દેશ આજે પરાક્રમ દિવસ ઉજવવા જઇ રહ્યા છે. આજ નેતાજી સુભાષ ચંદ્ર બોસની જ્યંતી પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે (Prime Minister Narendra Modi) પરાક્રમ દિવસ પર 21 પરમવીર ચક્ર (Parakram Diwas) વિજેતાઓના નામ પર અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહના 21 સૌથી મોટા ગુમનામ દ્વીપોના નામકરણ કરવા માટે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.. સરકારે 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોસની (Netaji Subhas Chandra Bose) જ્યંતી ઉજવવા માટે 2021માં પરાક્રમ દિવસના રૂપમાં ઘોષણા કરી હતી.
વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી એક સત્તાવાર પ્રેસ રિલીઝ અનુસાર, PM મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ટાપુ પર બાંધવામાં આવનાર નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મોડલનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. આંદામાન અને નિકોબાર ટાપુઓના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને અને નેતાજીની સ્મૃતિને માન આપવા માટે 2018 માં રોસ ટાપુઓનું નામ બદલીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ટાપુઓ રાખવામાં આવ્યું. નીલ આઇલેન્ડ અને હેવલોક આઇલેન્ડનું નામ બદલીને શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ કરવામાં આવ્યું હતું.
આંદામાનમાં પહેલીવાર ત્રિરંગો ફરકાવ્યો : પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ આ અવસર પર કહ્યું, “આંદામાનની આ ભૂમિ એ એવી ભૂમિ છે જ્યાં પહેલીવાર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો, જ્યાં પહેલીવાર સ્વતંત્ર ભારતની સરકાર બની હતી. આજે નેતાજી સુભાષ બોઝની જન્મજયંતિ છે. દેશ આ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવે છે. દેશ માટે લડનારા વીર સાવરકર અને બીજા અનેક વીરોને આંદામાનની આ ધરતીમાં કેદ કરવામાં આવ્યા હતા. 4-5 વર્ષ પહેલાં જ્યારે હું પોર્ટ બ્લેર ગયો હતો ત્યારે મેં ત્યાંના 3 મુખ્ય ટાપુઓને ભારતીય નામો સમર્પિત કર્યા હતા.
પીએમઓએ વધુમાં જણાવ્યું કે, “આ ટાપુઓનું નામ 21 પરમવીર ચક્ર પુરસ્કારોના નામ પરથી રાખવામાં આવ્યું છે. મેજર સોમનાથ શર્મા, સુબેદાર અને માનદ કેપ્ટન (તત્કાલીન લાન્સ નાઈક) કરમ સિંહ, એમએમ સેકન્ડ લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે, નાઈક જદુનાથ સિંહ, કંપની હવાલદાર મેજર પીરુ સિંઘ, કૅપ્ટન જીએસ સલારિયા, લેફ્ટનન્ટ કર્નલ (તત્કાલીન મેજર) ધન સિંહ થાપા,
સુબેદાર જોગિંદર સિંહ , મેજર શૈતાન સિંઘ, CQMH અબ્દુલ હમીદ, લેફ્ટનન્ટ કર્નલ અરદેશિર બુર્જોરજી તારાપોર, લાન્સ નાઈક આલ્બર્ટ એક્કા, મેજર હોશિયાર સિંહ, સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ, ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોન, મેજર રામાસ્વામી પરમેશ્વરન, નાયબ સુબેદાર બનાતરામ સિંહ, નાયબ સુબેદાર બનાતરામ સિંહ, મેજર રામાસ્વામી પરમેશ્વરન. કુમાર પાંડે, સુબેદાર મેજર સંજય કુમાર અને સુબેદાર મેજર નિવૃત્ત (માનનીય કેપ્ટન) ગ્રેનેડીયર યોગેન્દ્ર સિંહ યાદવ.