી 295 વિમાનની ફાઈલ તસવીર

કેન્દ્ર સરકારે ગુરુવારે મહત્વની જાહેરાત કરી હતી. પ્રતિસ્પર્ધી વિમાનન ઉદ્યોગમાં એક મીલ સ્ટોન હાંસલ કરવા અને પોતાના મેક-ઇન-ઇન્ડિયા રક્ષા કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે ભારતીય વાયુ સેના માટે એક પરિવહન વિમાન નિર્માણ પ્રોજેક્ટ વડોદરામાં આવશે.

શરુઆતમાં એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ એસએ, સ્પેન પાસેથી ખરીદવામાં આવતા 56 C 295 MWમાંથી 40 વિમાનોનું નિર્ણાય વડોદરામાં કરવામાં આવશે. આ વચ્ચે નિતિન ગડકરીનું નિવેદન સામે આવ્યું છે. નિતિન ગડકરીએ કહ્યું હતું કે, ટાટા પરિયોજના નાગપુરમાં હોવી જોઇએ. જેને લઇને નિતિન ગડકરીએ આ પ્રોજેક્ટના ગુજરાત આવ્યા પહેલાં તાતા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને પત્ર લખ્યો હતો . જેમાં તેમણે નાગપુરને ટાટા ગ્રુપનું હબ બનાવવા માટે અનુરોધ કર્યો હતો.

નિતિન ગડકરીએ ટાટા જૂથના ચેરમેનને લખ્યો પત્ર


નિતિન ગડકરીએ પત્રમાં વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે, તાતા જૂથના વિવિધ ઉધોગો અને વ્યવસાય અનુરૂપ મિહાન અને નાગપુરમાં SEZ તેમજ નોન SEZ બંને માટે ભૂમિ પર્યાપ્ત છે. જેને પગલે આ સ્થાન પર તાતા ગ્રુપ અલગ અલગ ઉધોગ માટે એક વિશાળ ગોદામનું કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, નાગપુરના મિહાનમાં એયર ઇન્ડિયા વિમાનો માટે તેનો એમઆરઓ છે. ત્યારે ટાટા ગ્રુપ ભવિષ્યમાં વેપાર વિસ્તરણ માટે સારી તક મળતા મિહાનમાં વધુ એમઆરઓની સ્થાપના કરે તેવી શક્યતા છે. તો નિતિન ગડકરીએ પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે, ભવિષ્યમાં તેઓ તેની એયરલાયન્સ અને અન્ય એયરલાઇનો માટે સ્પેયર પાર્ટસ બનાવવા માટે વિશાળ ગોડાઉનની સ્થાપના કરશે. જોકે નિતિન ગડકરીએ આ પત્રમાં એયરબસને લઇ ટાટાની પરિયોજના પર કોઇ ટિપ્પણી કરી નથી.

આ પણ વાંચો: ટાટા અને એરબસ વડોદરામાં IAF માટે C-295MW એરક્રાફ્ટ બનાવશે, વાંચો મહત્વની વિગતો

ટાટા જૂથની પરિવહન યોજનાને લઇ વિવાદ

ટાટ એયરબસ સી-295 પરિવહન વિમાન પ્રોજેક્ટને લઇ વિવાદ સર્જાયો છે. આદિત્ય ઠાકરેએ શિંદે-ફડણવીસ પર પ્રહાર કર્યો હતો કે, ગદ્દારોની સરકારને કારણે 22 હજાર કરોડનો મોટો પ્રોજેક્ટ ગુજરાત ચાલ્યો ગયો.

ગુરુવારે પ્રેસકોન્ફરન્સને સંબોધિત કરતા રક્ષા સચિવ અજય કુમારે કહ્યું હતું કે કરાર અંતર્ગત 16 વિમાન ફ્લાઈઅવે સ્થિતિમાં વિતરિત કરવામાં આવશે જ્યારે 40નું નિર્માણ ભારતમાં ભારતીય વિમાન કોન્ટ્રાક્ટર તાતા એન્ડવાંસ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ)ના ટાટા કંસોર્ટિયમ દ્વારા કરવામાં આવશે. કુમારે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા 16 ફ્લાઈઅવે વિમાન સપ્ટેમ્બર 2023 અને ઓગસ્ટ 2025 વચ્ચે પ્રાપ્ત થશે. પહેલું મેડ ઇન ઇન્ડિયા વિમાન સપ્ટેમ્બર 2026 આવવાની આશા છે.

પીએમના હસ્તે આધારશિલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે વડોદરામાં આ પ્રોજેક્ટનું આધારશિલા રાખશે. આ સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

કેવી છે વિમાનની ખાસિયત

કુમારના જણાવ્યા પ્રમાણે વિમાન એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ્સ (એએલજી) અને તૈયાર રનવે વગર પણ કામ કરવાની ક્ષમતા રાખે છે. આ લગભગ 40-45 પેરાટ્રૂપર્સ અથવા લગભગ 70 યાત્રીઓને લઈ જઈ શકે છે. આવું પહેલીવાર બનશે જ્યારે C-295MW વિમાન યુરોપની બહાર નિર્માણ પામશે. આ ઘરેલુ એરોસ્પેસ ક્ષેત્રમાં ખુબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી: કેમ ભાજપ, કોંગ્રેસ, આપ, બધાની નજર આદિવાસી સમુદાય પર? કેજરીવાલે શું ખેલ્યો દાવ?

પ્રોજેક્ટની કેટલી છે કિંમત?

આ પહેલી પરિયોજના છે જેમાં એક ખાનગી કંપની દ્વારા ભારતમાં એક સૈન્ય વિમાનનું નિર્માણ કરવામાં આવશે. પ્રોજેક્ટનો કુલ ખર્ય 21,935 કરોડ રૂપિયા છે. વિમાનનો ઉપયોગ નાગરિક ઉદ્દેશ્યો માટે કરવામાં આવી શકે છે.

Web Title: Nitin gadkari tata airbus project write a letter to tata group of chairmen natarajan chandrasekaran news

Best of Express