One Nation One Election : એક દેશ એક ચૂંટણીને લઇને સરકારે શુક્રવારે મોટો નિર્ણય લીધો છે. સરકારે આ અંગે એક કમિટીની રચના કરી છે. કમિટીના સભ્યો અંગે ટૂંકસમયમાં નોટિફિકેશન રજૂ કરાશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ કમટીનો ધ્યેય એક દેશ એક ચૂંટણીને કાયદાકીય પહેલુઓ પર ધ્યાન આપવાનો છે. સૂત્રોનું માનવું છે કે એક દેશ એક ચૂંટણી પર સરકાર બિલ લાવી શકે છે.
એક દેશ એક ચૂંટણી કમિટીની રચનાને લઇને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ નિશાન સાધ્યું છે. અધિર રંજન ચૌધરીનું કહેવું છે કે એક દેશ, એક ચૂંટણી પર કેન્દ્ર સરકારની નીતિ ચોખ્ખી નથી. અત્યારે આની જરૂર નથી. પહેલા રોજગારી અને મોંઘવારીનું નિદાન થવું જોઇએ.
કેન્દ્ર સરકાર તરફથી 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. ચર્ચા છે કે આ સસ્ત્રમાં એક દેશ, એક ચૂંટણી પર સરકાર બિલ લાવી શકે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે ગુરુવારે આ મુદ્દાને લઇને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરશે.
મુંબઈમાં વિપક્ષી ગઠંબંધન ઇન્ડિયામાં ભાગ લેવા પહોંચેલા મલ્લિકાર્જૂન ખડગેને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સરકાર સ્પેશિયલ સેશન બોલાવી રહી છે અને વન નેશન વન ઇલેક્શન બિલ લાવી શકે છે. આના પર તેમણે કહ્યું કે તેમને લાવવા દો. લડાઈ ચાલું રહેશે. આ પહેલા ટીએમસી ચીફ મમતા બેનર્જી સહિત વિપક્ષી નેતા સમયથી પહેલા લોકસભા ચૂંટણી થવાની આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે.
લોકસભા વિધાનસભા ચૂંટણી એક સાથે
દેશમાં 1952, 1957, 1962 અને 1967માં એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ થઈ હતી. આ અંતર્ગત ચાર વખત ચૂંટણી થઈ હતી. 1968-1969 વચ્ચે કેટલાક રાજ્યોની વિધાનસભા ભંગ થઈ હતી. જેનાથી ચેઇન ટૂટી ગઈ હતી. વર્ષ 1971માં પણ સમય પહેલા લોકસભા ચૂંટણી કરાવવામાં આવી હતી.





