એક દેશ એક ચૂંટણી : બંધારણમાં ફેરફાર, નવા કાયદો, સરકાર સામે શું છે મોટો પડકાર?

one nation one election : એક દેશ એક ચૂંટણીને લાગુ કરવા પર કામ કરતા પહેલા બંધારણમાં વ્યાપક ફેરફાર, નવા કાયદા, રાજ્યો વચ્ચે સામાન્ય સહમતિ અને ચૂંટણી બાદ જટીલતાઓને ધ્યાનમાં રાખવી આ સરકાર માટે મુખ્ય પડકાર છે.

Written by Ankit Patel
September 02, 2023 12:32 IST
એક દેશ એક ચૂંટણી : બંધારણમાં ફેરફાર, નવા કાયદો, સરકાર સામે શું છે મોટો પડકાર?
એક દેશ એક ચૂંટણી - Express photo

સંસદના વિશેષ સત્રની જાહેરાતના એક દિવસ બાદ સરકારે શુક્રવારે એક દેશ એક ચૂંટણીની સંભાવના શોધવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. રામનાથ કોવિંદ એ અધ્યયન કરશે કે દેશમાં કેવી રીતે એક સાથે લોકસભા અને રાજ્ય વિધાનસભા ચૂંટણી કરાવી શકે છે.

એક દેશ એક ચૂંટણીને લાગુ કરવા પર કામ કરતા પહેલા બંધારણમાં વ્યાપક ફેરફાર, નવા કાયદા, રાજ્યો વચ્ચે સામાન્ય સહમતિ અને ચૂંટણી બાદ જટીલતાઓને ધ્યાનમાં રાખવી આ સરકાર માટે મુખ્ય પડકાર છે. એક સાથે ચૂંટણી કરાવવા માટે લોકસભા અથવા રાજ્ય વિધાનસભાના કાર્યકાળમાં ફેરફાર કરવામાં પહેલો પડકાર પાંચ વર્ષના કાર્યકાળને બંધારણના રૂપથી નિર્ધારિત સીમા છે.

બંધારણના આર્ટીકલ 83 (2) અંતર્ગત લોકસભા અને વિધાનસભાઓ માટે પાંચ વર્ષના કાર્યકાળ નિર્ધારિત છે. ચૂંટાયેલી સરકારને પડવા પર સંસદનો સમયે પહેલા જ ભંગ થવા ઉપરાંત આ જોગવાઇના કેટલાક અપવાદ પણ છે.

જન પ્રતિનિધિ અધિનિયમ 1951ની કલમ 14 અને 15 ચૂંટણી કરાવવાની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. આ અનુસાર ચૂંટાયેલા આગોયને સંવિધાન દ્વારા નિર્ધારિત પાંચ વર્ષની સીમા અનુસાર ચૂંટણી કરાવવાની જરૂરત હોય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ