Opposition Meeting : વિપક્ષી દળની બેઠકમાં કેમ સીટોની પહેંચણી અંગે કોઈ નિર્ણય નથી? કોણ હશે સંયોજક? અનેક પ્રશ્નો હજી પણ યથાવત્

Opposition meeting, lok sabha election 2024 : વિપક્ષી દળની બેઠક પહેલા અંદાજો લગાવવામાં આવતો હતો કે પટના બાદ હવે બેંગલુરુમાં વિપક્ષી દળની સીટોની વહેંચણી મુદ્દે કોઈ નિર્ણય લઈ લેવાશે પરંતુ આવું નથયું નહીં.

Written by Ankit Patel
Updated : July 19, 2023 10:07 IST
Opposition Meeting : વિપક્ષી દળની બેઠકમાં કેમ સીટોની પહેંચણી અંગે કોઈ નિર્ણય નથી? કોણ હશે સંયોજક? અનેક પ્રશ્નો હજી પણ યથાવત્
બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠક ચાલી રહી છે (તસવીર - મલ્લિકાર્જુન ખડગે ટ્વિટર)

INDIA, Opposition Meeting : લોકસભા ચૂંટણી 2024માં ભાજપને પાડી દેવા માટે 26 વિપક્ષી દળોએ પોતાની એક્તાને ઇન્ડિયા નામ આપ્યું છે. આ નિર્ણય ગત મંગળવારે બેંગ્લુરુમાં યોજાયેલી બેઠકમાં લેવાયો હતો. બેઠક પહેલા અંદાજો લગાવવામાં આવતો હતો કે પટના બાદ હવે બેંગલુરુમાં વિપક્ષી દળની સીટોની વહેંચણી મુદ્દે કોઈ નિર્ણય લઈ લેવાશે પરંતુ આવું નથયું નહીં.

બેઠકમાં હજાર દળોએ એક સમયમાં એક પગલું ભરવાનો નિર્ણય લીધો છે. રાજ્યોના આધારે સીટની વહેંચણી કરવાનો નિર્ણય સ્થગિત કરી દીધો છે. આ ઉપરાંત ચર્ચા ફ્રંટના સંયોજકના નામ સુધી નક્કી કરવાનાને લઇને પણ થવાની હતી. પરંતુ આ નિર્ણય આગામી મહિને મુંબઈમાં થનારી એક બેઠક માટે સ્થગિત રખાયો હતો. આ પ્રશ્નને પહેલાથી જ જાણીને વિપક્ષી દળોએ બેઠકના એક સામૂહિક સંકલ્પને સાથે ખતમ કરી દીધો હતો. અને આગામી મહિને બેઠકની જાહેરાત કરી હતી.

UCC પર અત્યારે કોઈ ચર્ચા નહીં

બેંગ્લુરુમાં હાજર આ વિપક્ષી દળોએ યુનિફોર્મ સિવિલ કોડ જેવા મુદ્દાઓ ઉપર મૌન ધારણ કર્યું હતું જોકે, સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અલ્પસંખ્યકો વિરુદ્ધ ઊભી કરાયેલી નફરત અને હિંસાને હરાવવા માટે એક સાથે આવ્યા છે. મહિલાઓ, દલિતો, આદિવાસીઓ અને કાશ્મીરી પંડિતો વિરુદ્ધ વધતા ગુનાઓને રોકવામાં આવે એટલા માટે સાથે આવ્યા છીએ. દરેક સામાજિક, શૈક્ષણ અને આર્થિક રૂપથી પછાત સમુદાયો માટે નિષ્પક્ષ અવાજ ઉઠાવવા માટે આવ્યા છીએ.

ભાજપે નફરત ફેલાવી છે અમે હરાવીશું

વિપક્ષી દળોની બેઠકમાં ભાજપના શાસન ઉપર ખુબ જ પ્રહાર કર્યા છે. વિપક્ષી દળોએ એક સુરમાં કહ્યું કે ભાજપની નક્કી કરાયેલા ષડયંત્ર સામે લડવા સંકલ્પ લઇને અમે જમા થયા છીએ. વિપક્ષી દળોએ ભાજપ ઉપર બંધારણની પ્રસ્તાવના ઉપર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષી દળોએ કહ્યું કે ભાજપના નફરત ભરેલા ઝેરી અભિયાનથી દેશમાં ખુબ જ ખરાબ માહોલ બની ગયો છે એટલા માટે અમે એકઠાં થયા છીએ. મણિપુર અંગે નરેન્દ્ર મોદીના મૌન પર આ બેઠકમાં એકવાર ફરીથી સવાલ ઉઠાવવામાં આવ્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ