Parliament Security Breach: તાજેતરમાં સંસદમાં સુરક્ષા ચૂકની ગંભર ઘટના બની છે, પરંતુ આ કેસમાં હજુ પણ ઘણા નાટકીય વળાંકો સામે આવી રહ્યા છે. આરોપીઓની વ્યૂહરચના વિશે ઘણી સ્ફોટક માહિતી સામે આવી રહી છે. એવું પણ જાણવા મળ્યું છે કે અગાઉ સ્મોક એટેક કરતા પણ વધુ ખતરનાક કંઈક કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી. આ ઘટનાના મુખ્ય સૂત્રધાર લલિત ઝા એ પોલીસ સામે આવા રહસ્યોનો ખુલાસો કર્યો છે.
લલિત ઝાએ જણાવ્યો ખતરનાક પ્લાન
હકિકતમાં 13 ડિસેમ્બરે સંસદની અંદર સ્મોક એટેકની કોઈ તૈયારી નહોતી. પ્લાન એવો હતો કે બંને આરોપી સંસદની અંદર પોતાની જાતને આગ લગાડી દેશે એટલે કે આત્મહત્યાનો પ્રયાસ કરશે. મોટી વાત એ હતી કે આરોપીઓ પોતાના શરીર પર એક ખાસ પ્રકારની જેલ લગાવવાના હતા જેથી કરીને આગ લગાડ્યા બાદ તેમના શરીરને વધારે નુકસાન ન થાય અને તેઓ બધા બચી જાય. લલિતના કહેવા પ્રમાણે, આ પ્લાન સંપૂર્ણપણે તૈયાર હતો, પરંતુ છેલ્લી ઘડીએ તેને શરીર પર લગાડવાની આવી જેલ મળી નહી. આ કારણોસર આ પ્લાન પડતો મૂકવામાં આવ્યો હતો અને સંસદમાં સ્મોક બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પ્લાન-બી પણ તૈયાર હતો
લલિતે એવું પણ જણાવ્યું કે, પ્લાન-બી પોતાની જાતને આગ લગાડવાનો હતો, પરંતુ એક પ્લાન – બી પહેલેથી જ તૈયાર હતો અને તે જ પ્લાન હેઠળ સ્મોક એટેક કરવાનો હતો. હવે પોલીસના જણાવ્યા અનુસાર, લલિત ચોક્કસપણે મોટા ખુલાસા કરી રહ્યો છે, પરંતુ તેના નિવેદનો સતત બદલાઈ રહ્યા છે, જેનો અર્થ છે કે તે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે. લલિત વિશે એવું પણ કહેવામાં આવ્યું છે કે તેણે તેના સહ-આરોપીઓના ફોન સળગાવી દીધા હતા.
સંસદ સુરક્ષા ચૂક ઘટનામાં પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી?
અહીં એ સમજવું જરૂરી છે કે આ આરોપીઓએ તેમની જવાબદારીઓ પહેલેથી જ નક્કી કરી લીધી હતી. જેમા નીલમ સંસદની બહાર વિરોધ પ્રદર્શ કરશે, મનોરંજન અને સાગરે અંદર જઈને હંગામો મચાવશે . એટલે કે બધું જ અગાઉથી આયોજન કરવામાં આવ્યું હતું અને તે અનુસાર જ સંસદમાં સ્મોલ એટેકને અંજામ આપવામાં આવ્યો છે. હાલ આ કેસમાં પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ પાસે તમામ આરોપીઓની કસ્ટડી છે અને અનેક પ્રકારના સવાલો કરવામાં આવી રહ્યા છે.
વોટ્સએપને બદલે સિગ્નલ એપનો ઉપયોગ
જો કે, તપાસ દરમિયાન, પોલીસને એ પણ જાણવા મળ્યું કે આ આરોપીઓએ તેમની ચેટ પણ સિક્યોર કરી લીધી હતી. સરળ શબ્દોમાં કહીએ તો, આ આરોપીઓ પહેલાથી જ જાણતા હતા કે તેઓ પકડાઈ શકે છે, તેથી ગૂગલ પર પ્રથમ સર્ચ એ હતું કે તેમની ચેટ્સ કેવી રીતે સુરક્ષિત કરવી. તેઓ ઇચ્છતા ન હતા કે તેમની ચેટ તપાસ એજન્સી સુધી પહોંચે, તેથી જ વોટ્સએપને બદલે તેના જેવી અન્ય મેસેજિંગ સિગ્નલ એપનો ઉપયોગ કરતા હતા.
કોણ છે લલીત ઝા?
સંસદમાં સ્મોક એટેકનો માસ્ટરમાઇન્ડ કોલકાતાનો રહેવાસી લલિત ઝા વ્યવસાયે શિક્ષક છે અને તે આ ઘટનાનો મુખ્ય કાવતરાખોર હોવાનું મનાય છે. જાણકારી અનુસાર લલિત અને અન્ય 5 લોકોને ક્રાંતિકારી શહીદ ભગતસિંહથી પ્રેરણા મળી હતી કે તેઓ એવા કામ કરે જે દેશનું ધ્યાન આકર્ષિત કરી શકે. તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર તમામ છ વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ ફેસબુક પર ભગતસિંહના ફેન પેજ પર જોડાયા હતા.

આ પણ વાંચો | મેટ્રો સ્ટેશન પર મુલાકાત, આસિસ્ટન્ટે જુગાડથી અપાવ્યો પાસ, સંસદમાં થયેલા સ્મોક હુમલાની INSIDE STORY
એક વર્ષ પહેલા મૈસૂરમાં મળીને સંસદમાં પ્રવેશવાની યોજના બનાવી હતી
લલિત, સાગર અને મનોરંજનની મુલાકાત લગભગ એક વર્ષ પહેલા મૈસુરમાં થઈ હતી, જ્યાં તેમણે સંસદમાં પ્રવેશવાની યોજના બનાવી હતી. બાદમાં તેઓએ આ યોજનામાં નીલમ અને અમોલનો સમાવેશ કર્યો હતો. લલિતે આગેવાની લીધી અને મનોરંજનને મોનસૂન સત્ર દરમિયાન સંસદના તમામ પ્રવેશ બિંદુઓની તપાસ કરવા નિર્દેશ આપ્યો. જુલાઈમાં મનોરંજન દિલ્હી આવ્યો હતા અને એક સાંસદના નામે જારી કરવામાં આવેલા વિઝિટર્સ પાસ પર સંસદની અંદર ગયો હતો. ત્યાં તેને ખબર પડી કે શૂઝની તપાસ થતી નથી.





