ઉત્તર ભારતમાં વરસાદનો કહેર ચાલું છે. પહાડી રાજ્યોમાં વિશેષ રીતે વરસાદના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓને રાજ્યમાં વરસાદના કારણે ખુબ જ નુકસાન જાણકારી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને મુખ્યમંત્રીઓના કેન્દ્ર સરકારની તરફથી દરેક સંભવ મદદનો વિશ્વાસ આપ્યો છે.
હિમાચલમાં સતત વરસાદનો કહેર
હિમાચલ પ્રદેશમાં મંગળવાર સવારે સતત ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ જણાવ્યું કે વરસાદના કારણે 16-17 લોકોના મોત નીપજ્યા છે. હિમાચલ પ્રદેશના અધિકારીઓએ જણાવ્યું કે મનાલીમાં ફસાયેાલ 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ અત્યાર સુધી અલગ-અલગ ભાગમાં 300 લોકો ફસાયેલા છે.
પ્રદેશની રાજધાની શિમલામાં ઠિયોગમાં સોમવારે સવારે ભૂસ્ખલનના કારણે એક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્સૂએ સોમવારે સવારે એક વીડિયો સંદેશ મોકલ્યો હતો. વીડિયોમાં તેમણે લોકોને અપીલ કરી હતી કે ભારે વરસાદમાં ખાસ કરીને નદીઓ અને નાળા પાસે જવાથી બચે અને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને 24 કલાક સતર્ક રહો. તેમણે દરેક ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં રહેવા અને સંકટમાં લોકોને મદદ કરવા માટે કહ્યું છે.

ઉત્તરાખંડઃ લોકોને પહાડોની યાત્રા ન કરવા માટે કરી અપીલ
ઉત્તરાખંડમાં વરસાદના પૂર્વાનુમાનને જોતા પોલીસે લોકોને જરૂર પડે તો જ પહાડોની યાત્રા ન કરવાની અપીલ કરી છે. રાજ્યમાં સતત વરસાદના કારણે ગંગા સહિત બધી મુખ્ય નદીઓ તોફાની બની છે. ભારે વરસાદના કારણે તંત્ર સતત એલર્ટ છે. નદીઓના જળસ્તર પર સતત દેખરેખ રાખી રહી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના 13માંથી 11 જિલ્લા- હરિદ્વાર, ઉધમસિંહ નગર, નૈનીતાલ, પંચાયત, પિથૌરાગઢ, બાગેશ્વર, અલમોડા, પૌડી, દેહરાદૂન, ટિહરી અને ચમોલીમાં મંગળવારે ભારે વરસાદના કારણએ એલર્ટ જાહેર કરાયું છે.

દિલ્હીમાં યમુના નદી ખતરાના નિશાન ઉપર
હરિયાણા દ્વારા હથિનીકુંડ બેરાજમાંથી નદીમાં વધારે પાણી છોડવામાં આવ્યું હોવાથી દિલ્હીમાં યમુનાનું પાણી ચેતવણી સ્તર 204.5 મીટરને પાર કરી ગયું હતું. પૂર સંબંધિત બુલેટીન અનુસાર સોમવારે બપોરે 1 વાગ્યે જૂના રેલવે 204.63 મિટર પર પહોંચ્યું હતું.

મંગળવાર સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા વચ્ચે જળસ્તર ખતરાના નિશાન 205.33 મીટરને પાર કરીને 205.5 સુધી વધવાનું અનુમાન છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે બપોરે દિલ્હીમાં પૂર જેવી સ્થિતિની આશંકાને પગલે બેઠક બોલાવી હતી.

કાશ્મીરઃ વરસાદના કારણએ સતત ચોથા દિવસે અમરનાથ યાત્રા સ્થગિત રખાઈ
કાશ્મીર ઘાટીમાં સતત ચોથા દિવસે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અમરનાથ યાત્રા સતત ચોથા દિવસે પણ સ્થગિત કરવામાં આવી છે. વરસાદના કારણએ આ સમયે જમ્મુમાં 7000થી વધારે તીર્થયાત્રી અને 5000 તીર્થયાત્રી રામબન જિલ્લામાં ચંદ્રકોટ આધાર શિવિરમાં ફસાયેલા છે.
અધિકારીઓએ જણાવ્યું કે શનિવાર અને રવિવાર સતત વરસાદના કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવેને રામવન જિલ્લામાં ખુબ જ નુકસાન પહોંચ્યું હતું જેના કારણે બંધ કરવો પડ્યો હતો.





