scorecardresearch

વન ટાઇમ પેમેન્ટને લઇ નાણા મંત્રાલય ચિંતિત, સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2024 સુધીમાં ચૂકવણીનો આપ્યો આદેશ

OROP Latest News: સોમવાર 20 માર્ચે સુપ્રીમ કોર્ટે સરકારને આગામી વર્ષના ફેબ્રુઆરીના અંત સુધીમાં ત્રણ સમાન હપ્તામાં પેન્શનરોને OROP લેણાં ચૂકવવા હાંકલ કરી હતી.

વન ટાઇમ પેમેન્ટને લઇ નાણા મંત્રાલય ચિંતિત
વન ટાઇમ પેમેન્ટને લઇ નાણા મંત્રાલય ચિંતિત

Aanchal Magazine: વન રેન્ક વન પેન્શન (OROP) બાકી મોટી ભરપાઇના કારણે નાણા મંત્રાલય પર વ્યાપક વિત્તિય અસર પડે તેવી સંભાવના છે. જેને પગલે નાણા મંત્રાલયમાં ચિંતા પ્રસરી છે. નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2022-2023 માટે સરકારના સંશોધિત અનુમાન એ અનુરૂપ તૈયાર કરાયા હતા કે One rank one pension માટે લાંબી ભરપાઇ પૂરા નાણાકીય વર્ષ દરમિયાન હપ્તાઓમાં ચૂકવી શકાય.

નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શર્તે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, અમારા સંશોધિત અનુમાન OROP સાથે હપ્તાઓમાં ચૂકવણી કરવા પેટે તૈયાર કરાયા હતા.આ નિર્ણય ઉધાર પર અમારા સંશોધિત અનુમાનોની અમારી ધારણમાંથી છે. આ સિદ્ધાંત હેઠળ કોઇ પણ પરિવર્તન વર્ષ માટે ઉધાર લીધા પછી અસામાન્ય ઉધાર લેવો પડશે. ત્યારે સરકારે રોજકોષીય મદદ વિના એક હપ્તામાં OOP લેણાંની ચૂકવણી અંગે ચિંતા વ્યક્ત કરે છે.

વધુમાં સરકારી અધિકારે જણાવ્યું હતું કે, રોકડ પ્રવાહનું સંચાલન કરવા માટે કોઈપણ એક મોટી રકમની ચુકવણી હપ્તા સ્વરૂપે ચૂકવવામાં આવે છે. આ સાથે અધિકારીએ જણાવ્યું કે, ક્રેડિટ મેનેજમેન્ટ અનિવાર્ય છે. તેમજ ઉધાર લેનારાની યાદી દર વર્ષે અગાઉથી જાહેર કરી દેવામાં આવે છે. બજારમાંથી લીધેલ ઉધાર પૂરું થયા બાદ કેલેન્ડરમાં અચાનક બદલાવથી ઉપજ સંબંધિત ગંભીર અસર થાય છે.

રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક આર્થિક મંદી બાદ સરકારી રાજકોષીય ગણના દબાવ હેઠળ છે. જો કે OROP માટે સંશોધન 2019માં થવાનું હતું. પરંતુ મહામારીના કારણે તેમાં સમય લાગ્યો. તદ્ઉપરાંત વર્ષ 2020 અને વર્ષ 2021 માટે મોંઘવારી ભથ્થું રોકી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: Today News Live Updates: રાહુલ ગાંધીએ આખા OBC સમાજનું અપમાન કર્યું, તેનો અહંકાર મોટો અને સમજ નાની છે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના પ્રહારો

રક્ષા મંત્રાલયના બજેટમાં 2023-24 માટે સૈનિકો માટે પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોમાં સુધારો કરવામાં આવ્યો છે. અંદાજપત્રમાં 1.38 લાખ કરોડ રૂપિયા તરીકે ફાળવવામાં આવ્યા છે. નાણા મંત્રાલયે FY24 પેન્શન અને સામાજિક સુરક્ષા માટે રૂ. 71,701 કરોડની ફાળવણી કરી છે.સંરક્ષણ મંત્રાલયનો છેલ્લા પાંચ વર્ષનો પેન્શન ખર્ચ મંત્રાલયના બજેટના 20 ટકાથી વધુ છે. 2013-14 અને 2023-24 વચ્ચે પેન્શન 88 પગાર વાર્ષિક 12 ટકાના દરે વધી રહ્યો છે. (અનુવાદ માનસી ભુવા)

Web Title: Orop finance minister expressed concern over one time payment supreme court ordered

Best of Express