old helpless mother : બાળકોને શિક્ષિત અને સક્ષમ બનાવ્યા પછી, માતાપિતા વિચારે છે કે, હવે તેમનું જીવન સફળ થઈ ગયું છે. તેમના બાળકો તેમના વૃદ્ધાવસ્થામાં તેમનો સહારો બનશે, પરંતુ તમે એવા પણ ઘણા કલયુગી સંતાનોની વાતો સાંભળી હશે, જેમણે સફળ થયા પછી, તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવાનું પણ છોડી દીધું હોય. આવી જ એક વૃદ્ધ મહિલાની કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે એક સમયે કરોડોની માલકીન હતી પરંતુ, હવે તે પોતાના જીવનના અંતિમ દિવસો એક વૃદ્ધાશ્રમમાં વિતાવી રહી છે.
પ્રખ્યાત હોસ્પિટલની માલકીન વૃદ્ધાશ્રમમાં લાચારીનું જીવન જીવી રહી છે
આગરાની જાણીતી આંખની હોસ્પિટલના સંસ્થાપક ગોપીચંદ અગ્રવાલની પત્ની વિદ્યા દેવી હાલના દિવસોમાં લાચારીનું જીવન જીવી રહી છે. મીડિયા સાથે વાત કરતા વિદ્યા દેવીએ કહ્યું કે, તેણે પોતાના ચાર પુત્રોના ઉછેરમાં કોઈ કસર છોડી નથી. તેને પોતાના પગ પર ઉભા કર્યો અને તેમના લગ્ન કરાવ્યા, ત્યાં સુધી તેમનું જીવન શાહી ચાલી રહ્યું હતું. તે કરોડોના ઘરમાં રહેતી હતી પરંતુ, પતિના અવસાન બાદ તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું.
પુત્રોએ ઘરમાંથી કાઢી મૂકી
વિદ્યા દેવીએ કહ્યું કે, તેમના પતિના મૃત્યુ પછી પુત્રોએ સંપત્તિ વહેંચી દીધી પરંતુ મને કંઈ આપ્યું નહીં. થોડા દિવસો સુધી તે આમ જ રહી પરંતુ, બાદમાં પુત્રવધૂએ તેને એટલી હદે ટોણા મારવા માંડ્યા કે તે તેના બીજા પુત્ર સાથે રહેવા ચાલી ગઈ. આ પણ લાંબું ચાલ્યું નહિ. વિદ્યા દેવીએ જણાવ્યું કે, અહીંયા રોકાણ દરમિયાન કોઈએ કહ્યું કે, તેમના કપડાથી દુર્ગંધ આવે છે, તો કોઈએ તેમને ગંગામાં ફેંકવાની વાત પણ કરી. આ તમામ બાબતો વચ્ચે પુત્રોએ વિદ્યા દેવી સાથે ઝઘડો પણ શરૂ કરી દીધો અને તેમને ઘરની બહાર ધકેલી દીધા.
આ પણ વાંચો – કોણ છે સાંસદ નારણભાઇ કાછડીયા, જેમની વિરુદ્ધ રાહુલ ગાંધી જેવી કાર્યવાહી ન કરવાનો ભાજપ પર કોંગ્રેસનો આક્ષેપ
વિદ્યા દેવીએ એ પણ જણાવ્યું કે, જ્યારે કેટલાક લોકોને આ વાતની ખબર પડી તો તેમણે દીકરાઓને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ દીકરાઓના કાન કે મન પર કોઈ અસર થઈ નહી. જે બાદ અગ્રવાલ મહિલા મંચના પ્રમુખ શશિ ગોયલ તેમને રામલાલ વૃધ્ધા આશ્રમ લઈ ગયા. ત્યારથી તે વૃદ્ધાશ્રમમાં જ રહે છે. તેમની આ સ્ટોરી વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.